Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 20.
Homeન્યૂઝસ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા લોકો માટે ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા લોકો માટે ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય

jitu vaghani, news in gujarati
Share Now

છેલ્લા દોઢ વર્ષ કરતાં પણ સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી ચાલી રહી છે. જેને લઈને ઘણા લોકોએ પોતાની રોજગારી ગુમાવવાનો વારો આવ્યો છે. ભારતમાં કોરોનાકાળમાં શિક્ષણ તેમજ સરકારી નોકરીમાં ભરતીની પ્રક્રિયા અટવાઈ હતી. ત્યારે ગુજરાત(Gujarat) સરકારે સ્પર્ધાત્મક પરીક્ષાની(Compitative Exam) તૈયારી કરતાં લોકો માટે એક હકારાત્મક પગલું ભર્યું છે. કેબિનેટ બેઠક પૂર્ણ થયા બાદ શિક્ષણ મંત્રી જીતુ વઘાણીએ(Jitu Vaghani) પત્રકારોનએ સંબોધન કરતાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે(Gujarat Government) સરકારની નવી ભરતીમાં માટે ઉમેદવારોની વય મર્યાદામાં એક વર્ષનો વધારો કર્યો છે. અત્યાર સુધી બિન અનામત વર્ગના ઉમેદવારો માટે 35 વર્ષની વય મર્યાદા હતી તે હવે 36ની હશે તે જ રીતે અનામત વર્ગમાં આવતા ઉમેદવારોની વય મર્યાદા40 ની હતી તે હવે 41 વર્ષની રહેશે. તમને જણાવી દઈએ કે, આજ રોજ ગુજરાત સરકારની કેબિનેટ બેઠકમાં(Gujarat Cabinate Meeting) આ નિર્ણય કરવામાં આવ્યો છે.

ઓગસ્ટ 2022 સુધી લાગુ પડશે નિર્ણય 

ગજરાત સરકારની આજ રોજ ગાંધીનગર(Gandhinagar) ખાતે કેબિનેટની બેઠક મળી હતી. જેમાં સરકારે સ્પર્ધાત્મક પરિક્ષાઓની તૈયારી કરતાં ઉમેદવારો માટેની વય મર્યાદામાં 1 વરસનો વધારોપ કર્યો છે. ગુજરાત સરકારનો આ નિર્ણય 31 ઓગસ્ટ 2022 સુધી થનારી ભરતી પ્રક્રિયા દરમ્યાન જ લાગુ રહેશે.આ નિર્ણયમાં ટેટની પરીક્ષા માટેના ઉમેદવારો માટે પણ વય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે.  

jitu vaghani

આ પણ વાંચો:Keshod: કરેણી ગામના શહિદ જવાનનો પાર્થિવદેહ પંચમહાભૂતમાં વિલીન

હર્ષ સંઘવીએ ચાર્જ સંભાળ્યા બાદ ઝડપથી ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવા કર્યો હતો આદેશ

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સારી કરવા માટે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ(Harsh Sanghvi) ચાર્જ સાંભળતા જ પોલીસમાં ખાલી પડેલ જગ્યાની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે આદેશ કર્યો હતો. કોરોનાને કારણે  છેલ્લા ઘણા સમયથી પોલીસની ભરતી પ્રક્રિયા બંધ રાખવામાં આવી હતી. ત્યારે હવે પોલીસ વિભાગની પેન્ડિંગ રહેલી ભરતીની પ્રક્રિયાને ઝડ૫થી પૂર્ણ કરવાના  હેતુથી ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે(Bhupendra Patel) રાજ્યની પોલીસ સંવર્ગની 27847  જેટલી જગ્યાઓ ભરવાનો મહત્ત્વનો નિર્ણય કર્યો હતો. ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પોતાનો પદભાર સંભાળ્યા બાદ 19 સપ્ટેમ્બર 2021ના રોજ ભરતી બોર્ડના અઘ્યક્ષો સાથે બેઠક યોજી હતી. જેમાં આ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી અને ભરતીપ્રક્રિયા ઝડ૫થી પૂર્ણ કરવા તમામ ભરતી બોર્ડના અઘ્યક્ષોને જરૂરી આદેશો કર્યા હતા.

100 દિવસમાં કરવામાં આવશે નવી ભરતી 

ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ ઉમેર્યું હતું કે રાજ્યમાં હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર,બિનહથિયારી પોલીસ સબ-ઈન્સ્પેક્ટર, બિન હથિયારી આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેકટર, ઈન્ટેલિજન્સ ઓફિસર, લોકરક્ષક તેમજ વાયરલેસ અને મોટર ટ્રાન્સપોર્ટ જેવા ટેક્નિકલ સંવર્ગોના ટેક્નિકલ ઓપરેટર અને પોલીસ સબ-ઈન્સ્પેક્ટર તેમજ ગામ રક્ષક દળ અને  હોમગાર્ડ્સ મળીને સમગ્ર રાજ્યમાં અંદાજિત 27847 જેટલી જગ્યાઓ માટે ભરતી આગામી 100 દિવસમાં કરવાનો રાજ્ય સરકાર દ્વારા મહત્ત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.

શિક્ષિત યુવાનો માટે રોજગારીની નવી તકો ઉપલબ્ધ ઊભી કરવામાં આવશે 

ગુજરાત રાજ્યના શિક્ષિત યુવાઓને રોજગારી મળે તે માટે રોજગારીની નવી તકો ઉપલબ્ધ કરાવવા માટે રાજ્ય સરકારે ખૂબ જ ટૂંકા સમયગાળામાં ભરતીપ્રક્રિયાનું આયોજન કર્યું છે. સરકારના આ નિર્ણયથી રાજ્યમાં  કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સારી બનશે તેમજ આ ભરતીને કારણે પોલીસદળમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ ઉપલબ્ધ થવાથી ગુજરાતના નાગરિકોને વધુ સારી પોલીસસેવા પણ પ્રાપ્ત થશે. જે રાજ્યની સુરક્ષામાં વધારો કરશે. 

ઉલ્લેખનીય છે કે, છેલ્લા દોઢ વર્ષ કરતાં પણ સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી ચાલી રહી છે. જેને લઈને ઘણા લોકોએ પોતાની રોજગારી ગુમાવવાનો વારો આવ્યો છે. ભારતમાં કોરોનાકાળમાં શિક્ષણ તેમજ સરકારી નોકરીમાં ભરતીની પ્રક્રિયા અટવાઈ હતી. ત્યારે ગુજરાત સરકારે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં લોકો માટે એક હકારાત્મક પગલું ભર્યું છે. કેબિનેટ બેઠક પૂર્ણ થયા બાદ શિક્ષણ મંત્રી જીતુ વઘાણીએ પત્રકારોનએ સંબોધન કરતાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે સરકારની નવી ભરતીમાં માટે ઉમેદવારોની વય મર્યાદામાં એક વર્ષનો વધારો કર્યો છે. અત્યાર સુધી બિન અનામત વર્ગના ઉમેદવારો માટે 35 વર્ષની વય મર્યાદા હતી તે હવે 36ની હશે તે જ રીતે અનામત વર્ગમાં આવતા ઉમેદવારોની વય મર્યાદા40 ની હતી તે હવે 41 વર્ષની રહેશે. તમને જણાવી દઈએ કે, આજ રોજ ગુજરાત સરકારની કેબિનેટ બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment