Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / October 7.
Homeન્યૂઝગૌરવ : રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજને હેરિટેજ જાહેર કરી

ગૌરવ : રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજને હેરિટેજ જાહેર કરી

dharmendrasinh college
Share Now

ગુજરાત માટે ગૌરવની વાત. થોડા દિવસ પહેલા ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ જાહેર કરવામાં આવ્યું અને હવે ગુજરાત સરકારે રાજકોટની ઐતિહાસીક ધર્મેન્દ્રસિંહજી કોલેજ, જૂનાગઢની રાજાશાહી વખતની બહાઉદીન કોલેજ સહિત પાંચ કોલેજોના બિલ્ડીંગને હેરિટેજ તરીકે જાહેર કરી છે. આથી આ કોલેજોની ઇમારતો હવે નવા રૂપરંગ ધારણ કરશે. ઉલ્લેખનીય છે કે, રાજકોટની ધર્મેન્દ્રસિંહ કોલેજના બિલ્ડીંગનું નિર્માણ આઝાદી પહેલા 1937માં કરવામાં આવ્યું હતું.

heritage

તાજેતરમાં રાજકોટની બે સ્કૂલને હેરીટેજ તરીકે જાહેર કરી હતી

રાજકોટ વાસીઓ માટે ગૌરવની વાત કહી શકાય…1937માં સ્થપાયેલી રાજકોટની ઐતિહાસિક ધર્મેન્દ્રસિંહજી કોલેજ ઉપરાંત જુનાગઢની બહાઉદીન કોલેજના બિલ્ડીંગને સરકારે હેરિટેજ ઇમારત તરીકે જાહેર કરી છે. રાજકોટ શહેરની રાજાશાહી સમયની બે સ્કૂલો બાદ વધુ એક સરકારી કોલેજની ઇમારતનો હેરિટેજમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તાજેતરમાં રાજકોટની કરણસિંહજી હાઇસ્કૂલ અને બાઇ સાહેબબા હાઇસ્કૂલનાં રાજાશાહી સમયકાળના બિલ્ડીંગોને હેરીટેજ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા.

આ પણ જુઓ : રેડ જંગલ ફાઉલનું બ્રીડીંગ વધ્યું

બિલ્ડીંગના રિનોવેશન માટેની દરખાસ્ત ટૂંક સમયમાં મંજૂરી માટે સરકારને મોકલાશે

rajkot heritageઆ ઐતિહાસિક વારસાને સાચવવા અને તેના મજબૂતીકરણ માટેના પ્લાન, એસ્ટીમેટ સરકારમાં મંજૂરી માટે મોકલવામાં આવ્યા બાદ રાજ્યના શિક્ષણ વિભાગ બાદ રાજ્યની પાંચ કોલેજોના બિલ્ડીંગને હેરીટેજ બિલ્ડીંગ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. જેમાં રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજ ઉપરાંત જુનાગઢની બહાઉદીન કોલેજનું આર્ટસનું અને સાયન્સ વિભાગનું બિલ્ડીંગ ઉપરાંત અમદાવાદની ગુજરાત કોલેજ અને વીસનગરની એમ.એન. કોલેજનો સમાવેશ થાય છે. આ પાંચે પાંચ સરકારી કોલેજના હેરીટેજ બિલ્ડીંગના રિનોવેશન માટેની દરખાસ્ત ટૂંક સમયમાં મંજૂરી માટે સરકારમાં મોકલાશે.

ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં મહાનુભાવો અભ્યાસ કરી ચુક્યા

ધર્મેન્દ્રસિંહજી કોલેજ સૌરાષ્ટ્રની પ્રથમ કોલેજ છે. જે શરૂ થઇ ત્યારે મુંબઇ યુનિવર્સિટી સાથે જોડાયેલી હતી. ત્યારબાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સ્થાપના થઈ ત્યારથી તેની સાથે સંલગ્ન છે. ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, કર્ણાટકનાં પૂર્વા રાજ્યપાલ વજૂભાઇ વાળા, ગુજરાતી રંગમંચનાં કલાકાર રમેશ મહેતા, સાહિત્યકાર મકરંદભાઇ દવે સહિતનાં મહાનુભાવો અભ્યાસ કરી ચુક્યા છે. ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં દેશનાં બે રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્ર પ્રસાદ અને ડો. સર્વપલ્લી રાધાક્રિષ્ન અને બે વડાપ્રધાન જેમાં ઇન્દીરા ગાંધી અને અટલ બિહારી બાજપાઇ પણ મુલાકાત લઇ ચુક્યા છે.

ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં કોટક સાયન્સ અને એ.એમ.પી. લો કોલેજ કાર્યરત

રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં અત્યારે કોટક સાયન્સ કોલેજ અને એ.એમ.પી. કોલેજ કાર્યરત છે. આ બન્ને કોલેજના વિદ્યાર્થીઓ અત્યારે ધર્મેન્દ્રસિંહ કોલેજના બિલ્ડીંગમાં અભ્યાસ કરે છે. આ પૈકી એ.એમ.પી. લો કોલેજનું નવું બિલ્ડીંગ તૈયાર થઇ ગયું હોવાથી ટૂંક સમયમાં અહીંથી સરકારી લો કોલેજનું સ્થળાંતર થશે. જ્યારે કોટક સાયન્સ કોલેજના જૂના બિલ્ડીંગનું નવીનીકરણ થઇ રહ્યું હોવાથી છ મહિના બાદ તેનું સ્થળાંતર થશે. અલબત ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં તાજેતરમાં નેક કમિટીના આગમન પૂર્વે રિનોવેશન અને રંગરોગાન કરવામાં આવ્યું હતું. અહીં ભૂગોળના અનુસ્નાતક ભવનનું સ્વતંત્ર બિલ્ડીંગ ઉભું કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment