ગુજરાતનાં ખેડૂતો હવે સ્માર્ટ બને તે હેતુથી રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારે ખેડૂતોના સ્માર્ટફોન ખરીદવા પર સહાય આપવાની જાહેરાત કરી છે. 15 હજાર સુધીની કિંમતના સ્માર્ટફોનની ખરીદી પર 1500 રૂપિયા સહાય સરકાર દ્વારા આપવાની જાહેરાત કરવામાં આવી છે. કૃષિ ક્ષેત્રે ગુજરાત રાજ્યમાં ડિજીટલ સેવાનો વ્યાપ વધે તે હેતુથી કૃષિ વિભાગે આ યોજના બનાવી છે. રાજ્યના ખેડૂતો સરકારની સુવિધાનો સીધો લાભ લઈ શકે અને કૃષિ વિભાગની તમામ યોજનાઓ માટે ઓનલાઇન અરજી કરી શકે અને રાજ્યના ખેડૂતો સ્માર્ટ બને તે હેતુથી સરકારે આ સહાય યોજનાની જાહેરાત કરી છે.
15 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઇ
ગુજરાત સરકારે ખેડૂતોના સ્માર્ટફોન ખરીદવા પર સહાય આપવાની જાહેરાત કરી છે. તમને જણાવી દઈએ કે, આ સહાય યોજના માટે 15 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે. સ્માર્ટફોનની ખરીદી પર 1500 રૂપિયા અથવા સ્માર્ટફોનની કિંમતના 10 ટકા એ બેમાંથી જે રકમ ઓછી હશે તે રકમ સહાય કરવામાં આવશે. દા. ત. તરીકે કોઇ ખેડૂત 9000 રૂપિયાનો સ્માર્ટફોન ખરીદે છે તો તેને સ્માર્ટફોનની કિંમતના 10 ટકા પ્રમાણે 900 રૂપિયા અથવા તો 1500 રૂપિયા બેમાંથી જે ઓછું હોય તે મળશે.
ખેડૂતને ટેકનોલોજીનો લાભ, દેશની સમૃદ્ધિનો નિર્ધાર.
હવે ગુજરાતના ખેડૂતોને હવામાન અને ખેતી સંબંધિત જાણકારી તુરંત જ અને સહેલાઈથી મળી શકે એ માટે સરકાર શ્રીએ ૧૫ હજાર સુધીના સ્માર્ટ ફોન પર ૧૫૦૦ રૂપિયા સુધીની સહાય આપવાની જાહેરાત કરી છે. pic.twitter.com/yDuN5ztZJU
— Raghavji Patel (@RaghavjiPatel) November 21, 2021
આ પણ વાંચો:તેલંગાણાના સીએમ ખેડૂત આંદોલનમાં જીવ ગુમાવનારા ખેડૂત પરિવારને આપશે વળતર
ગુજરાત સરકારે જાહેર કરેલ આ સહાય માત્ર સ્માર્ટફોનની ખરીદી પર જ આપવામાં આવશે. આ સિવાય ફોનની એસેસરીઝ જેમ કે ઇયરફોન, ફોનની બેટરી બેકઅપ ડિવાઇસ અને ચાર્જર ખરીદવા પર કોઈજ સહાય મળશે નહિ. આ સહાય યોજનાનો લાભ રાજ્યમાં જમીન ધારણ કરતા તમામ ખેડૂતોને મળવાપાત્ર છે. આ યોજના હેઠળ દરેક ખાતેદાર ખેડૂતને માત્ર એક જ સ્માર્ટફોન પર સહાય મળવા પત્ર છે.
આ રીતે કરી શકાશે અરજી
આ યોજનાનો લાભ લેવા માટે રાજ્યના ખેડૂતોએ I-Khedut પોર્ટલ પર સ્માર્ટફોન ખરીદી હેઠળ ઓનલાઇન અરજી કરવાની રહેશે. અને તે એરજીની નકલની પ્રિન્ટ પોતાની પાસે રાખવાની રહેશે. ત્યારબાદ સબંધિત વિસ્તરણ અધિકારી કે તાલુકા અમલીકરણ અધિકારી દ્વારા નિયમિત ચકાસણી કરી અરજી કરનારની પાત્રતા કે બિન પાત્રતા નક્કી કરવામાં આવશે અને 15 દિવસમાં જિલ્લા ખેતીવાડી અધિકારી આ સહાયને મંજૂરી આપશે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4