Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / July 2.
Homeન્યૂઝનવરાત્રીને લઈને સરકારની ગાઈડલાઇન, કોરોના વેક્સિનના બંને ડોઝ ફરજિયાત

નવરાત્રીને લઈને સરકારની ગાઈડલાઇન, કોરોના વેક્સિનના બંને ડોઝ ફરજિયાત

navratri guideline,corona
Share Now

7 ઓકટોબરથી નવરાત્રીના તહેવારની શરૂઆત થઈ રહી છે. ત્યારે નવરાત્રિમાં ગરબા રમવા માટે ખૈલેયાઓ ઉત્સુક બન્યા છે. કારણકે ગત વર્ષે કોરોનાને કારણે ગરબા થઈ શક્ય નહતા. ત્યારે આ વખતે નવરાત્રીને લઈને સરકારે થોડી છૂટછાટ આપી છે. સરકારે કોરોનાને ધ્યાને રાખીને નવરાત્રિમાં શેરી ગરબા કરવાની છૂટ આપી છે. ગરબા રસિકો રાત્રે 12 વાગ્યા સુધી શેરી ગરબા રમી શકશે.  જો કે, કોરોનાની ત્રીજી લહેરની સંભાવનાને જોતાં દરેક ગરબા ખેલૈયાઓએ કોરોનાની રસીના બે ડોઝ ફરજિયાત લીધેલા હોવા જોઈએ. તે સિવાય 400 લોકોની મર્યાદામાં જ ગરબા રમી શકાશે. 

શેરી ગરબા રમવાની છૂટ 

ગુજરાતમાં કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે.  અને તેથી જ આ વખતે નવરાત્રિના તહેવારમાં સરકાર દ્વારા શેરી ગરબા રમવાની છૂટ આપવામાં આવી છે.  સરકારે ડીજે અને ગાયક કલાકારોને પણ લીલીઝંડી આપી દીધી છે. આ અંગે અમદાવાદ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે એક જાહેરનામુ બહાર પડ્યું છે. જેમાં નિયમોનુ ચુસ્ત પાલન કરવા અંગે આદેશ કરવામાં આવ્યો છે. આ સિવાય સરકારે શોપિંગ મોલ, માર્કેટ યાર્ડ, લારી-ગલ્લા, કોમ્પલેક્સ,  બ્યુટી પાર્લર, હેર કટિંગ સલૂન,  રેસ્ટોરન્ટ-હોટલ આ તમામ જગ્યા નવરાત્રી દરમ્યાન રાત્રીના દસ વાગ્યા સુધી ચાલુ રાખવાની છૂટ આપવામાં આવી છે. તેમજ રાત્રે દસ વાગ્યા સુધી બાગ બગીચાઓ પણ ખુલ્લા રહેશે.

navratri guideline,corona

આ પણ વાંચો:ઇઝરાયલી કોન્સ્યુલ જનરલ શ્રીયુત કોબ્બી શોષાનીએ ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની કરી મુલાકાત

રાત્રે 12 થી 6 રહેશે કર્ફ્યૂ 

સરકારે તમામ વ્યવસાયિકો તેમજ કર્મચારીઓ માટે કોરોનાની વેકસીનનો પ્રથમ ડોઝ ફરજિયાત કરી દીધો છે. નવરાત્રિમાં 12 વાગ્યા સુધી સુધી શેરી ગરબા રમવા છૂટ આપી છે છે. 400 લોકોની મર્યાદામાં જ ગરબાનું  આયોજન કરી શકશે.  કોરોનાની ત્રીજી લહેરની સંભાવનાનએ પગલે સરકારે આ ગાઈડલાઈ જાહેર કરી છે. અને પાર્ટી પ્લોટ અને જાહેર જગ્યાએ ગરબાનુ આયોજન કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમજ સરકારે આગામી 10 ઓક્ટોબર સુધી રાત્રે 12 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધીનું કરફ્યુ  પણ અમલમાં મૂક્યું છે.

ગૃહ વિભાગે કર્યો હુકમ 

તમને જણાવી દઈએ કે,24 સપ્ટેમ્બરના રોજ ગુજરાત સરકારના ગૃહ વિભાગે કોરોના અંગે એક હુકમ કર્યો હતો. જેમાં વેપાર-ધંધા સહિત અનેક બાબતે દિશાસૂચન આપ્યા હતા. અને તે હુકમમાં સરકારે નવરાત્રીને લઈને પણ હુકમ કર્યો હતો. અને તેમાં જણાવવામાં આવ્યું હતું કે, ગુજરતમાં રાત્રે 12 વાગ્યા સુધી 400 ઓકઓની મર્યાદામાં શેરી ગરબા યોજી શકાશે. તેમજ હુકમમાં એમ પણ જણાવાયું હતું કે, દરેક ગરબા રસિકે ફરજિયાત કોરોનાના બંને ડોઝ લીધેલા હોવા જોઈએ. અને જો આ હુકમનો ભંગ કરવામાં આવશે તો રાજ્ય સરકાર આ અંગે કાયદેસરની કાર્યવાહી કરશે. 

ઉલ્લેખનીય છે કે, 7 ઓકટોબરથી નવરાત્રીના તહેવારની શરૂઆત થઈ રહી છે. ત્યારે નવરાત્રિમાં ગરબા રમવા માટે ખૈલેયાઓ ઉત્સુક બન્યા છે. કારણકે ગત વર્ષે કોરોનાને કારણે ગરબા થઈ શક્ય નહતા. ત્યારે આ વખતે નવરાત્રીને લઈને સરકારે થોડી છૂટછાટ આપી છે. સરકારે કોરોનાને ધ્યાને રાખીને નવરાત્રિમાં શેરી ગરબા કરવાની છૂટ આપી છે. ગરબા રસિકો રાત્રે 12 વાગ્યા સુધી શેરી ગરબા રમી શકશે.  જો કે, કોરોનાની ત્રીજી લહેરની સંભાવનાને જોતાં દરેક ગરબા ખેલૈયાઓએ કોરોનાની રસીના બે ડોઝ ફરજિયાત લીધેલા હોવા જોઈએ. તે સિવાય 400 લોકોની મર્યાદામાં જ ગરબા રમી શકાશે. 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment