Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / August 9.
Homeન્યૂઝકોરોનાના નવા વેરીએન્ટને લઈને ગુજરાત સરકાર એલર્ટ, વિદેશથી આવનાર લોકો માટે RT-PCR અનિવાર્ય

કોરોનાના નવા વેરીએન્ટને લઈને ગુજરાત સરકાર એલર્ટ, વિદેશથી આવનાર લોકો માટે RT-PCR અનિવાર્ય

Gujarat-Mandates-RT-PCR-TEST-
Share Now

કોરોનાના નવા વેરિઅન્ટ Omicron થી તમામ દેશોની સરકાર એલર્ટ મોડ પર આવી ગઈ છે. દક્ષિણ આફ્રિકા, બોત્સ્વાના તેમજ હોંગકોંગમાં નવા પ્રકાર Omicron ના કેસો મળી આવ્યા છે, જેના વિશે વૈજ્ઞાનિકોએ ચિંતા વ્યક્ત કરી છે કારણ કે આ વાયરસ ઝડપથી ફેલાવાની ક્ષમતા ધરાવે છે. ગુજરાત સરકારે હવે યુરોપ, યુકે, બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ, બોત્સ્વાના, ચીન, મોરેશિયસ, ન્યુઝીલેન્ડ, ઝિમ્બાબ્વે, હોંગકોંગથી આવતા તમામ મુસાફરો માટે એરપોર્ટ પર RT-PCR ટેસ્ટ કરાવવું ફરજિયાત કરવાનો નિર્ણય કર્યો છે.

ન્યુ વેરિઅન્ટને લઈને તમામ દેશો તણાવની સ્થિતિમાં 

દક્ષિણ આફ્રિકા સિવાય ઘણા દેશોમાં કોરોનાના નવા પ્રકાર (Covid-19 New Variant)એ ફરી એકવાર આખી દુનિયાને તણાવમાં મૂકી દીધી છે. આ વેરિઅન્ટનું નામ B 1.1 529 છે જેને WHO એ Omicorn નામ આપ્યું છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ પ્રકાર ખૂબ જ ઝડપથી ફેલાઈ શકે છે. તેને કેવી રીતે ફેલાતો અટકાવવો તે એક મોટો પડકાર છે જે ચિંતાનો વિષય બની ગયો છે. આ વેરિઅન્ટ લગભગ 30 વખત તેનું સ્વરૂપ બદલી રહ્યો છે. યુકે સહિત ઘણા દેશોએ આફ્રિકાથી આવતી ફ્લાઈટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે.

આ પણ વાંચો:કોરોનાની સહાય માટે વારસદાર એકથી વધુ હશે તો આપવું પડશે એફિડેવિટ

ન્યુ વેરિઅન્ટ રસીની અસરને ખતમ કરવા માટે સક્ષમ 

વિજ્ઞાનીઓનું માનવું છે કે આ બહુ ભયજનક બાબત છે. આ પ્રકાર (Omicron) રસીની અસરને ખતમ કરવામાં પણ સક્ષમ છે. બોત્સ્વાના વેરિઅન્ટના માત્ર 32 નવા મ્યુટન્ટ્સ બન્યા છે. નવા મ્યુટન્ટ્સ એ વાઈરસનું સૌથી વધુ વિકસિત સ્વરૂપ છે, જેમાં 32 મ્યુટન્ટ્સમાંથી કેટલાક તેમના ઝડપી ફેલાવાને કારણે અન્ય કોઈપણ પ્રકારના સ્પાઈક પ્રોટીનમાં વધુ ફેરફારો કરે છે.

ઉલ્લેખની છે કે, કોરોનાના નવા વેરિઅન્ટ Omicron થી તમામ દેશોની સરકાર એલર્ટ મોડ પર આવી ગઈ છે. દક્ષિણ આફ્રિકા, બોત્સ્વાના તેમજ હોંગકોંગમાં નવા પ્રકાર Omicron ના કેસો મળી આવ્યા છે, જેના વિશે વૈજ્ઞાનિકોએ ચિંતા વ્યક્ત કરી છે કારણ કે આ વાયરસ ઝડપથી ફેલાવાની ક્ષમતા ધરાવે છે. ગુજરાત સરકારે હવે યુરોપ, યુકે, બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ, બોત્સ્વાના, ચીન, મોરેશિયસ, ન્યુઝીલેન્ડ, ઝિમ્બાબ્વે, હોંગકોંગથી આવતા તમામ મુસાફરો માટે એરપોર્ટ પર RT-PCR ટેસ્ટ કરાવવું ફરજિયાત કરવાનો નિર્ણય કર્યો છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment