Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / September 30.
Homeડિફેન્સગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તટરક્ષક દળના ગાંધીનગર સ્થિત હેડકવાર્ટરની લીધી મુલાકાત

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તટરક્ષક દળના ગાંધીનગર સ્થિત હેડકવાર્ટરની લીધી મુલાકાત

Share Now

ગુજરાત સરકારના રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ 22 ઓક્ટોબર 2021ના રોજ ગાંધીનગર ખાતે ભારતીય તટરક્ષક દળના પ્રાદેશિક હેડક્વાર્ટર (ઉત્તર-પશ્ચિમ)ની મુલાકાત લીધી હતી.

Image

આદરણીય મંત્રી શ્રી ના સ્વાગતમાં કમાન્ડર, તટરક્ષક દળ પ્રદેશ (ઉત્તર-પશ્ચિમ) ઇન્સ્પેક્ટર જનરલ એ.કે. હરબોલા, TM ઉપસ્થિત રહ્યા હતા અને ભારતીય તટરક્ષક દળના પરિચાલનના પાસાઓ તેમજ અન્ય ભૂમિકાઓ વિશે તેમની સમક્ષ પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું.

  • ગૃહ રાજ્ય મંત્રી શ્રીએ ભારતીય તટરક્ષક દળના પ્રાદેશિક હેડક્વાર્ટર ની મુલાકાત લીધી
  • ગૃહમંત્રી એ  દરિયાકાંઠાની  સુરક્ષા, આપદા રાહત, સંયુક્ત ઓપરેશનો, સામુદાયિક ક્ષમતા નિર્માણ, માનવતા સહાય અને અન્ય ICGના આદેશો માટે કરવામાં આવતા પ્રયાસોની પ્રશંસા કરી

 

સંવાદ દરમિયાન, આદરણીય મંત્રીશ્રીએ ભારતીય તટરક્ષક દળ દ્વારા દરિયાકાંઠાની સુરક્ષા, આપદા રાહત, સંયુક્ત ઓપરેશનો, સામુદાયિક ક્ષમતા નિર્માણ, માનવતા સહાય અને અન્ય ICGના આદેશો માટે કરવામાં આવતા પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે ભારતીય તટરક્ષક દળ અને રાજ્યની એજન્સીઓ વચ્ચે પારસ્પરિક તાલમેલ, સંપર્ક અને સંયુક્ત પ્રયાસોને બિરદાવ્યા હતા.

જુઓ વીડિયો

 

 

આ પણ વાંચો: અમદાવાદ શહેરની મધ્યમાં જે દેવી કરે છે શહેરનું રક્ષણ એવા ભદ્વકાળી માતા

No comments

leave a comment