Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeન્યૂઝરાજ્યના વહીવટી તંત્રમાં ધરખમ ફેરફારો

રાજ્યના વહીવટી તંત્રમાં ધરખમ ફેરફારો

SWARNIM SANKUL
Share Now

ગુજરાતમાં કોરોનનો ખેર ઓછો થયો છે. ત્યારે ગુજરાતના વહીવટી તંત્રમાં ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે. આજે 77 જેટલા IAS અધિકારીઓની(OFFICER) બદલી અને બઢતી કરવામાં આવ્યી છે. ગુજરાતના ઇતિહાસમાં કદાચ પ્રથમ વખત આટલો મોટો ફેરફાર એકસાથે કરવામાં આવ્યો છે. ઘણા સમયથી રાજ્યના વહીવટી તંત્રમાં ફેરફારો કરવામાં આવ્યા નહોતા. ત્યારે એક સાથે 77 જેટલા IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. અને હજુ બીજા અધિકારીઓની પણ થશે તેવું લાગી રહ્યું છે.

વહીવટી તંત્રમાં થયેલ ફેરફારને લઈને વરિષ્ટ પત્રકાર રાજેન્દ્ર રાવલનો શું છે નો મત

ગુજરાતના વહીવટી તંત્રમાં થયેલ ફેરફારોને લઈને વરિષ્ટ પત્રકાર રાજેન્દ્ર રાવલે OTT INIDA સાથેની ખાસ વાતચીત કરી હતી. અને તેઓએ જણાવ્યું હતું કે , ઘણા સમયથી ગુજરાતમાં IAS અધિકારીઓની બદલી થઈ નહોતી. ત્યારે સરકારે IAS અધિકારીઓની જે બદલી કરી છે તે અત્યંત જરૂરી હતું. તેમને જણાવ્યું હતું કે, આ તમામ અધિકારીઓની લગભગ 2 વર્ષ કરતા પણ વધુ સમયથી બદલી થઇ નહોતી. ગુજરાતમાં છેલ્લા 6 મહિનાથી IAS અધિકારીઓની બદલીને લઈને કુતુહુલતા હતી.જેના પર આજે પૂર્ણવિરામ મુકાયું છે. ઘણા લોકો આ બદલીઓને આવનાર વિધાનસભાની ચૂંટણી સાથે જોડી રહ્યા છે. પરંતુ આ બદલીઓને વિધાનસભાની ચૂંટણીઓ સાથે કોઈ લેવા દેવા નથી. આ બદલીઓ કોરોનની ત્રીજી લહેર આવે તો તેને પહોંચી વળવા માટે કરવામાં આવી છે. વધુમાં રાજન્દ્ર રાવલે જણાવ્યું હતું કે, ગુજરાતના ઇતિહાસમાં કદાચ પહેલીવાર IAS અધિકારીઓની(OFFICER) બદલી માટે આટલો વિલંબ કરવામાં આવ્યો છે.

VIJAY RUPANI

PC- CMO GUJARAT

આ પણ વાંચો:દરિયાકાંઠે વસતા ગામો માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીનો મહત્વનો નિર્ણય

ગુજરાત કેડરના IAS અધિકારીઓને અન્યાય

તેમના કહેવા પ્રમાણે આજે થયેલ બદલી અને બઢતીમાં ગુજરાત કેડરના કેટલાક અધિકારીઓને અન્યાય થયો છે. અને પ્રદેશવાદ કરવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. ઘણા એવા અધિકારીઓ હતા જેમણે DDO તરીકે ખુબજ સરસ કામગીરી કરી હતી. છતાં પણ તેઓને કલેકટર બનાવવામાં આવ્યા નથી. જેમને ખરેખર પ્રમોશન મળવું જોઈતું હતું પણ નથી મળ્યું. વધુમાં તેમને જણાવ્યું હતું કે, અગાઉની જેમ આ વખતે પણ ગુજરાત કેડરના અધિકારીઓ સાથે અન્યાય થયો છે. ગુજરાત કેડરના IAS ના પ્રમોશનમાં હમેશા વીમ્બ કરવામાં આવે છે. અને તેમને પૂરતી તક આપવામાં આવતી નથી. જે આ દેખાય છે. પણ આખરે બદલી અને બઢતી એ સરકારનો વિષય છે.

વહીવટી તંત્રમાં થયેલ ફેરફારને લઈને રાજકારણ ગરમાયુ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હજુ દોઢ વર્ષનો સમય બાકી છે. ત્યારે રાજ્યના વહીવટી તંત્રમાં 77 જેટલા અધિકારીઓની એક સાથે બદલી થતા રાજકારણ ગરમાયુ છે. છેલ્લા ઘણા સમયથી રૂપાણી સરકારના મંત્રીમંડળમાં ફેરફાર થવાની અટકળો ચાલી રહી છે. થોડા સમય પહેલા ગુજરાત ભાજપના પ્રદેશ પ્રભારી ભુપેન્દ્ર યાદવ ગુજરાત આવ્યા હતા. ત્યારે તેમને ભાજપના ટોચના નેતાઓ સાથે વન ટુ વન બેઠક કરી હતી. અને તે તમામ બેઠકનો રિપોર્ટ પાર્ટી હાઇકમાન્ડ સમક્ષ મુકવામાં આવ્યો હતો. અને પછી ફરી ગુજરાત આવીને તમામ ધારાસભ્યો સાંસદો અને ટોચના નેતાઓ સાથે બેઠક કરી હતી. બીજી બાજુ કેન્દ્રીય અમિત શાહ(AMIT SHAH) પણ ગુજરાતના બે દિવસીય પ્રવાસે છે. ત્યારે વહીવટી તંત્રમાં અચાનક આટલો મોટો ફેરફાર થતા રાજકારણ ગરમાયુ છે. અને રૂપાણીના મંત્રીમંડળમાં ફેરફાર થવાની શક્યતાઓ વધુ તેજ બની છે.

 

No comments

leave a comment