ગુજરાતમાં હાલ માંસ,મચ્છી,ઇંડાંની લારીઓ પર પ્રતિબંધ મુકાયો હતો. ગુજરાતમાં અગાઉ રાજકોટ, વડોદરા અને ભાવનગરમાં પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.તો અમદાવાદમાં જાહેર રસ્તા, મંદિર, ગાર્ડન જેવાં સ્થળે 100 મીટરમાં લારી ઊભી નહીં રાખી શકાય તેવી જાહેરાત કરવામાં આવી છે.અને રાજકોટ, વડોદરા, ભાવનગર બાદ હવે અમદાવાદમાં પણ જાહેરમાં માંસ, મટન, મચ્છી, ઇંડાંની લારીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેને લઈને શહેરમાં તમામ જાહેર રસ્તાઓ, મંદિર, ગાર્ડન, હોલ સહિતની જાહેર જગ્યાના 100 મીટરના દાયરામાં નૉનવેજની(non-veg) લારીઓને ઊભી નહીં રહેવા દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
માંસ, મટન, મચ્છી કે ઇંડાંના વેચાણ સામે પગલાં લેવામાં આવશે
સોમવારે ટાઉન પ્લાનિંગ કમિટીની બેઠકમાં લેવાયો છે. એટલું જ નહીં, પણ હેલ્થનું લાઈસન્સ નહીં ધરાવતી દુકાનોમાં પણ માંસ, મટન, મચ્છી કે ઇંડાંના વેચાણ સામે પગલાં લેવામાં આવશે.લારીઓ જાહેર રસ્તાઓ પર ઊભી રહીને ધંધો ન કરે એવી સ્પષ્ટ જોગવાઇ કરવામાં આવી છે.ત્યારે આજની બેઠકમાં એસ્ટેટ વિભાગને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે જાહેર સ્થળો પર ઊભા રહીને આ પ્રકારના ખાદ્ય ખોરાકનું વેચાણ કરતા અટકાવવામાં આવવા જોઇએ.જે લોકો પાસે એનું યોગ્ય લાઇસન્સ ન હોય તે તમામ દુકાનો સામે આવતીકાલથી તવાઇ આવશે.
લાઇસન્સ હોય તોપણ માંસ, મટન જાહેરમાં દેખાવાં જોઈએ નહીં
સેન્સસનાં સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ સરવેના 2014નાં તારણો અનુસાર ગુજરાતમાં 40 ટકા લોકો નૉન-વેજિટેરિયન છે. જેમાં 39.9 ટકા પુરુષો અને 38.2 ટકા મહિલાઓ નૉનવેજ ખાય છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ એન્ડ એસ્ટેટ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ નૉનવેજની (non-veg) લારીઓ પર પ્રતિબંધનું કારણ આપતાં જણાવ્યું હતું.તો ગુજરાતમાં હાલ વિરોધ જોવા મળી રહ્યો હતો. કે શહેરમાં જાહેર રસ્તાઓ પર ચાલતી માંસ, મટન, મચ્છી અને ઇંડાંની લારીઓને કારણે લોકોની સુરુચિનો ભંગ થઇ રહ્યો છે. ત્યાંથી નીકળતા નાગરિકોને તેની સૂગને કારણે મુશ્કેલી પડી રહી છે.
આ પણ વાંચો :એક એવું ગામ જ્યાં 40 વર્ષથી નથી સંભળાયો ભુલકાઓનો કલરવ..શું છે રોચક ઇતિહાસ ?
એકલા અમદાવાદમાં રોજના 18 લાખ ઇંડાંનું વેચાણ
વિવિધ શહેરોમાં નૉનવેજની(non-veg) લારીઓ પર પ્રતિબંધ મૂકવાના નિર્ણય અંગે સોમવારે આણંદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્ત્વનું નિવેદન આપ્યું હતું. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ‘કોઇ વેજ ખાય કે નોનવેજ(non-veg) ખાય એની સામે અમારો કોઇ પ્રશ્ન જ નથી. જેને જે ખાવું હોય એ ખાય, પણ લારીઓમાં વેચાતા ખાદ્ય પદાર્થ આરોગ્ય માટે હાનિકારક ના હોય એટલા પૂરતી જ વાત છે. દુકાનમાં જે વેચાણ થાય એ બંધ બોડીનું હોવાનું જોઇએ.
સાંજ પડતાની સાથે જ લારીઓએ લોકો ભરાઇ જાય છે
અમદાવાદ શહેરમાં રોજનાં 18 લાખ જેટલા ઇંડાં વેચાવામાં આવે છે.સાંજ પડતાની સાથે જ લારીઓએ લોકો ભરાઇ જાય છે.એટલું જ નહીંસ ઠંડી વધવાની સાથે જ શહેરમાં ઇંડાંના વેચાણ પણ વધતું હોય છે. એટલું જ નહીં, રોજનું અંદાજે 200 ટન મરઘાનું મટન એટલે કે 1.70 લાખથી 2 લાખ જેટલા મરઘા વેચાય છે.તો અમદાવાદમાં રોજના 18 લાખ ઇંડાનું રોજ વેચાણ કરવામાં આવે છે. અને તેમાં મહિલાઓ પણ ખાવા આવતી હોય છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4