Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / June 26.
Homeન્યૂઝગુજરાત અને મહારાષ્ટ્રમાં આગામી દિવસોમાં વરસાદની આગાહી, જાણો તેનુ કારણ

ગુજરાત અને મહારાષ્ટ્રમાં આગામી દિવસોમાં વરસાદની આગાહી, જાણો તેનુ કારણ

Rains
Share Now

બંગાળની ખાડીમાં શરૂ થતા પ્રેશરને કારણે ઓડિશા અને આંધ્રપ્રદેશમાં વાવાઝોડું ટકરાવાની શક્યતા છે. આગામી શનિવારની આસપાસ આંધ્રપ્રદેશ અને ઓડિશાના દરિયાકિનારે વાવાઝોડું ટકરાશે. જેને નામ આપવામાં આવ્યુ છે જવાદ. વાવાઝોડા કારણે ભારે વરસાદ (Rains)ની સંભાવના છે

આ રાજ્યોમાં Rains ની આગાહી

બંગાળની ખાડીમાં શરૂ થયેલી હલચલને પગલે હવામાન વિભાગે આજથી આગામી ચાર દિવસ સુધી ઓડિશા (Odisha)અને આંધ્રપ્રદેશ (Andhra Pradesh)માં ભારે વરસાદની ચેતવણી આપી છે. તે સિવાય મુંબઇમાં પણ ભારે વરસાદની ચેતવણી આપી છે.

હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી અનુસાર, આવતીકાલે ગુરૂવારે બંગાળની ખાડીમાં પ્રેશર ઉભુ થશે. ત્યારબાદ આગામી ચાર ડિસેમ્બરના રોજ આંધ્રપ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોને અથડાવવાની શક્યતા છે. આ લો પ્રેશરને કારણે ઓડિશાના દરિયાકિનારાના વિસ્તારોમાં અતિભારે વરસાદ થવાની અને વધારે નુકસાન થવાની શક્યતા સેવાઇ રહી છે.

ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ Rains ની શક્યતા

આજે બુધવારે ગુજરાત (Gujarat), મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે, જ્યારે આવતીકાલે ગુરૂવારે ગુજરાત અને ઉત્તરી મધ્ય મહારાષ્ટ્રમાં અલગ-અલગ જગ્યાએ વરસાદ થવાની શક્યતા છે.

વાવાઝોડાના વિનાશનો સૌથી મોટો ગ્રાઉન્ડ રિપોર્ટ 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment