Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / November 29.
Homeડિફેન્સગુજરાત NCCને #EkMaiSauKeLiye અભિયાન માટે ‘વર્લ્ડ બુક ઓફ રેકોર્ડે’ કર્યા સન્માનિત

ગુજરાત NCCને #EkMaiSauKeLiye અભિયાન માટે ‘વર્લ્ડ બુક ઓફ રેકોર્ડે’ કર્યા સન્માનિત

world Book
Share Now

ગુજરાત, દમણ અને દીવ, દાદરા અને નગર હવેલી NCC નિદેશાલય દ્વારા હાથ ધરવામાં આવેલા #EkMaiSauKeLiye અભિયાનને હવે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ, લંડન દ્વારા બિરદાવવામાં આવ્યું છે. 7 જૂન 2021ના રોજ ગુજરાત NCC નિદેશાલયને પ્રાપ્ત થયેલા ઇમેલમાં વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ દ્વારા ‘પ્રતિબદ્ધતાનુ પ્રમાણપત્ર’ આપવામાં આવ્યું છે જે ગુજરાત NCC નિદેશાલય દ્વારા લોકોની પીડા ઘટાડવા માટે કોવિડ-19 મહામારી સામે સલામતીને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવેલા #EkMaiSauKeLiye અભિયાનના ભાગરૂપે વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા નિર્દિષ્ટ, કોરોના વાઇરસના શ્રેષ્ઠ નિવારણ માટે દાખવવામાં આવેલી પ્રતિબદ્ધતા અને અથાક પ્રયાસોને બિરદાવે છે.

પોતાના નામ પ્રમાણે તે સ્પષ્ટ રીતે સૂચવે છે કે, આ સમગ્ર વિચાર તેના પ્રત્યેક શબ્દ ‘એક મૈ સો કે લીયે’ પર આધારિત છે. ગુજરાત, દમણ અને દીવ, દાદરા અને નગર હવેલી NCCના અધિક મહા નિદેશક મેજર જનરલ અરવિંદ કપૂરે મૂળરૂપે આની પરિકલ્પના કરી છે જેઓ બે વર્ષ સુધી લેહ-લદાખમાં ફરજ નિભાવ્યા બાદ તાજતેરમાં જ આવ્યા છે. આ અભિયાન એક અનન્ય પહેલ છે જેમાં રાજ્યમાં ઘણી મોટી સંખ્યામાં NCCના કેડેટ્સે રાષ્ટ્રના એક જવાબદાર અને શિસ્તપૂર્ણ નાગરિક તરીકે પોતાને તૈયાર કર્યા છે અને તેઓ જે સમાજમાં રહે છે તેના પ્રત્યે પોતાનું સામાજિક ઋણ અદા કરવા માટે આગળ આવ્યા છે. હાલમાં તેઓ કોવિડ-19 મહામારીની તીવ્ર અસરો હેઠળ સેવા આપી રહ્યાં છે.

આ અભિયાનનો પ્રારંભ મે 2021માં કરવામાં આવ્યો છે જેનો તબક્કો-3 હાલમાં ચાલી રહ્યો છે અને પ્રારંભથી જ આ અભિયાન પ્રત્યે લોકો ઘણા ખેંચાઇ રહ્યાં છે અને તેને ખૂબ જ પ્રશંસા પ્રાપ્ત થઇ છે. પ્રથમ તબક્કાનો પ્રારંભ 3 મે 2021ના રોજ થયો હતો, જેમાં ગુજરાત, દમણ અને દીવ, દાદરા અને નગર હવેલી NCC નિદેશાલયના પ્રત્યેક કેડેટ મોબાઇલ ફોનના માધ્યમથી તેમના સેંકડો સંબંધીઓ અને મિત્રો તેમજ પરિચિતો સાથે જોડાયા હતા અને કોવિડ અંગે યોગ્ય વર્તણૂક વિશે તેમનામાં જાગૃતિ સંદેશાઓ ફેલાવ્યા હતા અને રસીકરણનું મહત્વ તેમને સમજાવ્યું હતું. સાથે સાથે માણસથી માણસના સ્પર્શ સાથે તેમનું મનોબળ વધાર્યું હતું અને ભાવનાત્મક સહકાર આપ્યો હતો. આ અભિયાનના ભાગરૂપે, NCC કેડેટ્સ એક ઊંડા ભાવનાત્મક જોડાણની પ્રક્રિયામાંથી પસાર થયા હતા જેમાં તેમણે પોતાના મોબાઇલ ફોનના સંવાદોના ટૂંકા વીડિયો બનાવ્યા હતા અને તેને સંબંધિત પોતાના કેટલાક અનુભવો પણ પોસ્ટ કર્યા હતા. અભિયાનના આ હિસ્સાને લોકો તરફથી પ્રચંડ પ્રતિભાવ મળ્યો હતો અને તેના કારણે કેડેટ્સ આ અભિયાનને વધુ આગળ વધારવા માટે ઘણા પ્રેરિત થયા હતા.

 

#EkMaiSauKeLiye અભિયાનના બીજા તબક્કામાં, ગુજરાત, દમણ અને દીવ, દાદરા અને નગર હવેલી NCC નિદેશાલયના કેડેટ્સ તેમના મોબાઇલ ફોન દ્વારા વૃદ્ધાશ્રમોના વડીલો સાથે જોડાવાનું શરૂ કર્યું હતું. આ રીતે જોડાવાનો મૂળ ઉદ્દેશ વૃદ્ધાશ્રમના વડીલો પ્રત્યે ઊંડા પ્રેમ અને આદરની ભાવના અભિવ્યક્ત કરવાનો તેમજ તેમનો જુસ્સો વધારવાનો અને “અમે સંભાળ લઇએ છીએ” તેવી ભાવના તેમના પ્રત્યે વ્યક્ત કરવાનો હતો. એકંદરે આનો ઉદ્દેશ વૃદ્ધાશ્રમના વડીલો અને NCCના કેડેટ્સ એમ બંને પક્ષે સારો અહેસાસ કરાવવાનો હતો.

22 મે 2021ના રોજથી શરૂ થયો હતો આ તબક્કો

આ અભિયાનનો ત્રીજો તબક્કો 22 મે 2021ના રોજથી શરૂ થયો છે. આ તબક્કામાં, કેડેટ્સ ભારતીય સૈન્યના નિવૃત્ત કર્મચારીઓ અને શહીદોની વિધવાઓ જેમને આદરપૂર્વક વીરનારીઓ તરીકે ઓળખવામાં આવે છે, તેમની સાથે જોડાયા છે. એક તબક્કા પાછળ એકંદરે, આવા સમયમાં પણ અમે તેમના દ્વારા અને તેમના (વીરનારીઓના) પતિ દ્વારા રાષ્ટ્રને આપવામાં આવેલી સેવાને ભૂલ્યા નથી, તેવો સંદેશો તેમના સુધી પહોંચાડવાનો ઉદ્દેશ છે.

આ ત્રણ તબક્કાના ભાગરૂપે, રાજ્ય સ્તરે વિગતવાર વિશ્લેષણો અને મહત્વપૂર્ણ તારણો તૈયાર કરવામાં આવ્યા હતા, તેને સંબંધિત સત્તાધિશો સાથે શેર કરવામાં આવ્યા હતા. આ તારણો અને વિશ્લેષણો NCCના કેડેટ્સ દ્વારા ટેલિફોન કૉલ્સ અને મીટિંગ્સ દ્વારા મોટી સંખ્યામાં ગુજરાતના લોકો સાથે જોડાઇને કરવામાં આવ્યા હતા. દરમિયાન, નીતી આયોગના CEO અને અધિકાર પ્રાપ્ત સમૂહ-3ના ચેરમેન શ્રી અમિતાભ કાંત (જેઓ પોતે પણ NCC કેડેટ છે)ની અધ્યક્ષતામાં તાજેતરમાં એક વીડિયો કોન્ફરન્સ યોજાઇ હતી જેમાં તેમણે યોગદાન કવાયત અંતર્ગત NCC દ્વારા કરવામાં આવેલી કામગીરીની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, અમુક એવા કેટલાક ચોક્કસ ક્ષેત્રો છે જેના પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે જેમ કે, કોવિડના પ્રોટોકોલનું પાલન કરવાના સંદર્ભમાં નાગરિક સમુદાયને સહકાર વધારવા માટેની ઑનલાઇન પદ્ધતિઓના પગલાં વધુ સઘન કરવા, તેમજ વૃદ્ધાશ્રમોમાં વડીલોને શારીરિક અને માનસિક સહકાર આપવા માટે તેમના સુધી પહોંચવું.

ગુજરાત NCC નિદેશાલય ખૂબ ગૌરવ સાથે કહે છે કે, શ્રી અમિતાત કાંતે જ્યારે આ જરૂરિયાત હોવાનું જણાવ્યું ત્યારે ગુજરાત, દમણ અને દીવ, દાદરા અને નગર હવેલીમાં આ કામ પહેલાંથી જ ચાલી રહ્યું છે.

આ પણ વાંચો:  ગીરના પ્રાકૃતિકનો ખોબલે ખોબલે રસપાન કરાવતી નવલકથા : ‘અકૂપાર’

આ અભિયાનના તબક્કા-4નું આયોજન કરી દેવામાં આવ્યું છે અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પૂર્ણ થયા પછી, 23 જૂન 2021ના રોજની અસરથી તેનો અમલ કરવામાં આવશે. તેમાં NCC કેડેટ્સ કોરોના યોદ્ધાઓ એટલે કે ડૉક્ટરો, નર્સો, વૉર્ડ બોય્ઝ, એમ્બ્યુલન્સ ડ્રાઇવરો અને હોસ્પિટલના સ્ટાફ વગેરોનો સંપર્ક કરશે. આવા કટોકટીના સમયમાં પણ તેમણે આવી અદભૂત કામગીરી કરીને તેમને પ્રોત્સાહિત કર્યા તે બદલ તેઓ આ લોકોનો સંપર્ક કરશે. ગુજરાત, દાદરા અને નગર હવેલી, દમણ અને દીવના અધિક મહા નિદેશક મેજર જનરલ અરવિંદ કપૂરનો જ્યારે ફોન પર સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે જણાવ્યું હતું કે, #EkMaiSauKeLiye અભિયાન સાથે ગુજરાત નિદેશાલયના પ્રયાસો શક્ય હોય ત્યાં સુધી ચાલુ જ રાખવામાં આવશે અને તેમાં રાષ્ટ્ર નિર્માણને ધ્યાનમાં રાખીને સમગ્ર ગુજરાત રાજ્યમાં સામાજિક સેવા અને સામુદાયિક વિકાસની અર્થપૂર્ણ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે.

 

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment