Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / May 17.
Homeન્યૂઝCM ભૂપેન્દ્ર પટેલે આ 7 મોટા પડકારોનો કરવો પડશે સામનો

CM ભૂપેન્દ્ર પટેલે આ 7 મોટા પડકારોનો કરવો પડશે સામનો

bhupendra patel
Share Now

ગુજરાતમાં(Gujarat) આગામી વર્ષ 2022 માં વિધાનસભાની ચૂંટણી(202 Assembly Election) યોજાવાની છે. ત્યારે ચૂંટણીના 1 વર્ષ પહેલા જ ભાજપે(BJP) ગુજરાતમાં નેતૃત્વ પરીવર્તન કર્યું છે. ભાજપે વિજય રૂપાણીને(Vijay Rupani) મુખ્યમંત્રી પદેથી હટાવીને ભૂપેન્દ્ર પટેલને(Bhupendra Patel) સીએમ બનાવ્યા છે. અગાઉ 2017ની વિધાનસભાની ચૂંટણી પહેલા પણ ભાજપે આનંદીબેન પટેલને હટાવીને વિજય રૂપાણીને મુખ્યમંત્રી બનાવ્યા હતા. ત્યારે આ વખતે પણ એ જ રીતે ચૂંટણી પહેલા સીએમ બદલવામાં આવ્યા છે. ભાજપે ભલે ચૂંટણીને ધ્યાને રાખીને ભુપેન્દ્ર પટેલને સીએમ બનાવ્યા હોય પરંતુ ભુપેન્દ્ર પટેલ પાસે પોતાની જાતને સાબિત કરવા માટે માત્ર એક વર્ષનો જ સમય છે. અને તેમણે આ એક વર્ષમાં ઘણા મોટા પડકારો પાર પાડવાના છે. ત્યારે એવો જાણીએ ગુજરાતના નવા સીએમ સામે ક્યાં મોટા પડકારો રહેલા છે.

1. 2022 માં સત્તા વાપસી 

ગુજરાતમાં આગામી વર્ષ 2022 માં યોજાનારી ચૂંટણી ભુપેન્દ્ર પટેલને(Bhupendra Patel) સીએમ બનાવવાનું સૌથી મોટું કારણ હોવાનું કહેવાય છે. ભાજપ નવા ચહેરા સાથે ચૂંટણીમાં ઉતરવા માંગે છે. જેના કારણે તે વિજય રૂપાણીને હટાવીને ભૂપેન્દ્ર પટેલને સીએમ બનાવવામાં આવ્યા છે. ગુજરાતમાં ભાજપ છેલ્લા અઢી દાયકાથી સત્તામાં છે. પરંતુ આ વખતે કોરોનાકાળમાં સરકારની કામગીરીથી લોકો ઘણા નાખુશ થયા છે. જેને કારણે  પાર્ટીનો ગ્રાફ સતત નીચે જઈ રહ્યો છે. ત્યારે આવી સ્થિતિમાં ભૂપેન્દ્ર પટેલના(Bhupendra Patel) ખભા પર ભાજપની સત્તા વાપસી જ નહીં પણ સૌથી મોટો પડકાર પાર્ટીના ઘટતા ગ્રાફને ઉપર લઈ જવાનો છે.

bhupendra patel

આ પણ વાંચો:ઇસુદાન ગઢવીએ ભૂપેન્દ્ર પટેલને પાઠવ્યા અભિનદંન, કહ્યું રબર સ્ટેમ્પ મુખ્યમંત્રી

2. ભૂપેન્દ્ર પટેલ પાસે નથી સમય 

ભાજપે ભલે મુખ્યમંત્રીની ખુરશી ભૂપેન્દ્ર પટેલને સોંપી હોય, પરંતુ તેમની પાસે પોતાની જાતને સાબિત કરવા માટે સમય નથી. સમયનો અભાવ પણ તેમની સામે સૌથી મોટો પડકાર છે. ગુજરાતમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તેથી નવું વર્ષ શરૂ થતાં જ ચૂંટણી પ્રચાર તેજ થઇ જશે. આવી સ્થિતિમાં ભૂપેન્દ્ર પટેલ પાસે પોતાની જાતને સાબિત કરવા માટે એક વર્ષથી પણ ઓછો સમય બાકી છે. આમ તેમણે સરકારથી લઈને સંગઠન માટે કઇ કામ કરીને ખુદને સાબિત કરવા માટેનો સમય ખૂબ ઓછો છે. 

3. બ્યુરોક્રેસી પર લગામ

વિજય રૂપાણીની ખુરશી જવાનું એક મોટું કારણ બ્યૂરોક્રેસીનું વર્ચસ્વ પણ છે. રૂપાણી સરકારમાં બ્યૂરોક્રેસી કોઈનું સાંભળતી ન હતી. પાર્ટીના નેતાઓ અને ધારાસભ્યો આ બાબતે ખૂબ નારાજ હતા અને તેઓએ આ મુદ્દો અનેક વખત ઉઠાવ્યો હતો. આવી સ્થિતિમાં, હવે ભૂપેન્દ્ર પટેલ સામે પડકાર એ છે કે તેઓ બ્યૂરોક્રેસીને કેવી રીતે નિયંત્રિત કરે છે. અને કઈ રીતે તેમની સરકારને સરળતાથી ચલાવે છે.

4. અસરકારક ચહેરો બનવાનો પડકાર

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પાંચ વર્ષ સુધી સત્તામાં રહ્યા, પરંતુ રાજ્યમાં તેમનો રાજકીય પ્રતિભા ઊભી કરવામાં અસફળ રહ્યા હતા. તેમના કાર્યકાળ દરમિયાન, તેઓ વધારે બોલ્યા વગર અને લાઇમલાઇટથી દૂર રહીને પોતાનું કામ કરતા રહ્યા હતા. પરંતુ બંગાળની ચૂંટણી બાદ પાર્ટીમાં મુખ્યમંત્રી માટે માત્ર એક સ્વચ્છ છબી અને વિકાસ કાર્ય પૂરતું નથી, પરંતુ જનતામાં એક લાગણી હોવી જરૂરી છે કે વિકાસ થઈ રહ્યો છે.અને મુખ્યમંત્રીનો ચહેરો રાજ્યમાં અસરકારક હોવો જોઈએ. એટલું જ નહીં, તેમને પણ કામ કરવું પડશે અને તે કામ કરી રહ્યા છે તેવું દેખાડવું પણ પડશે. આવી સ્થિતિમાં, હવે ભૂપેન્દ્ર પટેલના ખભા પર જવાબદારી આપવામાં આવી છે, તો તેમની સામે એકમાત્ર મોટો પડકાર એ હશે કે કેવી રીતે મોટો ચહેરો બની શકાય અને તેમના ચહેરા સાથે 2022 માં ભાજપની હોડીને સરળતાથી પાર કરી શકાય. ભૂપેન્દ્ર પટેલને સ્વચ્છ નેતા માનવામાં આવે છે, અને તેમના પર એવો કોઇ આક્ષેપ નથી કે વિપક્ષ તેમના પર પ્રભુત્વ જમાવી શકે. 

5. કોરોનાનો આક્રોશ અને સત્તા વિરોધી લહેર 

કોરોનાની(Corona) બીજી લહેરમાં સરકારની કામગીરીથી ઘણા લોકો નાખુશ થયા છે. ત્યારે નવા મુખ્યમંત્રી સામે આ પણ એક મોટો પડકાર બની રહેવાનો છે.  વિજય રૂપાણી સરકારથી કોરોના મહામારીમાં લોકો ઘણા નાખુશ થયા છે. આવી સ્થિતિમાં, જ્યારે દેશમાં કોરોનાની ત્રીજી લહેરની ચર્ચા ચાલી રહી છે, ત્યારે ભૂપેન્દ્ર પટેલે આ માટે સંપૂર્ણ તૈયારી કરવી પડશે, જેથી જનતાનો વિશ્વાસ જીતી શકાય. એટલું જ નહીં, રાજ્યમાં 27 વર્ષથી સતત ભાજપની સરકાર છે, જેના કારણે ઘણા એવા મુદ્દા છે જેના પર વિપક્ષ સતત ભાજપને ઘેરી રહ્યું છે. અને ભાજપ સત્તા વિરોધી લહેરનો સામનો કરી રહી છે. આવી સ્થિતિમાં, કોરોના વિશેની નારાજગી દૂર કરવા સાથે એન્ટી ઈન્કમ્બન્સીને દૂર કરવાનો નવા સીએમ સામે પડકાર હશે.

6. પાટીદાર સમાજને સાધવાનું કાર્ય

ગુજરાતમાં ભાજપના રાજકીય મૂળ મજબૂત કરવા પાછળ પાટીદાર સમાજે મહત્વની ભૂમિકા ભજવી છે. રાજ્યના રાજકારણમાં પાટીદાર સમાજનું ખૂબ મહત્વ છે, જેને જોતા ભાજપે ફરી એક વખત રાજ્યમાં પટેલ કાર્ડ રમ્યું છે. ભૂપેન્દ્ર પટેલને પાટીદાર(Patidar) સમાજમાંથી આવવાને કારણે મુખ્યમંત્રીની ખુરશી મળી છે, જેના કારણે હવે તેમણે પોતાના સમાજને ભાજપ(BJP) સાથે મજબુત રીતે જોડવા પડશે. પાટીદાર અનામત આંદોલનને કારણે પાટીદાર સમાજ ભાજપથી દૂર થયો છે, જેના કારણે 2017 માં ભાજપ 100 બેઠકો પાર કરી શક્યો ન હતો. 2014 માં પાટીદારોને 60 ટકા મત મળ્યા હતા, જ્યારે 2017 ની વિધાનસભા ચૂંટણીમાં માત્ર 49.1 ટકા મત મળ્યા હતા. મતોનો આ ઘટાડો પાટીદાર અનામત આંદોલનને(Patidar Anamat Andolan) કારણે થયો હતો. ત્યારે ફરીથી પાટીદાર સમાજને ભાજપ સાથે જોડવો એ નવા મુખ્યમંત્રી સામે પડકાર રહેશે. 

7. સરકાર અને સંગઠન વચ્ચે સંકલન

ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળનાર ભૂપેન્દ્ર પટેલ સમક્ષ સૌથી મોટો પડકાર સરકાર અને સંગઠન વચ્ચે વધુ સંકલન જાળવવાનો રહેશે. વિજય રૂપાણી અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ(C R Patil) વચ્ચે સારું સંકલન નહતું. આવી સ્થિતિમાં રૂપાણીની જગ્યાએ સીએમ બનેલા ભૂપેન્દ્ર પટેલે(Bhupendra Patel) સરકાર અને સંગઠન સાથે સમાન સમન્વય જાળવવાની સાથે સાથે સંતુલન પણ જાળવવું પડશે. તેનું કારણ એ છે કે ચૂંટણીમાં સંગઠન અને સરકાર વચ્ચે સંકલનના અભાવને કારણે પાર્ટીને રાજકીય નુકશાન થવાનો ભય રહે છે. આવી સ્થિતિમાં નવા સીએમ આ પડકારોનો સામનો કેવી રીતે કરે છે તે જોવાનું રહેશે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment