Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeન્યૂઝગુજરાતમાં ત્રીજો મોરચો કેમ સફળ થયો નથી?

ગુજરાતમાં ત્રીજો મોરચો કેમ સફળ થયો નથી?

GUJARAT ELECTION
Share Now

ગુજરાતના(GUJARAT) રાજકારણમાં અત્યાર સુધી ભાજપ કોંગ્રેસ સિવાય ત્રીજો પક્ષ ચાલ્યો નથી. ગુજરાતમાં ઘણા દિગ્ગ્જ નેતાઓએ ત્રીજો પક્ષ રચીને ચૂંટણીમાં અજમાવ્યું છે. કેશુભાઈ પટેલ,ચીમનભાઈ પટેલ, શંકરસિંહ વાઘેલા, ગોરધન ઝડફિયા, મધુસુદન મિસ્ત્રી જેવા અનેક દિગ્ગ્જ્જોએ પોતાનો નવો પક્ષ રચ્યો હતો. પરંતુ આજ સુધી એક પણ પક્ષ ચાલ્યો નથી. ગુજરામાં અત્યાર સુધી જે પણ પક્ષો ત્રીજા મોરચા તરીકે આવ્યા એ તમામ પક્ષો છેલ્લે ભાજપ-કોંગ્રેસમાં વિલીન થઇ ગયા હતા. આમ ગુજરાતના રાજકીય ઇતિહાસમાં આજદીન સુધી બે મુખ્ય પક્ષો ભાજપ-કોંગ્રેસ સિવાય ત્રીજો પક્ષ ક્યારેય ફાવ્યો નથી.

ગુજરાતના રાજકરણમાં બનેલા પક્ષો કઈ પાર્ટીમાં જોડાયા

પક્ષનું નામ પક્ષના પ્રમુખ ક્યાં પક્ષમાં વિલીન થયા
જનસંઘ મોહનલાલ દીક્ષિત ભાજપ
સ્વતંત્ર પક્ષ ભાઈકાકા પટેલ કોંગ્રેસ
કિમલોપ ચીમનભાઈ પટેલ જનતા દળ
જનતા મોરચો બાબુભાઈ પટેલ જનતા પાર્ટી
જનતા પાર્ટી ઈન્દુભાઈ પટેલ ભાજપ
જનતા દળ (ગુ.) ચીમનભાઈ પટેલ કોંગ્રેસ

1 મે 1960ના રોજ મહારાષ્ટ્રથી અલગ થઈને અસ્તિત્વમાં આવેલા ગુજરાતમાં અત્યારસુધી ઘણા પક્ષો આવ્યા છે. અને આ તમામ પક્ષોના પ્રમુખો ગુજરાતના દિગ્ગ્જ નેતાઓમાંના હતા. પરંતુ મુખ્ય રાજકીય પક્ષ જેટલા કાર્યકરોના મજબૂત નેટવર્કના અભાવ તથા તેમની સાથેના સમાંતર અંતરના અભાવને લીધે ત્રીજા મોરચા તરીકે આવનાર પક્ષોનું બાળમરણ થતું રહ્યું છે. અને અંતે ભાજપ કોંગ્રેસ એમ બે મુખ્ય પક્ષમાં વિલીન થઇ ગયા છે.

KESUBHAI PATEL, SHANKARSINH VAGHELA

PC- TWEETER

ગુજરાતના દિગ્ગ્જ નેતાઓ કેમ થયા અસફળ?

ગુજરાતના(GUJARAT) દિગ્ગ્જ નેતાઓ દ્વારા બનાવવામાં આવેલા અત્યારસુધીના તમામ ત્રીજા મોરચા ક્યારેય સફળ રહ્યા નથી. ગુજરાતમાં ત્રીજા મોરચા માટે બનેલા તમામ પક્ષોનો ઇતિહાસ રહ્યો છે કે,આવા પક્ષો કાંતો પ-૧પ બેઠકો સાથે વિપક્ષમાં સ્થાન લઈ લે છે અથવા કોઈ મુખ્ય પક્ષને શાસન ચલાવવા માટે ટેકો જાહેર કરી દે છે. અને પછી તે પોતાને ફાવતા મુખ્ય રાજકીય પક્ષમાં વિલીન થઈ જાય છે. એનું મુખ્ય કારણ એ છે કે ગુજરાતમાં અત્યાર સુધી જે પણ ત્રીજા પક્ષો બન્યા તે તમામ પક્ષોના પ્રમુખો પહેલાથી મુખ્ય બે મુખ્ય રાજકીય પક્ષોમાં જોડાયેલા હતા. અને તેમને પક્ષમાં યોગ્ય સ્થાન ન મળતા અને તેમની અવગણના કરાતા તેઓ નારાજ થઈને પક્ષથી છુટા પડયા હતા. અને પોતાનો નવો પક્ષ બનાવ્યો હતો. ગુજરાતમાં અત્યારસુધી બનેલા તમામ ત્રીજા પક્ષોનો મુખ્ય ઉદ્દેશ્ય ક્યારેય સત્તા પરિવર્તન રાહ્યોજ નથી. તમામ ત્રીજા પક્ષો હંમેશા પોતે જે પક્ષથી નારાજ થયા હતા તેમની વોટ બેંકમાં ભંગાણ પાડવાનો રહ્યો છે. ક્યારેય સત્તા પરિવર્તન રાહ્યોજ નથી. માટે થઈને ગુજરાતના રાજકારણમાં આજ દિન સુધી ત્રીજો પક્ષ ક્યારેય ચાલ્યો નથી.

શું આમ આદમી પાર્ટી થશે સફળ?

ગુજરાતના રાજકારણમાં આજદીન સુધી ત્રીજો મોરચો ક્યારેય સફળ રહ્યો નથી. અને તેનું મુખ્ય કારણ એ છે કે ગુજરાતમાં બનેલા અત્યાર સુધીના તમામ ત્રીજા મોરચા એ મુખ્ય પક્ષોમાંથી છુટા પડીને બન્યા છે. અને તેમનો મુખ્ય ઉદ્દેશ્ય ક્યારેય સત્તા પરિવર્તનનો રહ્યો નથી. ત્યારે ફરી એકવાર ગુજરાતમાં ત્રીજા મોરચાને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. ગુજરાતના રાજકારણમાં આ વખતે આમ આદમી પાર્ટી મેદાને આવી છે. થોડા સમય પહેલા ગુજરાતમાં થયેલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ નોંધપાત્ર દેખાવ કર્યો હતો. અને સુરત મહાનગરપાલિકામાં 27 સીટોપર જીત મેળવીને ગુજરાતના રાજકારણમાં પગપેસારો કર્યો છે. સુરતમાં મેળવેલી 27 સીટોના કારણે આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટીની નોંધ લેવાઈ રહી છે. AAP ગુજરાતમાં ખુબજ ઝડપથી આગળ વધી રહ્યું છે. અને તેને જનસમર્થન પણ મળ રહ્યું છે. ત્યારે ગુજરાતમાં યોજાનાર 2022માં વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ભાજપ-કોંગ્રેસ-AAP વચ્ચે ત્રિપાંખીયો જંગ થવાનો છે.

AAM ADMI PARTY GUJARAT

IMAGE CREDIT- TWITTER @ARVIND KEJRIWAL

AAP સામે છે મોટા પડકારો

ગુજરાતમાં થયેલ સ્થાનિક સ્વારાજની ચૂંટણીમાં નોંધપાત્ર પ્રદર્શન કર્યા બાદ હવે આમ આદમી પાર્ટી વિધાનસભાની ચૂંટણીઓમાં લાગી ગયું છે. ત્યારે આમ આદમી પાર્ટી સામે ઘણા પડકારો રહેલા છે. ગુજરાતની સ્થાનિક સ્વારાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ નોંધપાત્ર પ્રદર્શન કર્યું હતું. પરંતુ સુરત સિવાય બાકીની જે પણ જગ્યાએ AAPના ઉમેદવારો ઉભા રહ્યા હતા તેમાંથી મોટા ભાગની જગ્યાએ આમ આદમી પાર્ટીની ડિપોઝીટ ડુલ થઈ ગઈ હતી. અને તેનું મુખ્ય કારણ એ હતું કે તેમની પાસે એટલા મોટા પ્રમાણમાં સંગઠન ન્હોતુ. ત્યારે ગુજરાતની વિધાનસભામાં પ્રવેશ કરવા માટે AAP સામે ગુજરાતમાં પોતાનું સંગઠન મજબૂત કરવાનો સૌથી મોટો પડકાર રહેલો છે. કેમ કે અગાઉ પણ જેટલા ત્રીજા મોરચા આવ્યા એ તમામ સંગઠનના અભાવે વિખેરાઈ ગયા હતા. અને મુખ્ય રાજકીય પક્ષોમાં વિલીન થઇ ગયા હતા. બીજું પાટીદાર સમાજ વર્ષોથી ભાજપ સાથે રહેલો છે. ત્યારે પાટીદાર સમાજને પોતાના તરફ ખેંચવો તેમજ અસુદ્દીન ઓવેશીની પાર્ટી AIMIM પણ ગુજરાતમાં ચૂંટણી લડવાની છે. જેને લઈને મુસ્લિમ વોટરને પોતાના તરફ કઈ રીતે ખેંચવા? આ તમામ પડકારો સામે AAP કઈ રીતે આગલ વધે છે? તે જોવું રહ્યું.

આ પણ વાંચો:શરદ પવારે બોલાવી વિપક્ષીય દળોની બેઠક, પ્રશાંત કિશોરના સક્રિય રાજનીતિમાં આવવાના સંકેત

કેમ લેવાઈ રહી છે AAPની નોંધ

નિષ્ણાતોના મતે ગુજરાતમાં(GUJARAT) છેલ્લા 25વર્ષથી ભાજપની સરકાર રહેલી છે. અને વિપક્ષ તરીકે કોંગ્રેસ પ્રજાની નસ પારખવામાં નબળી પુરવાર થઇ છે. ત્યારે ગુજરાતનો ખુબ મોટો વર્ગ પરિવર્તન ઈચ્છી રહ્યો છે.પરંતુ કોંગ્રેસની નિષ્ક્રિયતાને લીધે અને ચૂંટણી સમયે ભાજપના ધુંઆધાર પ્રચાર સમયે લોકોને ભાજપ સિવાય કોઈ વિકલ્પ દેખાતો નથી. ત્યારે AAP દ્વારા સ્થાનિક સ્વારાજની ચૂંટણીમાં નોંધપાત્ર દેખાવ કર્યા બાદ ગુજરાતમાં ઘણા લોકો ભાજપના વિકલ્પ તરીકે AAPને જોઈ રહ્યા છે. અને તેથીજ તેને જનસમર્થન પણ ખુબ મળી રહ્યું છે. બીજું કે આમ આદમી પાર્ટીમાં ગુજરાતની ઘણી જાણીતી હસ્તીઓ પણ જોડાઈ રહી છે. પત્રકાર ઈસુદાન ગઢવી, મહીપતસિંહ ચૌહાણ, ગાયક વિજય સુંવાળા જેવા સેલિબ્રિટીઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. તે સિવાય ભાજપના ઘણા કાર્યકર્તાઓ અત્યાર સુધી ભાજપ છોડીને AAPમાં જોડાઈ ગયા છે. તેમજ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ ગુજરાત તરફ વિશેષ ધ્યાન આપી રહ્યા છે. તેને લીધે હાલ ભાજપ કોંગ્રેસ સિવાય પણ સૌથી વધુ આમ આદમી પાર્ટીની નોંધ લેવાઈ રહી છે.

CHHOTU VASAVA, ASUDDIN OWAISI

PC- TWEETER

વિધાનસભાની ચૂંટણીને લઈને કયો પક્ષ છે મજબૂત?

ગુજરાત(GUJARAT) વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષોએ અત્યારથીજ કમર કસી છે. આ વખતે ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ-AAP વચ્ચે ત્રિપાંખીયો જંગ થવાનો છે. પરંતુ એ સિવાય અસુદ્દીન ઓવૈશીની પાર્ટી AIMIM અને BTP પણ પોતાના ઉમેદવારો ઉભા રાખવાના છે. આ બધી પરિસ્થિતમાં હાલતો કોંગ્રેસને સૌથી મોટો ખતરો હોય તેવું લાગી રહ્યું છે. કારણકે ગુજરાતમાં AIMIMની એન્ટ્રીથી મુસ્લિમ સમાજ કોંગ્રેસથી અળગો થઇ ગયો છે. અને તે આપણને સ્થાનિક સ્વારાજની ચૂંટણીમાં જોવા મળ્યું. સાથેજ આદિવાસી પટ્ટામાં BTPનું વર્ચસ્વ બીજી પાર્ટીઓને નડી શકે એમ છે. બીજી બાજુ AAP ગુજરાતમાં(GUJARAT) ખુબજ ઝડપથી આગળ વધી રહ્યું છે. ભાજપ પણ સંગઠનની દ્રષ્ટિએ ખુબજ મજબૂત લાગી રહ્યું છે. પરંતુ કોંગ્રેની વાત કરવામાં આવેતો ગુજરાતમાં કોંગ્રેસ પાસે સ્થાનિક નેતૃત્વ જ નથી. અને અત્યારથીજ કોંગ્રેસનો જૂથવાદ સામે આવી રહ્યો છે. આ બધી પરિસ્થિતિમાં AIMIMI ,BTP અને AAPની એન્ટ્રીથી ભાજપ-કોંગ્રેસને ઘણી તકલીફ પડી શકે એમ છે. નિષ્ણાતોના મતે AIMIM ના કારણે ભાજપનો હિન્દુત્વનો એજન્ડા કામ આવી શકે છે અને તેમને ફાયદો થઇ શકે છે. પરંતુ બીજી બાજુ આમ આદમી પાર્ટીની સક્રિયતા ભાજપ-કોંગ્રેસ બન્નેને નુકશાન પહોંચાડી શકે તેમ છે. આમ ગુજરાતમાં યોજાનાર 2022ની વિધાનસભાની ચૂંટણી ખુબજ રોમાંચક બની રહેવાની છે.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment