હિન્દ મહાસાગર તરફથી ફુંકાઇ રહ્યો છે, ગુજરાત તરફ ચોમાસું તીવ્ર ગતિએ આગળ આવી રહ્યું છે. સૌરાષ્ટ્ર (Saurashtra) માં ભારે ઉકળાટ અને બફારો જોવા મળી રહ્યો છે. નેઋૃત્વ ચોમાસું કેરળ (Keral) થઈને ગોવા અને મહારાષ્ટ્ર (Maharashtra) ના મુંબઈ (Mumbai) બાદ દક્ષિણ ગુજરાત (South Gujarat) માં પ્રવેશી રહ્યું છે.
ગરમીનો પારો 40 ડિગ્રીને પાર
શનિવારે અમદાવાદ સહિત પાંચ શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર કરી કરી ગઈ છે. ત્યારે અમદાવાદના લોકો વરસાદ(Gujarat Rain)ની રાહ જોઇ રહ્યાં છે ત્યારે 15 જૂન સુધી ભારે વરસાદની ( Gujarat Rain Alert ) શક્યતા નહિવત છે. જો કે થોડો પણ વરસાદ આવી જાય તો અમદાવાદીઓ વરસાદને માણવા બહાર નીકળી જાય છે, અને વરસાદ બંધ થતાની સાથે જ ગરમાગરમ ભજીયા અને દાળવડાની મોજ માણવા લાગે છે. કોરોનાની આ પરિસ્થિતિમાં પણ અમદાવાદીઓ આ ગરમ ગરમ ચા સાથે ભજીયાની મજા માણ્યા વગર રહેતા નથી. જો કે સરકારના કડક નિયમોનું પાલન પણ કરવામાં આવે છે.
PC: Google Image
- 3 જૂનના રોજ કેરળમાં ચોમાસાનું આગમન
- ચોમાસું દીવ, સુરતથી આગળ વધી રહ્યું છે
- અમદાવાદ અને ઉત્તર ગુજરાતમાં 15 થી 16 જૂન સુધીમાં વરસાદ
બંગાળની ખાડીમાં ઉત્તર તરફ લો પ્રેસર અને અરબી સમુદ્રમાં દક્ષિણ પશ્ચિમના પવનો વધુ તેજ બનતાં નેઋત્વ ચોમાસું ઝડપી બન્યું હતું. વરસાદની શરુઆત 1 જૂનના રોજ કેરળમાં થઇ જાય છે, પણ આ વખતે 3 જૂનના રોજ કેરળમાં ચોમાસાનું આગમન થયું હતું.
સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે આગાહી કરી છે કે, અમદાવાદ અને ઉત્તર ગુજરાતમાં 15 થી 16 જૂન સુધીમાં વરસાદ થઇ શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચોમાસું દીવ, સુરતથી આગળ વધી રહ્યું છે. ઉત્તર ગુજરાતમાં (North Gujarat) માં પણ આગામી 15 થી 16 જૂન સુધીમાં વરસાદ થઇ શકે છે. આગામી 5 દિવસ માટે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના પ્રદેશો અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
Pc: Weather
આગામી 5 દિવસ માટે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના પ્રદેશો અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દર વર્ષે ચોમાસા (Monsoon) ની પેટર્ન અલગ અલગ હોય છે અને સામે અલ-નીનો અને લા-નીનોની અસર પણ જોવા મળે છે. જે વાદળો બનતા હોય તે બંધાઈ શકે નહીં અને વરસાદ મોડો વર્ષે તે અલનીનોની અસર હોય છે. પણ આ વર્ષે દક્ષિણ-પશ્ચિમી પવનથી વધુ તીવ્ર બનતા વાદળો ઘેરાઈ રહ્યા છે અને જેના કારણે આ વાદળો બંધાઇ પણ રહ્યા છે.
આ પણ વાંચો: ‘રિશ્ક હૈ તૌ ઇશ્ક હૈ’ સ્કેમ 1992 એ વિશ્વમાં મેળવી આ સિદ્વિ