Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / May 18.
Homeન્યૂઝગરમીથી ત્રાસિ ગયેલા લોકો માટે મેઘરાજા થયા મહેરબાન

ગરમીથી ત્રાસિ ગયેલા લોકો માટે મેઘરાજા થયા મહેરબાન

Gujarat Rain
Share Now

અમદાવાદમાં કાલ રાતથી ધોધમાર વરસાદ ( Ahmedabad Rain) વરસી રહ્યો છે, ત્યારે કાલ રાતથી શરુ થયેલા વરસાદને કારણે જગ્યા જગ્યાએ પાણી ભરાઇ ગયા હતા. હવામાન વિભાગે આપેલી આગાહી પ્રમાણે 17 થી 18 જુન સુધીમાં રાજ્યમાં હળવાથી સામાન્ય વરસાદની સંભાવના હતી. અમદાવાદમાં ગરમીનો પારો ઘણા દિવસોથી વધી ગયો તેવામાં ગરમીથી ત્રાસિ ગયેલા લોકો માટે મેઘરાજા (Ahmedabad Rain) જાણે મહેરબાન થઇ ગયા હોય તેવી સ્થિતિ બે દિવસથી અમદાવાદમાં જોવા મળી હતી.

કાલરાતથી વરસાદની એન્ટ્રી 

 

અમદાવાદમાં વરસાદ (Ahmedabad Rain)કાલ રાતતી કડાકા ભડાકા સાથે વરસી રહ્યો હતો. ત્યારે રાત્રે એસજી હાઇવે , ગોતા અને વાડજ સુધી સામાન્ય વરસાદ વરસી રહ્યો હતો. પણ વાડજથી ઇન્કમટેક્ષ વાળા પટ્ટામાં ધોધમાર વીજળી સાથે વરસાદ વરસી રહ્યો હતો. અને ઠેરઠેર પાણી પણ ભરાઇ ગયા હતા.

17 અને 18 જૂન સુધીમાં રાજ્યમાં હળવાથી સામાન્ય વરસાદ

હવામાન વિભાગની આગાહી હતી કે, 17 અને 18 જૂન સુધીમાં રાજ્યમાં હળવાથી સામાન્ય વરસાદ વરસવાની સંભાવના છે.  આ સહિત ગુજરાતના અનેક જીલ્લાઓમાં વરસાદ વરસશે. હાલ કચ્છમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં આજે બપોરે 2:30 વાગ્યા બાદ વરસાદની ભારે પવન સાથે એન્ટ્રી થઇ હતી. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

Ahmedabad rain

PC: PTI

  • 3 જૂનના રોજ કેરળમાં ચોમાસાનું આગમન
  • 20 જૂન સુધીમાં અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદ 
  • ચોમાસું દીવ, સુરતથી આગળ વધી રહ્યું છે
  • રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 6.24 મિલીમીટર વરસાદ
  • સૌથી વધુ 3.5 ઈંચ વરસાદ ખેડામાં
  • ગુજરાતના 22 જિલ્લાના 82 તાલુકાઓમાં વરસાદ નોંધાયો

હવામાન વિભાગની આગાહી 

હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ 20-21 જૂનથી વરસાદ વધવાની આશંકા છે. 20 જૂન સુધીમાં અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 93 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં આણંદમાં સૌથી વધારે અઢી ઈંચ તો ખેડાના વસોમાં 2.4 ઇંચ વરસાદ પડ્યો છે. આ સિવાય 18 જુને અમદાવાદ, આણંદ, કચ્છમાં 19 મી જુને અમદાવાદ, ખેડા અને ગાંધીનગરમાં વરસાદ વરસી શકે છે. રાજ્યમાં ચોમાસુ દક્ષિણ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 6.24 મિલીમીટર વરસાદ નોંધાયો છે. સૌથી વધુ 3.5 ઈંચ વરસાદ ખેડામાં નોંધાયો છે. ગુજરાતના 22 જિલ્લાના 82 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો.

આ પણ વાંચો:  રૂપાણીના મંત્રીમંડળમાં થશે ફેરફાર?

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment