Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / June 27.
Homeન્યૂઝGujarat સરકાર દ્વારા લેવાયો નિર્ણય, આ વર્ષે ફક્ત શેરી ગરબા જ યોજાશે

Gujarat સરકાર દ્વારા લેવાયો નિર્ણય, આ વર્ષે ફક્ત શેરી ગરબા જ યોજાશે

Gujarat
Share Now

કોરોના સંકટ હવે ગુજરાત(Gujarat)માં નહીંવત છે અને નવરાત્રિ પણ નજીક આવી રહી છે. ગુજરાત સરકારે ખૈલિયાઓને રાજી કરી દીધા છે. કોરોના મહામારીના લીધે છેલ્લા 2 વર્ષથી ઘણા બધા તહેવારોમાં ખૂલીને આનંદ માણવા મળતો નથી. કોરોના ગાઈડલાઈનનું પાલન કરવુ અત્યંત આવશ્યક થઈ ગયુ છે.

કોરોનાકાળના 2 વર્ષ બાદ ગુજરાત(Gujarat)માં નવરાત્રિમાં ગરબા કરવાની પરવાનગી આપવામાં આવી છે. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે શેરી ગરબા કરવાની મંજૂરી આપી છે. આ જાહેરાત રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવેલી છે.

આટલી બાબતોની મંજૂરી સાથે નવરાત્રિનું આયોજન

 • ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા લેવામાં આવ્યો નવરાત્રિ માટે ખાસ નિર્ણય
 • આ વર્ષે ફક્ત શેરી ગરબાનું જ આયોજન કરવામાં આવશે.
 • ક્લબ કે  પાર્ટી પ્લોટમાં ગરબાનું આયોજન કરવામાં આવશે નહીં.
 • 12 થી 6 વાગ્યે સુધી રહેશે રાત્રિ કર્ફ્યૂ
 • ગુજરાતના ખૈલિયાઓમાં આનંદનો માહોલ સર્જાયો 

આ પણ વાંચોઃ- સિંહ કે વાઘ પર નહીં, સિંહાસન પર બિરાજમાન સાક્ષાત મા અંબે

ગૃહવિભાગ દ્વારા કરવામાં આવેલી જાહેરાત પ્રમાણે, ક્લબ કે પછી પાર્ટીપ્લોટમાં ગરબાનું આયોજન કરવામાં આવશે નહીં. ફક્ત સોસાયટી અને શેરી ગરબાનું જ આયોજન કરવામાં આવશે.

નવરાત્રિ દરમિયાન રાત્રી કર્ફ્યૂ સમયમાં પણ ફેરફાર કરવાની જાહેરાત કરી છે. રાત્રી કર્ફ્યૂનો સમયગાળો રાત્રે 12થી સવારના 6 વાગ્યા સુધીનો રહેશે. રાજ્ય સરકારના નિર્ણયના પગલે ખૈલિયાઓમાં આનંદનો માહોલ જોવા મળ્યો છે.

આ સાથે અન્ય ઘણાં પરિવર્તનો કરવામાં આવ્યા છે,

 • 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ હવે 25-09-2021ના રાતના 12થી તાઃ- 10-10-2021 સવારે 6 વાગ્યા સુધી અમલમાં રહેશે.
 • નવારાત્રિ પર્વની ઊજવણીમાં 400 વ્યક્તિઓની મર્યાદા રહેશે.
 •  લગ્ન પ્રસંગોમાં 150 વ્યક્તિઓની જગ્યાએ હવે 400 વ્યક્તિઓને સામેલ કરી શકાશે.
 • ઉજવણીમાં ભાગ લેનારા માટે કોરોના વેક્સિનના બે ડોઝ હિતાવહ રહેશે.
 • આયોજનોમાં લાઉડસ્પીકર અંગેના સુપ્રિમ કોર્ટના આદેશોનું પાલન અનિવાર્ય
 • ક્લબો તેમજ કોમર્શિયલ નવરાત્રિની ઉજવણીની મંજૂરી આપવામાં આવી નથી.
 • અંતિમક્રિયા-દફનવિધિમાં વધારો કરીને હવે 100 વ્યક્તિઓની મર્યાદા રહેશે.
 • રેસ્ટોરન્ટ રાત્રિના 10 વાગે સુધી મંજૂરી ક્ષમતાના 75% સાથે ચાલુ રાખી શકાશે
 • જાહેર બાગ બગીચા હવે રાતના 10 વાગ્યા સુધી ખુલ્લા રહેશે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment