આજે ગુજરાત યુનિવર્સિટીનો 73મો સ્થાપના દિવસ છે .તો જેની યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં ઉજવણી કરવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓને આજે એક દિવસની જાહેર રજા પણ આપવામાં આવી છે. ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના 23 નવેમ્બર 1949ના રોજ થઈ હતી.તો યુનિવર્સીટીમાં સ્થાપના દિવસ નિમિતે અલગ અલગ રંગોળી બનાવવામાં આવી છે. તેની સાથે જ અલગ અલગ કાર્યક્રમ રાખવામાં આવ્યા છે. યુનિવર્સિટીના તમામ પ્રોફેસર અને ફેકલ્ટી ઉજવણીમાં ભાગ લેવામાં આવશે.
તો બીજી તરફ આવતીકાલથી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ ઓફલાઈન પરીક્ષા આપશે. આ માટે પરીક્ષા વિભાગ દ્વારા તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે.તો સાથે જ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આજે એક મોટો નિર્ણય કરવામાં આવી રહ્યો છે.
ગુજરાત યુનિવર્સિટીના(Gujarat University) વિદ્યાર્થીઓ અડધી રાત્રે પણ પરીક્ષા આપી શકશે
ગુજરાતમાં સૌ પ્રથમ વખત GUના PGના વિદ્યાર્થીઓને ઓન ડિમાન્ડ પરીક્ષાનો વિકલ્પ મળશે.તો સાથે જ આ નિર્ણમાં ગુજરાત યુનિવર્સિટીના(Gujarat University) વિદ્યાર્થીઓ અડધી રાત્રે પણ પરીક્ષા આપી શકશે. ગુજરાતમાં સૌ પ્રથમ વખત GUના PGના વિદ્યાર્થીઓને ઓન ડિમાન્ડ પરીક્ષાનો વિકલ્પ આપવામાં આવશે. ગુજરાત યુનિવર્સિટીમાં PGના કોર્ષમાં વિદ્યાર્થીઓની ઓન ડિમાન્ડ પર પરીક્ષા લેવાશે. જેમાં PGના વિદ્યાર્થી ઈચ્છે ત્યારે ઓનલાઇન પરીક્ષા આપી શકશે. જ્યારે UGના વિદ્યાર્થીને ઓનલાઇન અને ઓફલાઈન વિકલ્પ આપવામાં આવશે.
કોરોના બાદ શિક્ષણની પરિસ્થિતિ બદલાઈ છે જેમાં પરીક્ષાની પદ્ધતિ પણ બદલાઈ હોવાનો આ પહેલો નિર્ણય છે.તો સાથે જ કોરોના બાદ તેમનો આ મહત્વનો નિર્ણય જોવા મળ્યો હતો.
આ પણ વાંચો:સોમનાથ મંદિરે આજે રાત્રે 12 વાગ્યે સર્જાશે અલૌકિક ઘટના,જાણો કેવું દૃશ્ય જોવા મળશે
પરીક્ષાની પદ્ધતિ બદલતા GU એ PGના વિદ્યાર્થીઓએ માટે રાહત
કોરોના શરુ થયા બાદ શિક્ષણની પદ્ધતિ બદલાઈ છે, ત્યારે ગુજરાત યુનિવર્સિટીએ(Gujarat University)ઐતિહાસિક નિર્ણય લેતા પરીક્ષાની પદ્ધતિ બદલતા GU એ PGના વિદ્યાર્થીઓએ માટે રાહતની જાહેરાત કરી છે.તો PGના કોર્ષમાં વિદ્યાર્થીઓ માટે ઓન ડિમાન્ડ પરીક્ષા યોજવામાં આવશે. અને જેમાં વિદ્યાર્થી GU એ નક્કી કરેલા ધોરણ મુજબ પરીક્ષા આપી શકશે. તો સારી વાત એ છે કે તુરંત જ તેનું પરિણામ પણ મળી જશે.ઓન ડિમાન્ડ પદ્ધતિમાં વિદ્યાર્થીઓ ગમે ત્યારે ગમે ત્યાંથી પરીક્ષા આપી શકશે. જેમાં પરીક્ષા માટે કોઈ સમય સ્થાન નક્કી કરવામાં નહીં આવે.
વિદ્યાર્થીઓને માત્ર ઓનલાઈન પરીક્ષા જ આપવાની રહેશે.આ સાથે ઓફલાઇન પરીક્ષાનો વિકલ્પ તો રહેશે, પરંતુ ઓન ડિમાન્ડનો વિકલ્પ પણ આપવામાં આવશે.આ નિર્ણથી વિધાથીઓને રાહત મળશે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4