Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / July 2.
Homeન્યૂઝઈતિહાસમાં પ્રથમ વખત UPSCના ટોપ 10માં ગુજરાત:ગૌરવવંતો ગુજરાતી બન્યો કાર્તિક જિવાણી

ઈતિહાસમાં પ્રથમ વખત UPSCના ટોપ 10માં ગુજરાત:ગૌરવવંતો ગુજરાતી બન્યો કાર્તિક જિવાણી

Gujarat UPSC Topper Kartik Jivani Attempt 3rd Time Became 1st Gujarat Candidate to Spot in Top-10
Share Now

સુરત : UPSCએ 2020ની અંતિમ પરીક્ષાનું પરિણામ શુક્રવારે જાહેર થયું છે. જેમાં 70 વર્ષો બાદ ગુજરાતનું નામ ચમક્યું છે. વર્ષોથી વિદ્યાર્થીઓ યુપીએસસીની પરીક્ષામાં મહામહેનત છતાં પાસ થતા હોય છે. ગુજરાતની વાત કરીએ તો ટોપ 10માં આવતા વિદ્યાર્થીઓમાં તો દૂરની વાત છે પાસ થવું પણ અઘરૂ બાબત ગણાય છે. ત્યારે આજે એક સિતારો ગુજરાતના આકાશમાં ઝકળી ઉઠ્યો છે. કાર્તિક(Gujarat UPSC Topper Kartik Jivani)ની મહેનત રંગ લાવી છે અને સુરત સાથે ગુજરાતનું નામ રોશન કર્યું છે.

Gujarat UPSC Topper Kartik Jivani

Gujarat UPSC Topper Kartik Jivani

યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની ગત વર્ષે યોજાયેલ પરીક્ષામાં ગુજરાતના 13 તારલાઓ ઉતીર્ણ થયા છે. રાજ્યના 13 વિધાર્થીઓએ આ પરીક્ષા ક્રેક કરીને દેશભરમાં ઝંડો ગાળ્યો છે. સૌથી મહત્વની વાત એ છે કે ગુજરાતના 13 વિધાર્થીઓ પૈકી સુરતનો એક ઉમેદવાર તો દેશભરના ટોચના 10 ટોપ રેન્કરામાં શામેલ થયો છે. ગુજરાતના ઈતિહાસમાં એટલેકે 1960 બાદ 61 વર્ષમાં પ્રથમ વખત ગુજરાતનો કોઈ ઉમેદવાર ટોપ-10માં શામેલ થયો છે. પરીશ્રમ અને અથાગ મહેનતથી ગુજરાતનું નામ દેશ ફલક પર રોશન કરનાર આ સુરતી લાલાનું નામ છે કાર્તિક જિવાણી(Gujarat UPSC Topper Kartik Jivani).

આ પણ વાંચો  : 3 દાયકા અગાઉ 1000 અને આજે 60,000ને પાર નીકળેલ બોમ્બે સ્ટોક એક્સચેન્જની અત્યારસુધીની સફર પર એક નજર

આ વર્ષે ગુજરાતમાંથી ક્વોલિફાય થયેલા 13 ઉમેદવારોમાં બે યુવતીઓ અને 11 યુવકો છે. જેમાં સુરતના કાર્તિક જીવાણીએ દેશભરમાં આઠમો ક્રમ મેળવ્યો છે અને ગુજરાતમાં પહેલું સ્થાન પ્રાપ્ત કર્યું છે. રાયન ઈન્ટરનેશનલ સ્કુલથી 12મું ધોરણ પાસ કરીને કાર્તિકે મુંબઈથી એન્જીનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. વર્ષ 2019માં પણ સિવિલની પરિક્ષા પાસ કરી હતી, પણ ત્યારે રેન્ક ઓછો હોવાને કારણે તેનું સિલેક્શન આઈપીએસ માટે થયું હતું. પરંતુ કાર્તિકે આઈએએસ બનવા માટે મન મક્કમ કરી લીધુ હતું, તેને કારણે તેમણે પોતાની હૈદરાબાદમાં ટ્રેનિંગ દરમિયાન પણ આઈએએસની તૈયારી જારી રાખી. તેનો આ પ્રયત્ન રંગ લાવ્યો અને દેશભરમાં આઠમું સ્થાન હાંસિલ(Gujarat UPSC Topper Kartik Jivani) કર્યું. કાર્તિક સુરતમાં પિપલોદનો રહેવાસી છે. 

પિતાની આંખમાં હરખના આંસુ

કાર્તિકના પિતા નાગજીભાઈ જીવાણી વરાછા વિસ્તારમાં પેથોલોજિસ્ટ છે. તેમણે જણાવ્યું કે, કાર્તિકે જે ઉપલબ્ધિ હાંસિલ કરી છે તે તેની પોતાની મહેનત છે. પોતાની રીતે આની તૈયારી કરી અને પહેલી વાર આઈપીએસ અને પછી આઈએએસની પરીક્ષા પાસ કરી. કાર્તિક પોતાના મનમાં જે ગાંઠ બાંધી લે છે તે પૂરી કરીને રહે છે. કાર્તિકે ગુજરાતમાં છેલ્લા 70 વર્ષની યુપીએસસી પરીક્ષામાં રેકોર્ડ સ્થાપ્યો છે કેમ કે આ અગાઉ સુરતના પૂર્વ કલેક્ટર ધાવલ પટેલ દેશમાં 12માં સ્થાને રહ્યા હતા.

Gujarat UPSC Topper Kartik Jivani

761 ઉમેદવારોએ કરી Exam ક્રેક

આ વખતે કુલ 761 અભ્યાર્થીઓ પાસ થયા છે. સામાન્ય વર્ગના 263, ઈડબલ્યુએસ વર્ગથી 86, અન્ય પછાત વર્ગના 229 છે. અનુસૂચિત જાતિના 122 અને અનુસૂચિત જનજાતિના 61 ઉમેદવાર છે. ચાલુ વર્ષે આઈએએસના 180, આઈએફએસના 36 અને આઈપીએસના 200 પદો માટે પસંદગી કરવાની છે. કેન્દ્રીય સેવા ગ્રુપ-એ ના 302 અને ગ્રુપ બીની 118 જગ્યાઓ ખાલી છે. બેન્ચમાર્ક ડિસેબિલિટીવાળા 25 લોકો પણ છે. મેઈન પરીક્ષા માટે 10 હજારથી વધુ ઉમેદવારો સિલેક્ટ થયા હતા. મેઈન પરીક્ષામાં દેશના બે હજારથી વધુ ઉમેદવારો ઈન્ટરવ્યુ પ્રક્રિયા માટે સિલેક્ટ થયા હતા. ઈન્ટરવ્યુ પ્રક્રિયા ઓગસ્ટમાં શરૂ થઈ હતી અને થોડા દિવસ પહેલા જ પૂર્ણ થઈ હતી.

ઉલ્લેખનીય છે કે, યુનિયન પબ્લિક સર્વિસ કમિશનર દ્વારા ગત વર્ષ બાદ આ વર્ષે પણ કોરોનાને લીધે પ્રિલિમ,મેઈન અને ઈન્ટરવ્યુ સહિતની મોડી પ્રક્રિયા કરવામા આવતા ફાઈનલ પરિણામ મોડુ જાહેર થયુ છે અને ગત વર્ષ કરતા એક મહિનો મોડું પરિણામ આવ્યુ છે.

SPIPA ટોપરનું ગઢ 

યુપીએસી દ્વારા 151 ઉમેદવારોનું  પ્રોવિઝનલ લિસ્ટ પણ જાહેર કરાયુ છે. જેમાં આ વર્ષે  ટોપ 10 રેન્કમાં ગુજરાતના ઉમેદવારે સ્થાન મેળવ્યુ છે. રાજ્યની સરકારી તાલીમ સંસ્થા સ્પીપામાંથી ગયા વર્ષે 2020માં 128 ઉમેદવારો મેઈન માટે સિલેક્ટ થયા હતા અને તેમાંથી 41 ઉમેદવારો ઈન્ટરવ્યુ માટે સિલેક્ટ થયા હતા જ્યારે આ વર્ષે 95 ઉમેદવારો મેઈન પરીક્ષા માટે અને જેમાંથી 32થી 34 જેટલા ઉમેદવારો ઈન્ટરવ્યુ માટે સિલેક્ટ થયા હતા. ગત વર્ષે પણ ગુજરાતમાંથી 13 ઉમેદવારો ફાઈનલમાં ક્વોલિફાય થયા હતા અને જેમાં એક મહિલા ઉમેદવાર પણ હતા.

અત્રે નોંધનીય છે કે, ચાર વર્ષ પહેલા 2017માં ગુજરાતના ઉમેદવારે 6ઠ્ઠો રેન્ક મેળવ્યો હતો. ત્યારબાદ 2019માં કાર્તિક જીવાણીએ 94 અને 2020માં પણ કાર્તિક જીવાણી જ ગુજરાતમાં પ્રથમ રહેતા 84મો રેન્ક મેળવ્યો હતો.

SPIPA UPSC ટોપરનું ગઢ 

ઓવરઓલ પરીક્ષાના પરિણામની વાત કરીએ તો, યુપીએસસીમાં મુંબઈથી આઈઆઈટી ભણેલા બિહારના શુભમ કુમારે આ પ્રતિષ્ઠિત પરીક્ષામાં ટોપ કર્યું છે. ત્યારે બીજા ક્રમ પર એક છોકરીએ બાજી મારી છે, ભોપાલ મૈનિટથી ઈલેક્ટ્રીકલ એન્જીનિયરિંગથી બીટેક કરી ચૂકેલા જાગૃતિ અવસ્થા છોકરીઓમાં ટોપર બન્યા છે અને ઓવરઓલ બીજા ક્રમે આવ્યા છે. ત્રીજા ક્રમે અંકિતા જૈન પણ એન્જીનિયરિંગની વિદ્યાર્થી રહી ચૂકી છે. બન્ને મધ્યપ્રદેશની રહેવાસી છે.

બિહારના કટિહાર જિલ્લાના રહેવાસી શુભમે આઈઆઈટી મુંબઈમાંથી બીટેક સિવિલ એન્જિનિયરિંગ કર્યું છે. તેણે યુપીએસસીમાં ગઈ વખત પણ સફળતા મેળવી હતી. પણ તેનો ક્રમ 290 મો હતો. આ વખતે ત્રણ છોકરીઓએ ટોપ -5 માં સ્થાન મેળવ્યું છે. ત્યારે ટોપ -25 ઉમેદવારોમાંથી 12 છોકરીઓ છે. સિવિલ સર્વિસ મુખ્ય પરીક્ષા આ વર્ષે જાન્યુઆરીમાં લેવામાં આવી હતી. ઓગસ્ટ-સપ્ટેમ્બર 2021 માં સફળ ઉમેદવારોના ઈન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા.

ગુજરાતના ટોપર તારણાઓ અને તેમના રેન્ક પર એક નજર 

ક્વોલિફાય ઉમેદવારો  રેન્ક

કાર્તિક જિવાણી        ૦૮

વલય વૈદ્ય             ૧૧૬

નિરજ શાહ             ૨૧૩

અંકિત રાજપુત        ૨૬૦

અતુલ ત્યાગી          ૨૯૧

સંજય કેશવાલા        ૩૬૮

હેમંત કલાલ           ૩૭૧

પિંકેશ પરમાર          ૩૮૦

આયુષી સુતરિયા       ૪૦૪

વિવેક ભેડા             ૪૬૫

સુમિત મકવાણા       ૫૫૬

કૌશિક મંગેરા           ૭૩૦

કોમલ મંગલમ          ૭૩૬

 

UPSC GUJARAT TOPPER LIST 2021 Result

આ પણ વાંચો  : ..તો પછી એક જ ચાર્જરથી થશે દુનિયાના તમામ ફોન ચાર્જ ? i-Phone ધારકો માટે માઠાં સમાચાર

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment