ભારતમાં ભાગ્યે જ કોઇ વ્યક્તિ એવી હશે જેણે જલેબી ન ખાધી હોય અથવા તેનું નામ ન સાંભળ્યું હોય.જલેબીનું( jalebi) નામ પડતાની સાથે જ મોં પર મિઠો સ્વાદ આવી જાય છે. ભારત સિવાય તે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ઇરાનની સાથે-સાથે તમામ આરબ રાષ્ટ્રોમાં પણ તે ખુબજ લોકપ્રિય વ્યંજન છે.તો સાથે જ તમને જણાવી દઇએ કે આ મીઠાઈને ભારતની રાષ્ટ્રીય મીઠાઈ માનવામાં આવે છે. પરંતુ આપને એ વાત જાણીને હેરાન થઇ જશો કે, જલેબી ભારતીય મિઠાઇ ખાસ કરીને ગુજરાતી મિઠાઇ નથી. આ મીઠાઇ વિદેશથી આવી છે પરંતુ તે ભારતના દરેક ખુણે ફેમસ જોવા મળે છે.
સ્વાદિષ્ટ મીઠાઈ જલેબી( jalebi) આખરે આવી ક્યાંથી? જાણો કઈ રીતે થયો ભારતમાં પ્રવેશ!
કોઇ પ્રંસગ હોય અને જલેબી ના હોય તેવું તો ઓછા કિસ્સાઓમાં બને છે. ખાસ કરીને ગુજરાતમાં આ જલેબીનું વધારે પ્રમાણમાં જોવા મળે છે.જેમકે આ મિઠાઇ ગુજરાતની હોય તેમ ગુજરાતીઓના સ્વાદમાં ભળી ગઇ છે. કોઇ તહેવાર પર પણ ફાફડા જલેબી ખાતા જોવા મળે છે.કેટલાક લોકોનું માનવું છે કે, જલેબી મૂળરૂપે અરબી શબ્દ છે અને આ મીઠાઇનું સાચુ નામ છે જલાબિયા, મધ્યકાલીન પુસ્તક’ કિતાબ-અલ-તબીક’માં જલાબિયા નામની મીઠાઇનો ઉલ્લેખ મળી આવે છે. જેનો ઉદભવ પ. એશિયામાં થયો હતો તેવું કહેવામાં આવે છે.
તો ખાસ કરીને જલેબી લગ્ન પ્રસંગમાં બનાવવામાં આવે છે. આ સાથે ગુજરાતીઓ તો છાશવારે જલેબી ખાવાનું પસંદ કરતા હોય છે. પરંતુ આ મીઠાઇ વિદેશની ભેટ છે. આમ તો જલેબી નાની હોય છે. પરંતુ મધ્યપ્રદેશના ઇંદોરમાં તો 300 ગ્રામની એક જલેબી બનાવવામાં આવે છે.તો જલેબી જેવી જ બીજી મિઠાઇ પણ જોવા મળે છે.જેનુ નામ ઇમરતી છે.આ સાથે જ બજારમાં જલેબી જેવી જ બીજી એક મીઠાઇ પણ મળે છે તેને ઇમરતી કહે છે. બનાવવાની રીત તથા સ્વાદની રીતે જલેબીને મળતી આવે છે. જો કે, ઇમરતીની બનાવટ જરા જુદી હોય છે.
આ પણ વાંચો :એક એવું ગામ જ્યાં 40 વર્ષથી નથી સંભળાયો ભુલકાઓનો કલરવ..શું છે રોચક ઇતિહાસ ?
આ મીઠાઈનું અસલ નામ જલાબિયા છે
ભારત સિવાય જલેબી પાકિસ્તાન, બાંગ્લાદેશ, ઈરાન સહિત તમામ આરબ દેશોમાં ખુબ લોકપ્રિય છે. જોકે જલેબીને( jalebi) ભારતમાં રાષ્ટ્રીય માનવામાં આવે છે, પરંતુ આપને જાણીને હેરાની થશે જલેબી ભારતીય મીઠાઈ છે જ નહીં.તો આ એક વિદેશી મીઠાઈ છે ભારતના ખુણા ખુણામાં જાણીતી છે. મોટા ભાગે જલેબીને લોકો સાદી ખાવાનું જ પસંદ કરતા હોય છે .પરંતુ લોકો પનીર કે પછી ખોયા સાથે પણ જલેબીને ( jalebi)શોખથી ખાય છે. તો ચોમાસામાં કે પછી શિયાળામાં જલેબી ખાવાની અલગ જ મજા હોય છે.તો મોટા ભાગે જલેબી સાઈઝમાં નાની હોય છે. પરંતુ મધ્યપ્રદેશના ઈંદોર શહેરમાં 300 ગ્રામ વજનની એક જલેબી મળે છે.આ જલેબી ઈમરતી કહેવાય છે.
ઈમરતી બનાવવાની રીતથી લઈને સ્વાદ સુધી બધુ જ જલેબી જેવુ હોય છે. બનાવટમાં થોડો ફરક પડી જાય છે.કેટલાક લોકોનું માનવુ છે કે જલેબી મૂળ એક અરબી શબ્દ છે. આ મીઠાઈનું અસલ નામ જલાબિયા( jalebi) છે. મધ્યયુગની એક પુસ્તક ‘કિતાબ-અલ-તબીક’માં જલાબિયા નામક મીઠાઈનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેનો ઉદભવ પશ્ચિમ એશિયામાં થયો હતો. ઈરાનમાં જલેબીને જુલાબિયા કે પછી જુલુબિયા નામથી ઓળખાય છે. કહેવામાં આવે છે કે 500 વર્ષ પહેલા તુર્કી આક્રમણકારિયોં સાથે ભારત પહોંચ્યા હતા. અને હવે આ મીઠાઈ ભારતની જ ઓળખ બની ગઈ છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4