CNGના વધતાં ભાવને લઈને રીક્ષાચાલકો ઘણા સમયથી પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે. ત્યારે આજે અમદાવાદ સહિત અલગ અલગ જિલ્લાઓના રીક્ષા ચાલક યુનિયનના પ્રતિનિધિઓ તેમજ ટેક્સી ચાલક પ્રતિનિધિઓ બેઠક કરવાના છે. આ આંદોલનમાં હવે ટેક્સી ચાલકો પણ જોડાઈ ગયા છે. અમદાવાદ ખાતે યોજાનાર આ બેઠકમાં CNGના વધતાં ભાવ સામે કેવી રીતે લડત લડવી તે અંગે રણનીતિ તૈયાર કરવામાં આવશે. આગામી 15મી અને 16મી નવેમ્બરના રોજ રિક્ષાચાલકોએ રાજ્ય વ્યાપી હડતાળનું એલાન કર્યું છે.
રાજ્યભરના રીક્ષા ચાલકો કરશે હડતાળ
દેશમાં સતત પેટ્રોલ-ડીઝલના વધતાં ભાવ બાદ હવે CNGના વધતાં ભાવ લોકોની કમર તોડી રહ્યા છે. CNG ના વધતાં ભાવ સામે હવે ગુજરાતના રીક્ષા ચાલકો આંદોલન કરવાના મૂડમાં આવી ગયા છે. ગુજરાતના રીક્ષા ચાલકો 15 અને 16 નવેમ્બરે એક સાથે 36 કલાકની હડતાળ પર ઉતરશે. તેમજ ગુજરાત ભરમાં રીક્ષાચાલકો 14 તારીખે CNG ના વધતાં ભાવના વિરોધમાં કાળીપટ્ટી બાંધીને વિરોધ નોંધાવશે. 15 અને 16 તારીખે રાજ્યભરના રીક્ષા ચાલકો 36 કલાકની હડતાળ કરશે. રિક્ષા ચાલક સમિતિએ દાવો કર્યો છે કે, રાજ્યભરમાં 15 લાખ રીક્ષાના પૈડા થંભી જશે.
આ પણ વાંચો:માર્કેટિંગ યાર્ડમાં મગફળીની મબલક આવક, ટેકાના ભાવ ઓછા હોવાથી ખેડૂતો નિરાશ
રીક્ષા ચાલક યુનિયન 12 તારીખના રોજ રાજ્યપાલને આવેદન પત્ર આપીને પોતાની રજૂઆત કરશે. ત્યારે બાદ 14 નવેમ્બરના રોજ રાજયભરના રિક્ષાચાલકો કાળી પટ્ટી બાંધી વિરોધ નોંધાવશે. રિક્ષા ચાલકોએ CNGના ભાવમાં ઘટાડો કરવા તેમજ રિક્ષા ચાલકોને આર્થિક સહાય આપવાની તેમજ રીક્ષા ભાડું વધારવાની માંગ કરી છે. ગુજરાતના રીક્ષા ચાલકો 15 અને 16 નવેમ્બરે એક સાથે 36 કલાકની હડતાળ પર ઉતરશે
મંત્રી પૂર્ણેશ મોદી સાથે યોજાયી હતી બેઠક
થોડા દિવસ પહેલા મંત્રી પૂર્ણેશ મોદી સાથે રિક્ષા યુનિયનના યુનિયનના પ્રતિનિધિઓની એક બેઠક યોજાયી હતી. આ બેઠક ને લઈને કેટલાક રિક્ષા ચોક યુનિયનના પ્રતિનિધિઓએ આક્ષેપ કર્યા છે કે, મંત્રી પૂર્ણેશ મોદીએ બે-ત્રણ વ્યક્ત સાથે બેઠક કરીને ભાવ વધારો મંજૂર કર્યો છે. ત્યારે હવે રિક્ષા ચાલકોએ મિનિમમ ભાડું 18 રૂપિયાથી વધારીને 20 રૂપિયા કરવાની માંગ કરી છે. તેમજ સાથે પેટ્રોલ-ડીઝલણી જેમ CNG ના ભાવમાં પણ વેટ ઘટાડી રાહત આપવાની માંગ પણ કરી છે.
ઉલ્લેખનીય છે કે, CNGના વધતાં ભાવને લઈને રીક્ષાચાલકો ઘણા સમયથી પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે. ત્યારે આજે અમદાવાદ સહિત અલગ અલગ જિલ્લાઓના રીક્ષા ચાલક યુનિયનના પ્રતિનિધિઓ તેમજ ટેક્સી ચાલક પ્રતિનિધિઓ બેઠક કરવાના છે. આ આંદોલનમાં હવે ટેક્સી ચાલકો પણ જોડાઈ ગયા છે. અમદાવાદ ખાતે યોજાનાર આ બેઠકમાં CNGના વધતાં ભાવ સામે કેવી રીતે લડત લડવી તે અંગે રણનીતિ તૈયાર કરવામાં આવશે. આગામી 15મી અને 16મી નવેમ્બરના રોજ રિક્ષાચાલકોએ રાજ્ય વ્યાપી હડતાળનું એલાન કર્યું છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4