Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeન્યૂઝગુજરાતના CM વિજય રૂપાણીનું રાજીનામું, એક નજર રૂપાણીની રાજકીય કારર્કિદી પર

ગુજરાતના CM વિજય રૂપાણીનું રાજીનામું, એક નજર રૂપાણીની રાજકીય કારર્કિદી પર

gujarat cm rupani resign
Share Now

ગુજરાતની રાજનીતિમાં મોટી ઉથલપાથલ સર્જાઈ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સીએમ પદ પરથી રાજીનામુ આપ્યું છે. રાજ્યપાલના મળ્યા બાદ સીએમ રૂપાણીએ સીધી પત્રકાર પરિષદ સંબોધી હતી, જેમાં તેમણે આ જાહેરાત કરી છે. વિધાનસભાની ચૂંટણી પહેલા જ આ જાહેરાત અનેક સંકેત આપી રહી છે. તેમણે રાજીનામુ આપતા કહ્યું કે, મારા જેવા કાર્યકરને જે તક આપી તેના માટે આભારી છું. મેં રાજ્યપાલને મારું રાજીનામુ સોંપ્યુ છે. પાર્ટી મને આગળ જે જવાબદારી આપશે તે હું સ્વીકારીશ. પરંતુ ગુઅજરાતમાં સીએમનું અચાનક રાજીનામાથી ગુઅજરાતના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.જાણીયે ગુજરાતના સીએમ રૂપાણીની રાજકીય સફર વિષે..

વિજય રૂપાણી ભારતીય જનતા પક્ષનાં રાજનેતા છે. પશ્ચિમ રાજકોટનાં પ્રતિનિધિરૂપેએ ગુજરાત વિધાનસભાનાં સદસ્ય છે. એમણે 7 ઓગસ્ટ 2016ના રોજ ગુજરાત રાજ્યના 16માં મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. તેઓ ભારતીય જનતા પક્ષનાં રાજ્યાધ્યક્ષ પણ છે.

2 ઓગસ્ટ 1956ના રોજ બર્મા દેશના રંગૂન મહાનગરમાં વિજયભાઈનો જન્મ થયો હતો. તેમના પિતાનું નામ રમણિકલાલ અને માતાનું નામ માયાબેન છે. તેઓ જૈનધર્મનાં અનુયાયી હતા. રમણિકલાલ સપરિવાર 1960માં બર્માને છોડીને હંમેશાને માટે ભારત આવ્યા. પછી તેઓ ગુજરાતનાં રાજકોટમાં રહેવા લાગ્યા. વિજયભાઈ ધર્મેન્દ્રસિંહ મહાવિદ્યાલયમાંથી સ્નાતક થયા અને પછી સૌરાષ્ટ્ર વિશ્વવિદ્યાલયથી એલ.એલ.બી થયા.

1971 વર્ષથી વિજય રૂપાણી પક્ષનાં કાર્યકર્તા

રાજકોટમાં રસિકલાલ એન્ડ સન્સ નામના ફર્મમાં વિજય રૂપાણીએ સ્ટોક બ્રોકર તરીકે કામ કરતા હતા. આ ફર્મ તેમના પિતા રસિકલાલ દ્વારા ઉભું કરવામાં આવ્યું હતું. જે બાદ વિજય રૂપાણીએ તેમના કોલેજકાળ દરમિયાન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં જોડાયા હતા. જે બાદ વર્ષ 1971માં તેમને જનસંઘ સાથે જોડાયા હતા.અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં સક્રિય હતાં ત્યારથી વિજય રૂપાણી પોતાના જીવનને સાવર્જનિકપણે જીવવા લાગ્યા.પછી તે રાષ્ટ્રિય સ્વયં સેવક સંઘ સાથે અને જનસંઘ સાથે જોડાયા. ભારતીય જનતા પક્ષનાં સ્થાપનાનાં સમયથી અર્થાત્ 1971 વર્ષથી વિજય રૂપાણી પક્ષનાં કાર્યકર્તા છે. 1976 વર્ષમાં ભારતની કટોકટી વખતે વિજય રૂપાણી ભાવનગરનાં અને ભુજ-મહાનગરનાં કારાગારમાં બંદી હતા. એ બંને કારાગરોમાં એ 11 માસ સુધી હતાં.

1987 વર્ષે રાજકોટ મહાનગરપાલિકામાં સભ્ય તરીકે ચુંટાયા અને જલ નિકાસ સમિતિનાં અધ્યક્ષ બન્યા

વિજય રૂપાણી 1978 વર્ષથી 1981 સુધી રાષ્ટ્રિય સ્વયં સેવક સંઘના પ્રચારક પણ હતાં. 1987માં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં વિજય રૂપાણી પ્રથમવાર કોર્પોરેટર તરીકે ચૂંટાઇ આવ્યા, જે બાદ તેમને ડ્રેનેજ કમિટીના ચેરમેન પણ બનાવવામાં આવ્યા હતા. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 1988માં તેમને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા અને 1995માં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તેમને વર્ષ 1996થી 97 એટલે કે એક વર્ષ સુધી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનું મેયર પદ સંભાળ્યું હતું.

આ પણ જુઓ : ગુજરાત CM વિજય રૂપાણીએ આપ્યું રાજીનામુ

વર્ષ 2006 થી 2012 સુધી રાજ્ય સભાના સાંસદ વિજય રૂપાણી તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યના મુખ્યમંત્રી હતા, ત્યારે વર્ષ 2006માં વિજય રૂપાણીને ગુજરાત ટુરિઝમના ચેરમેન તરીકે નિયુક્ત કરાયા હતા. વર્ષ 2006 થી 2012 સુધી રાજ્ય સભાના સાંસદ તરીકે વિજય રૂપાણીને દિલ્હી મોકલવામાં આવ્યા હતા. જે બાદ ગુજરાત પરત ફરતા તેમને વર્ષ 2013માં ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન બનાવવામાં આવ્યા હતા. જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રી હતા, ત્યારે વિજય રૂપાણી ભાજપનાં ગુજરાત વિભાગનાં ચાર વાર અધ્યક્ષ, ગુજરાત મહાનગરપાલિકાનાં વિત્તવિભાગનાં એકવાર અધ્યક્ષ (2013) બન્યા.

cm rupani19 ફેબ્રુઆરી 2016 ના રોજ વિજય રૂપાણી ભાજપનાં ગુજરાત વિભાગનાં અધ્યક્ષ બન્યા. એમનાં પૂર્વ એ પદે આર. સી. ફળદું આરૂઢ હતા. 2014 ઓગસ્ટ માસમાં જ્યારે ગુજરાત વિધાનસભાનાં વક્તા વજુભાઈ પશ્ચિમ રાજકોટનાં વિધાયકત્વે ત્યાગપત્ર આપી કર્ણાટક-રાજ્યનાં રાજ્યપાલ બન્યા, ત્યારે ભાજપ-દળ દ્વારા વિજયભાઈનું નામાંકન એ રિક્ત સ્થાનની પૂર્તિ માટે થયું. વર્ષ 2014ના ઓગસ્ટમાં વજુભાઈ વાળાએ રાજીનામું આપતા રાજકોટ પશ્ચિમની બેઠકમાં વિજય રૂપાણીને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. આ પેટા ચૂંટણીમાં વિજય રૂપાણીની મોટી લીડ સાથે જીત થઇ હતી.

વર્ષ 2014ની લોકસભાની ચૂંટણીમાં ભાજપનો બહુમતીથી વિજય થયો હતો અને રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ષ 2014માં દેશના વડાપ્રધાન તરીકેની કાર્યભાર સંભાળ્યો હતો. જે બાદ રાજ્યના મુખ્યમંત્રી તરીકે આનંદીબેન પટેલની જાહેરાત કરવામાં આવી હતી. આનંદીબેન પટેલની સરકારમાં વિજય રૂપાણીને વાહન વ્યવહારનું ખાતુ સોપીને મંત્રી બનાવવામાં આવ્યા હતા. આ સાથે જ તેમને આર. સી. ફળદુ બાદ ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકેનો કારભાર પણ સોપવામાં આવ્યો હતો.

વર્ષ 2016થી રાજ્યના મુખ્યમંત્રી છે વિજય રૂપાણી તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે રાજીનામુ આપ્યા બાદ 7 ઓગસ્ટ 2016ના રોજ મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીના નામની જાહેરાત કરવામાં આવી હતી. 7 ઓગસ્ટના રોજ જ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. જે બાદ વર્ષ 2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી, જેમાં 99 બેઠકો સાથે ભાજપનો વિજય થયો હતો. જે બાદ પણ મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીને યથાવત્ રાખવામાં આવ્યા હતા.અને આજે એટલે કે ૧૧ ઓગસ્ટએ વિજયભાઈ રૂપાણીએ અચાનક રાજીનામુ આપ્યું જેથી રાજનીતિમાં ખળભળાટ મચી ગયો છે. ગુજરાતના મુખ્યમંત્રીપદેથી વિજય રૂપાણીએ અચાનક આપી દીધેલા રાજીનામા બાદ હવે શું થશે એ સૌથી મોટો પ્રશ્ન સર્જાયો છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment