Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeડિફેન્સમહેનત રંગ લાવી: ગુજરાતની દિકરીની USની નેવીમાં થઇ નિમણુક

મહેનત રંગ લાવી: ગુજરાતની દિકરીની USની નેવીમાં થઇ નિમણુક

US Navy
Share Now

અમેરિકાને કર્મભૂમિ બનાવનારા ગુજરાતીઓ હવે ત્યાં પણ અલગ-અલગ ક્ષેત્રોમાં પોતાનો ડંકો વગાડી રહ્યા છે. ચીખલીની પાટીદાર યુવતી 10 સપ્તાહની સખત તાલિમ લઈને અમેરિકન નેવી ફોર્સમાં નિમણૂંક પામી છે. ત્યારે ગુજરાતની દીકરીએ  ( Naitry Patel ) નૈત્રી  પટેલે મેળવેલી સિદ્ધિને અમેરિકામાં લોકોએ બિરદાવી છે. શિકાગોમાં નેવલબેઝ ટ્રેનિંગ કેમ્પસમાં 10 અઠવાડિયાની તાલીમ પુરી કરીને નૈત્રી પટેલે ( Naitry Patel ) નેવીમાં સેઈલર પદે નિમણૂંક મેળવી સમગ્ર તાલુકા અને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

કોણ છે નૈત્રી પટેલ

Naitry Patel 01

ચીખલી તાલુકાના વાંઝણા ગામના પાટીદાર સમાજના નિરવ દુર્લભભાઈ પટેલ ઘણા વર્ષથી નોકરી ધંધાર્થે અમદાવાદ સ્થાયી થયા હતા. તેમની દીકરી નૈત્રી પટેલે અમદાવાદમાં SSC સુધી અભ્યાસ કર્યો હતો. જે બાદ તેમનો પરિવાર 6 વર્ષ પૂર્વ અમેરિકા ગયો હતો. નૈત્રી પટેલે મિસિસિપિ યુનિવર્સિટીમાં કોલેજ કક્ષાનો અભ્યાસ કર્યો છે.

US Navy 1

  • શિકાગોમાં 10 અઠવાડિયા સુધી ટ્રેનિંગ કરી 
  • ચીખલીની પાટીદાર સમાજની પુત્રી આજે યુએસ નેવીમાં પસંદગી
  • અમદાવાદમાં SSC સુધી અભ્યાસ કર્યો
  • પરિવાર 6 વર્ષ પૂર્વ અમેરિકા ગયો

ગુજરાતની નૈત્રી પટેલે કોલેજના અભ્યાસ સાથે શિકાગોમાં આવેલા નેવલ બેઝ ટ્રેનિંગ સેન્ટરમાં નેવી બુટ કેમ્પમાં જોડાઇને 10 અઠવાડિયા સુધી તાલીમ મેળવી હતી. નવસારીનાં ચીખલી તાલુકાનાં વાંઝણા ગામનાં મૂળ વતની અને 2016માં અમેરિકા મિસિસિપીમાં જઈને વસતા ગુજરાતી પરિવારની દીકરીએ યુ.એસ. નેવીમાં નિમણૂંક પામી હતી.

નવસારીમાં લોકોમાં ખુશીનો માહોલ

Naitry Patel

મિસિસિપીમાં પોતાના નાના-નાનીના ઘરે ઉચ્ચ અભ્યાસ માટે પહોંચેલી ચીખલીની પાટીદાર સમાજની પુત્રી આજે યુએસ નેવીમાં પસંદગી પામતાં સમગ્ર પંથકમાં ખુશીની લહેર ફેલાઈ જવા પામી છે.  શિકાગો ખાતેનાં નેવલ બેઝ ટ્રેનિંગ સેન્ટરમાં 10 અઠવાડિયાની આકરી ટ્રેનિંગમાંથી પસાર થયા બાદ યુએસ નેવીમાં નિમણૂંક પામતાં નૈત્રી પટેલના પરિવારજનોનો ઉત્સાહ પણ સાતમા આસમાને પહોંચ્યો છે.

યુએસ નેવીમાં જોડાવવાનો નિર્ણય કર્યો

આ સ્થિતિમાં અમેરિકાના મિસિસિપી ખાતે રહેતા ચીખલીના વાંઝણા ગામની આ પાટીદાર પુત્રીએ ત્યાં જ પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. જે બાદ યુએસ નેવીમાં જોડાવવાનો નિર્ણય કર્યો હતો. એક તો યુએસ નેવીની દુનિયાભરમાં સૌથી સખત ગણાતી ટ્રેનિંગ અને તેમાં પણ યુવતી હોવાને કારણે શરૂઆતમાં આ પરિવારને પુત્રીના નિર્ણય પર થોડી શંકા-કુશંકા હતી.

નૈત્રી પટેલના ઉત્સાહ અને અદમ્ય સાહસની પાંખો સાથે નૈત્રી પટેલે 10 સપ્તાહની સખ્ત ટ્રેનિંગમાંથી પસાર થઈને અંતે યુએસ નેવીમાં સેઈલર પદે નિમણૂંક મેળવી હતી. જેથી પરિવારની સાથે ત્યાં વસતા ગુજરાતીઓએ પણ અભિનંદન આપતા આનંદ વ્યકત કર્યો હતો. નવસારી અને તેના મુળ વતન વાંઝણામાં પણ લોકોમાં ખુશીનો માહોલ છે.

 

આ પણ વાંચો:  અલવિદા ફ્લાઈંગ શીખ

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment