કોરોનાના કેસ ઓછા થઇ રહ્યા છે. ત્યારે ત્રીજી લહેરની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રાજ્યમાં પ્રથમ રાજકોટની એક એવી હોસ્પિટલ કે જેનું સ્થળાંતર આસાનીથી કરી શકાશે. ત્રીજી લહેર સામે સાવચેતી સંદર્ભે રાજકોટ કલેક્ટર તંત્રના માર્ગદર્શન હેઠળ સિવિલ હોસ્પિટલની પાછળ આવેલા ચૌધરી હાઈસ્કૂલના મેદાનમાં ઈન્ડો-અમેરિકન સ્ટાઈલથી સાડા ત્રણ કરોડના ખર્ચે પોર્ટેબલ હોસ્પિટલ ઉભી કરવાનું આયોજન એક મહિનો પહેલા કરવામાં આવ્યું હતું. જેમાં હાલ ચૌધરી હાઈસ્કૂલ ખાતે પોર્ટેબલ હોસ્પિટલનું આખુ પ્લેટફોર્મ ઉભુ કરી દેવામાં આવ્યું છે.
ઈન્ડો-અમેરિકન સંસ્થા દ્વારા ૩.૫ કરોડના ખર્ચે હોસ્પિટલનું નિર્માણ કરાયું
રાજકોટમાં કોરોનાની ત્રીજી લહેરની આશંકાને પગલે વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે. ચૌધરી હાઈસ્કૂલના કમ્પાઉન્ડમાં સ્થળાંતર કરી શકાય તેવી હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. ઈન્ડો-અમેરિકન સંસ્થા દ્વારા ૩.૫ કરોડના ખર્ચે હોસ્પિટલનું નિર્માણ કરાયું છે. આ સ્થળાંતર કરી શકાય તેવી હોસ્પિટલમાં 60 બેડની સુવિધા ઉપલબ્ધ છે. ખાસ ટેકનોલોજીની મદદથી આ હોસ્પિટલ તૈયાર કરાઈ છે. જેમાં એક ડોમમાં 20 કોરોના દર્દીઓ સારવાર લઇ શકશે. તેવી વ્યવાસ્થાઓ કરવામાં આવી છે. જેમાં 3 અલગ અલગ ડોમ છે. આ હોસ્પિટલની પ્રાથમિકતા કોરોનાના દર્દી રહેશે. પરંતુ જો કોનોના ના વધે તો સામાન્ય દર્દીઓ માટે તેનો ઉપયોગ કરવામાં આવશે.
આ પણ વાંચો : પાકિસ્તાનની અવળચંડાઈ, પાકિસ્તાને ઓખાની ફિશિંગ બોટ પર કર્યું ફાયરીંગ! એક માછીમારનું મોત
કોરોનાની ત્રીજી લહેર આવે તો દર્દીઓને તાત્કાલિક ત્યાં જ સારવાર મળી રહે તે માટે 100 બેડની હોસ્પિટલ ઉભી કરી દેવામાં આવી
જો કોરોનાની ત્રીજી લહેર આવે તો દર્દીઓને તાત્કાલિક ત્યાં જ સારવાર મળી રહે તે માટે 100 બેડની હોસ્પિટલ ઉભી કરી દેવામાં આવી છે. કોરોનાની ત્રીજી લહેર ન આવે તો પણ સાવચેતીરૂપે આ હોસ્પિટલ આગામી સમયમાં શરૂ કરી દેવામાં આવશે. જેમાં વારંવાર આવતા ચેપી રોગો ઈન્ડોર-આઉટડોર પેશન્ટ તે સહિતની મેડિકલ સુવિધા અંગેની તમામ કાર્યવાહી શરૂ થશે.તહેવાર પછી કેસો વધવાની આશંકાઓ છે ત્યારે પહેલાથી જ વહીવટી તંત્ર એલર્ટ થઇ ગયું છે અને તૈયારીઓ શરૂ કરી દીધી છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4