Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / August 12.
Homeસ્પોર્ટ્સગુજરાતનું ગૌરવ, 16 વર્ષનો શૂટર કઝાકિસ્તાન અને પેરૂમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે

ગુજરાતનું ગૌરવ, 16 વર્ષનો શૂટર કઝાકિસ્તાન અને પેરૂમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે

Bakhtiyaruddin Malik
Share Now

જાપાન ટોક્યોમાં ચાલી રહેલી ઓલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન એકંદરે સારૂ રહ્યું છે. ઘણા ખેલાડીઓ મેડલ મેળવી દેશનું નામ રોશન કર્યું છે, ત્યારે હવે વર્લ્ડ ટ્રેપ શૂટિંગમાં કઝાકિસ્તાનમાં અને પેરુમાં શોટ ગન વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સુરેન્દ્રનગરના દસાડાનો 16 વર્ષનો યુવાન ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

સુરેન્દ્રનગરના દસાડાના મુજાહિદખાન મલિકનો 16 વર્ષનો પુત્ર બખ્તિયારૂદિન મલિકે ટ્રેપ શૂટિંગ સ્પર્ધામાં ભારતની ટીમમાં સ્થાન મેળવ્યું છે. શૂટિંગ સ્પર્ધામાં ભારતની ટીમમાં સ્થાન મળતા પોતાના પરિવાર સહિત સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. બખ્તિયારૂદિન મલિક ઓગષ્ટ મહિનામાં અલમેટી કઝાકિસ્તાનમાં વર્લ્ડ ટ્રેપ શૂટિંગમાં અને સપ્ટેમ્બરમાં લીમાં પેરૂમાં શોટ ગન વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. વર્લ્ડ ચેમ્પિયન માનવજીતસિંધ સંધુના પાસે બખ્તિયારૂદિન મલિકે કોચિંગ ક્લાસ કર્યા હતા.

shooting

માત્ર 12 વર્ષની સૌથી નાની વયે બખ્તિયારૂદિન મલિકે ભારતના રિનાઉન્ડ શૂટર બની ઈતિહાસ પોતાના નામે કર્યો હતો. બખ્તિયારૂદિન આ સિવાય 2 વખત ટ્રેપ શૂટિંગ સ્પર્ધામાં અને 2 વખત સ્ટેટ ચેમ્પિયન રહી ચુક્યો છે.

આ પણ વાંચો : ઓલમ્પિકમાં ભારતીય મહિલા બોક્સર લવલીના ઇતિહાસ રચતા રચતા ચુક્યાં

ઉલ્લેખનીય છે કે શૂટરની બહેન શાદીયા મલિક પણ થોડા સમય અગાઉ પંજાબના પટિયાલા ખાતે યોજાયેલી ઓલ ઈન્ડિયા ટ્રેપ શૂટિંગ સ્પર્ધામાં એક સાથે બે ગોલ્ડ મેળવનારી ભારતની પ્રથમ યુવતી બની ઈતિહાસ રચ્યો હતો. 

Bakhtiyaruddin Malik Exercise

બખ્તિયારૂદિન પહેલેથી જ રમત ગમત પ્રત્યે રૂચિ ધરાવતો હતો, તે દરરોજના 20 કિમી હોર્સ રાઈડિંગ કરે છે. યોગ કરવાથી મન શાંત રહે છે અને પોતાનું જે લક્ષ્ય છે તેને કઈ રીતે પાર પાડી શકાય તે માટે દસાડાનો બખ્તિયારૂદિન મલિક નિયમિત યોગ કરે છે. કોઈ પણ સફળ ખેલાડીનો પાયો બાળપણમાં જ નંખાઈ જાય છે, બખ્તિયારૂદિનનો શૂટિંગ પ્રત્યેનો લગાવ તેના પરિવાર સહિત સમગ્ર ભારતનું નામ રોશન કરશે. ઈન્ટરનેશનલ ટ્રેપ શૂટિંગ સ્પર્ધામાં ભારતને મેડલ અપાવવું એ બખ્તિયારૂદિન મલિકનું લક્ષ્ય છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment