Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / October 7.
Homeન્યૂઝજીવના જોખમે ગુજકેટની પરીક્ષા

જીવના જોખમે ગુજકેટની પરીક્ષા

Gujcate
Share Now

જેવી રીતે ઈજનેર શાખા માટે JEE ની પરીક્ષા સરકારે નક્કી કરેલી છે. તેવી જ રીતે મેડિકલના વિદ્યાર્થીઓ માટે “ગુજકેટ”ની પરીક્ષા લેવામાં આવે છે. પરંતુ આ કોરોનાકાળ ચાલી રહ્યો છે. ત્યારે સરકારે આ સમયને ધ્યાનમાં રાખીને પણ, આગળ પડતો નિણઁય લઈને પરીક્ષા લેવાનું નક્કી કર્યું છે. તો કેટલાક વિદ્યાર્થીઓ આ બાબતે ખુબ જ ચિંતામાં છે, સાથે વાલીઓ પણ ખુબ ચિંતામાં છે. છતાં પણ હવે બધા જ નિયમોનું પાલન થાય. અને વિદ્યાર્થીઓ સુરક્ષિત રહે એવી આશ છે.

રાજકોટમાં ગુજકેટની પરીક્ષાના પ્રશ્નપત્રો સ્ટ્રોંગરૂમમાં સીલ, 6 ઓગસ્ટથી 40 બિલ્ડીંગ પર 8,900 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

નોન-વેક્સિનેટેડ વિદ્યાર્થીઓ પરીક્ષા દરમિયાન સંક્રમિત થાય તો જવાબદાર કોણ?

કોરોનાની બીજી ઘાતક લહેરના કારણે વિદ્યાર્થીઓની ઓફલાઇન પરીક્ષા ન લેવા અને તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો. જો કે ત્યારબાદ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને આગળ પ્રવેશ માટે ગુજકેટની લેવાતી પરીક્ષા ઓફલાઇન લેવા નિર્ણય કર્યો છે. રાજકોટ જિલ્લામાં આગામી 6 ઓગસ્ટના રોજ લેવાનાર આ પરીક્ષા માટે પ્રશ્નપત્રો પણ દરેક સેન્ટર સુધી પહોંચાડી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે 6 ઓગસ્ટથી 40 બિલ્ડીંગ પર 8900 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

Gujcate

પ્રશ્નપત્ર કરણસિંહજી હાઇસ્કૂલ ખાતે સ્ટ્રોંગરૂમમાં સીલ કરી દેવાયા

આગામી 6 ઓગસ્ટના રોજ રાજ્યમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે ગુજકેટની ઓફલાઇન પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે પરીક્ષા વિભાગ દ્વારા રાજ્યના તમામ સેન્ટર પર પ્રશ્નપત્ર પહોંચાડી દેવામાં આવ્યા છે. ખાસ રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં અલગ અલગ 40 બિલ્ડીંગ પર 8900 વિદ્યાર્થીઓ માટે આ પરીક્ષા લેવાની હોવાથી પ્રશ્નપત્ર રાજકોટ મોકલી દેવામાં આવ્યા છે અને આ પ્રશ્નપત્ર કરણસિંહજી હાઇસ્કૂલ ખાતે સ્ટ્રોંગરૂમમાં સીલ કરી દેવામાં આવી હોવાનું જિલ્લા શિક્ષણ વિભાગના સૂત્રોએ જણાવ્યું છે.

આ પણ જુઓ : ખાદ્ય વસ્તુના વેપારીઓ સાવધાન !

SOP આ મુજબ રહેશે

 અત્યાર સુધી એક વર્ગમાં 30 વિદ્યાર્થી પરીક્ષા આપતા હતા. આ પરીક્ષામાં એક વર્ગમાં 20 વિદ્યાર્થીઓ બેસાડાશે.
 જે તાલુકામાં પરીક્ષા લેવા માટે વિદ્યાર્થીઓની સંખ્યા પૂરતી થઇ જાય તે તાલુકા મથકને પરીક્ષા કેન્દ્રની મંજૂરી અપાશે. વિદ્યાર્થીને નજીકનું કેન્દ્ર અપાશે.
 દરેક વર્ગને સીસીટીવી કેમેરાથી સજ્જ કરાશે.
 પરીક્ષા કેન્દ્ર પર સેનિટાઇઝેશન,સોશિયલ ડિસ્ટરન્સ, માસ્ક, થર્મલ ગન સહિતની કોરોનાની SOPનું પાલન ફરજિયાત કરાશે.
Gujcate

નોન-વેક્સિનેટેડ વિદ્યાર્થીઓનું સંક્રમિત થશે તો !

પ્રવર્તમાન સમયમાં માસ પ્રમોશન બાદ ધો.12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીનું યોગ્ય મૂલ્યાંકન ગુજકેટની પરીક્ષાથી જ થશે, તેથી વાલીની સાથે બોર્ડ અધિકારીઓની નજર પણ ગુજકેટની પરીક્ષા અને પરિણામ પર રહેશે. પરંતુ પરીક્ષા આપવા આવતા વિદ્યાર્થીઓ પૈકી કેટલા વિદ્યાર્થીઓ વેક્સિનેટેડ છે અને કેટલા નથી તે અંગે કોઇ માહિતી DEO પાસે ઉપલબ્ધ નથી પરંતુ આ સાથે ઓફલાઇન પરીક્ષામાં કોઇ વિદ્યાર્થી કોરોના સંક્રમિત થશે તો તેની જવાબદારી કોણ લે શે તે અંગે પણ સવાલો વિદ્યાર્થીઓ અને વાલીઓના મનમાં સતાવી રહ્યા છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment