Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / December 1.
Homeન્યૂઝગુજરાતમાં લવ જેહાદનો પ્રથમ કેસ

ગુજરાતમાં લવ જેહાદનો પ્રથમ કેસ

LOVE JIHAD
Share Now

રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ધર્મ સ્વતંત્રતા સુધારા અધિનિયમ લાગુ કરાયો છે. લવ જેહાદ(LOVE JIHAD)ને કારણે આ કાયદો બનાવવામાં આવ્યો છે. આ કાયદો લાગુ થયાના ત્રણ દિવસ બાદ પ્રથમ કેસ નોંધાયો છે. વડોદરાના ગોત્રી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયો છે. મુસ્લિમ યુવકે ખ્રિસ્તી હોવાનું જણાવી હિન્દુ યુવતી સાથે મિત્રતા કરી હતી. અને પછી બળજબરીપૂર્વક સંબંધ બાંધીને તેની સાથે નિકાહ પઢ્યા હતા. તે યુવતી સાથે મારઝુડ કરતો હતો. તેમજ જાતી વિષયક અપમાન કરતો હતો. ત્યારે સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાતમાં લવ જેહાદનો આ પ્રથમ કેસ છે. ગુજરાતમાં વિધર્મી યુવાનો દ્વારા પટાવી, ફોસલાવીને ધર્માંતરણ કરવાના કિસ્સાઓમાં વધારો નોંધાતા કાયદો બનાવવાની માગ ઉઠી હતી.

યુવાને યુવતી સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કર્યું

DCP જયવિરસિહ વાળાએ જણાવ્યું હતું કે, આરોપીનું નામ સમીર અબ્દુલ કુરેશી છે. તે વડોદરા શહેરમાં રહે છે. આરોપીએ પોતાનું નામ બદલીને સોશ્યલ મીડિયામાં આઈડી બનાવી હતી. અને હિન્દૂ યુવતી સાથે સોશ્યલ મીડિયાના માધ્યમથી મિત્રતા કરી હતી. અને યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ પોતે યુવતી સાથે લગ્ન કરેશે તેવું વચન આપીને યુવતીને વિશ્વાસ કેળવ્યો હતો. ત્યારબાદ યુવતી સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંઘીને દુષ્કર્મ અછર્યું હતું. યુવાને યુવતી સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કર્યું હતું. યુવતીની જાણ બહાર તેના નગ્ન ફોટા પાડી દીધા હતા.

LOVE JIHAD

IMAGE CREDIT- DAILY HUNT

બ્લેકમેલ કરીને યુવતીની મરજી વિરૂદ્ધ શારીરિક સબંધ બાંધતો હતો

યુવકે યુવતનીના જાણ બહાર તેના નગ્ન ફોટા પાડી લીધા હતા. અને યુવતીને આ ફોટા સોશ્યલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપતો હતો. અને બ્લેકમેલ કરીને યુવતી સાથે શારીરિક સબંધ બાંધતો હતો. આ દરમિયાન યુવતિ બે વખત ગર્ભવતી થઇ હતી. પરંતુ યુવકે મેડિકલ સ્ટોરમાંથી દવા લાવીને ગર્ભપાત કરાવી દીધો હતો. બે વખત યુવકે બળજબરીપૂર્વક ગર્ભપાત કરાવ્યો હતો.

આ પણ વાંચો:વિશ્વ હિન્દુ પરિષદે ચીમકી ઉચ્ચારી

બળજબરીપૂર્વક યુવતી સાથે નિકાહ પઢ્યા હતા

યુવતી સાથે દુષ્કર્મ આચર્યા બાદ તેને યુવતી સાથે બળજબરીપૂર્વક નિકાહ પઢ્યા હતા. કલ્યાણનગર ગોસિયા મસ્જિદ ખાતે નિકાહ પઢયા હતા. યુવતીનું નામ હિન્દુની જગ્યાએ મુસ્લિમ નામ રાખીને બળજબરીપૂર્વક નિકાહ પઢ્યા હતા. અને યુવતીનું ધર્મ પરિવર્તન કરાવ્યું હતું. અને યુવતીને બળજબરીપૂર્વક મુસ્લિમ ધર્મ પાલવ માટે મજબુર કરતો હતો. યુવકે તેના માતા-પિતાને જાતી વિષયક ગાળો આપીને તેની સાથે મેરેજ રજીસ્ટર્ડ કરાવ્યું હતું. ત્યારબાદ યુવક યુવતીને રોજ માર મારતો હતો. અને જાતિવિષયક અપમાન કરતો હતો. આખરે સમગ્ર મામલે યુવતીએ યુવક વિરૂદ્ધ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ગોત્રી પોલીસે યુવક સામે બળાત્કાર તથા એટ્રોસિટી એક્ટ અને ગુજરાત ધર્મ સ્વતંત્રતા અધિનિયમ-2021ની કલમો અંતર્ગત ગુનો નોંધ્યો છે.અને તેની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

શું છે લવ જેહાદનો(LOVE JIHAD) કાયદો?

સમગ્ર દેશમાં વિધર્મીઓ દ્વારા હિન્દૂ યુવતીઓને પતાવી ફોસલાવીને ધર્મ પરિવર્તન કરાવવાના કેસ બની રહ્યા છે. તેને લઈને લવ જેહાદ(LOVE JIHAD) નો કાયદો બનાવની માંગ ઉઠી હતી. અને તેને પગલે ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ બાદ ગુજરાતમાં પણ આ કાયદો બનાવવામાં આવ્યો હતો. ગુજરાતમાં આ કાયદો 15 જૂનથી અમલમાં આવ્યો છે. આ કાયદાનો હેતુ જો કોઈ ધર્મ પરિવર્તનના હેતુથી લગ્ન કરશે તો તેની વિરુદ્ધ ગુનો નોંધાશે. આ કાયદા પ્રમાણે માત્ર ધર્મ પરિવર્તનના હેતુથી કરવામાં આવેલ લગ્નના કિસ્સાને ફેમિલી કોર્ટ અથવા ન્યાય ક્ષેત્ર ધરાવતી કોર્ટ દ્વારા રદ કરવામાં આવશે. અને આરોપીને 3થી 5 વર્ષની જેલ અને 2 લાખ કે તેથી વધુના દંડની જોગવાઈ આ કાયદામાં છે. આ પ્રકારના ગુનામાં ડીવાયએસપીથી ઉતરતી કક્ષાના અધિકારી તપાસ કરી શકશે નહીં. આ કાયદા પ્રમાણે ધર્મ પરિવર્તનની વિધિ કરાવનારે જિલ્લા મેજિસ્ટ્રેટની પૂર્વ મંજૂરી લેવી પડશે.સરકારે ગુજરાત ધર્મ સ્વતંત્રતા સુધારા અધિનિયમ-2021 નો કાયદો ઘડ્યો હતો. અને 15 જૂનથી લાગુ કરવામાં આવ્યો હતો. નવો કાયદો લાગુ કરાયાના ત્રણ દિવસ બાદ આજે વડોદરા પ્રથમ કેસ નોંધાયો હતો.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment