ગુલશન ગ્રોવર ફિલ્મોમાં તેના ખતરનાક લુક અને પંચલાઈનના લીધે હંમેશા દર્શકોના દિલ જીતતા રહ્યાં છે. જે બોલિવૂડના એવા કલાકાર પૈકી એક છે જે કંઈક અલગ એક્ટિંગ કરવા માટે જાણીતા છે. ગુલશન ગ્રોવરે (Gulshan Grover) તેમના કરિયરની મોટાભાગની ફિલ્મોમાં વિલનની ભૂમિકા ભજવી છે. અને મોટા પડદા પર સારી એવી છાપ છોડી છે. તેમનો જન્મ 21 સપ્ટેમ્બર 1955એ દિલ્હીમાં થયો હતો.
ગુલશન ગ્રોવરે તેમનો શરૂઆતનો અભ્યાસ દિલ્હીથી જ કર્યો હતો. તેમણે દિલ્હીમાં શ્રીરામ કોલેજ ઓફ કોમર્સમાંથી ગ્રેજ્યૂએટ કર્યું. ત્યારબાદ ગુલશન ગ્રોવરે અભિનયની દુનિયામાં પોતાની કરિયર બનાવવાનું નક્કી કર્યું. બોલિવૂડમાં પગલુ ભરતા પહેલા ગુલશન ગ્રોવરે થિએટર જોઈન કર્યું અને અભિનય શીખ્યા. લાંબા સમય સુધી થિએટરમાં કામ કર્યાં બાદ તેમણે મુંબઈ જવાનો નિર્ણય લીધો.
Gulshan Grover પ્રથમવાર ‘હમ પાંચ’માં જોવા મળ્યા હતા
મુંબઈ પહોંચીને ગુલશન ગ્રોવરે અભિનય માટે અન્ય ક્લાસ લીધા. તેમના ક્લાસમેટ અનિલ કપૂર હતા. Gulshan Grover પહેલીવાર ફિલ્મ ‘હમ પાંચ’માં જોવા મળ્યાં હતા. આ ફિલ્મ વર્ષ 1980માં સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં તેમણે એક નાનો રોલ કર્યો હતો.
‘હમ પાંચ’ બાદ ગુલશન ગ્રોવર બુલંદી, રોકી, સદમા, અંદર-બાહર અને વીરાના જેવી ફિલ્મોમાં જોવા મળ્યા હતા. અસલ ઓળખ તેમને ફિલ્મ ‘રામ લખન’થી મળી હતી. ફિલ્મ ‘રામ લખન’એ ગુલશન ગ્રોવરનું પાત્ર ‘બેડ મેન’ હતુ. તેમનું આ પાત્ર એટલુ પ્રખ્યાત થયુ હતુ.
જે આજે પણ ઘણા બધા લોકો તેમને ‘બેડ મેન’ થી ઓળખે છે. બોલિવૂડ ઉપરાંત ગુલશન ગ્રોવરે હોલિવૂની પણ ફિલ્મોમાં કામ કર્યું છે. તેમના ફેન્સ ફક્ત ભારતમાં જ નહીં પણ વિદેશમાં પણ છે. ગુલશન ગ્રોવરે તેમની મરજીથી ફિલ્મોમાં વિલનનું પાત્ર ભજવવાનું નિર્ણય કર્યો હતો.
આ પણ વાંચો:- અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાને મળ્યા જામીન, બે મહિના બાદ આવ્યા બહાર
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતુ, ‘અભ્યાસ પૂર્ણ કર્યાં બાદ, જ્યારે મેં ફિલ્મોમાં એન્ટ્રી લીધી હતી, તો મને અનુભવ થયો કે હું એક સ્ટાર બનવા માંગુ છુ. એક સ્ટારની વેલ્યૂ હોય છે. મેં એક ખલનાયાક બનવાનો વિકલ્પ પસંદ કર્યો. મને આ વાતનો અનુભવ ત્યારે થયો જ્યારે રોશન તનેજાની સાથે મારા ક્લાસમેટ અનિલ કપૂરની સાથે અભિનય શીખી રહ્યો હતો.
ગુલશન ગ્રોવરે (Gulshan Grover) વધુમાં કહ્યું હતુ, ‘ખલનાયક બનવાનો અન્ય એક કારણ હતુ કે, મને લાગે છે કે ફિલ્મોમાં ખલનાયકની અવધી લાંબી હોય છે. તેમની લાંબી ઉંમર, વ્યક્તિગત ઘમંડ અને સારા લુક્સ પર નહીં પણ તેમના પ્રદર્શન પર આધારિત છે. તેમની કોઈ ઉંમર હોતી નથી. જે ઘણુ પડકારજનક લાગ્યું. આથી મેં વિલન બનવાનો નિર્ણય લીધો.’
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4