Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeઇતિહાસઈન્ટરનેશનલ ડોગ ડે: લોયલ ‘હચીકો’ જે 9 વર્ષ સુધી રેલવે સ્ટેશન પર પોતાના માલિકની જોતો રહ્યો રાહ

ઈન્ટરનેશનલ ડોગ ડે: લોયલ ‘હચીકો’ જે 9 વર્ષ સુધી રેલવે સ્ટેશન પર પોતાના માલિકની જોતો રહ્યો રાહ

Hachiko
Share Now

માણસ અને પ્રાણીઓ વચ્ચેની દોસ્તીના કિસ્સાઓ તો તમે ઘણા સાંભળ્યા હશે, વર્ષોથી આપણે પ્રાણીઓને ભગવાન સાથે પણ જોડીએ છીએ, જેમ કે ગાય માતાને ક્રિષ્ના સાથે જોડીએ છીએ, મહાભારતમાં પણ એક લોયલ ડોગ ( Dog )ની વાત કરવામાં આવી છે, જો વાત કરીએ ડોગની તો આજે ઇન્ટરનેશન ડોગ ડે છે, 26 ઓગસ્ટના રોજ દેશભરમાં ડોગ લવર્સ ( Dog Lovers )અને સંસ્થાઓ દ્વારા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.   

બિઝનેસમેન રતન ટાટાનો ડોગ લવ પણ તમે જોયો હશે, ટ્વીટના માધ્યમથી તે પોતાનો સ્ટ્રીટ ડોગ લવ પણ દર્શાવતા રહે છે, ત્યારે અમેરિકાના પુર્વ રાષ્ટ્રપતિ મિશેલ ઓબામાં પણ પોતાના ડોગ વિશે ઘણુ શેર કરતા રહેતા હતા.

rare-photos-of-most-loyal-dog-hachiko-12-5e4a8ede54d72__700

Image credits: unknown

OTT India પર આજે વાત કરીશું એ  હચીકો નામના વફાદાર કુતરાની કહાની વિશે જે વાંચતા તમે રડી જશો…

આ સ્ટોરી છે, 1924 ની જ્યારે ર્ઇજબુરો ટોક્યો યુનિવર્સિટીમાં એગ્રિકલ્ચર સાઇંસના પ્રોફસર હતા, તે એક ડોગ એટલે કે તેમને એક અકીટા બ્રીડના ડોગને શોધી રહ્યાં હતા. ઓડેટ શહેરમાં આવતા જ આ પ્રોફેસરની ડોગની શોધ પુર્ણ થાય છે. જ્યાં તેમને મળ્યો એક પપી….

આ પપી એક અકીટા બ્રીડનો હતો, જેનું નામ પ્રોફેસરે હચીકો પાડ્યુ હતુ, ધીમે ધીમે આ શ્વાન અને પ્રોફેસર વચ્ચે ગાઢ મિત્રતા થઇ ગઇ, અને આ પ્રેમ એટલો વધી ગયો કે, પ્રોફેસર જ્યારે પોતાની જોબ પર જવા માટે રેલવે સ્ટેશનથી જતાં હતા, હચિકો જેમ જેમ મોટુ થતુ ગયુ તેમ તેમ તે માલિકી પાછળ જતુ અને રેલવે સ્ટેશન પર તેમને મુકવા લેવા માટે જવા લાગ્યુ. કારણ કે તેમને ટ્રેન પકડવાની હતી, જે હચીકો નોટીસ કરવા લાગ્યુ અને ધીમે ધીમે હચીકો (Hachiko) પોતાના માલિકની પાછળ જતુ અને તેમને લેવા મુકવા એજ ટાઇમ પર જવા લાગ્યુ.

હચીકો રોજ પોતાના માલિકને સેંટ્લ ટોક્યોથી શિબુયા રેલવે સ્ટેશન પર મુકવા જતો

હચીકો ડોગ અને પ્રોફેસરનો આ પ્રેમ ઘરના લોકો, આસ પડોશના લોકો તેમજ રેલવે સ્ટેશન માં પણ પ્રખ્યાત થઇ ગયો, પ્રોફેસ ઇનો હચીકોને પોતાના એક દિકરા સમાન રાખવા લાગ્યા. હચીકો રોજ પોતાના માલિકને સેંટ્લ ટોક્યોથી શિબુયા રેલવે સ્ટેશન પર મુકવા માટે જતાં હતા.

rare-photos- hachiko

Image Courtesy: pinterest

પછી જાણે રોજનું આ રુટીન થઇ ગયુ, પછી તો ધીમે ધીમે હચીકો સ્ટેશન પર કલાકો સુધી પ્રોફેસરની રાહ જોવા લાગ્યુ, જ્યારે પ્રોફેશર પોતાના કામથી પાછા આવતા ત્યારે હચીકો તેમને લેવા સ્ટેશન જતો અને બંને સાથે ઘરે આવતા. ..  

પણ 21 મે 1925 નો એ દિવસ જાણે હચીકો પર આભ તુટી પડ્યુ,એ એક પાલતુ ડોગ હતુ, કહેવાય છે કે, એક ડોગ માણસનું સૌથી વફાદાર પ્રાણી છે, જે આ પાલતુ ડોગે સાબિત કરી બતાવ્યુ હતુ.

હચીકો (Hachiko) ઈતિહાસમાં અમર થઈ ગયું..

21 મે 1925ના દિવસે હચીકો પ્રોફેસરને રેલવે સ્ટેશન પર મુકવા ગયો, અને ત્યાં જ બેસીને રિટર્ન આવવાની રાહ જોતો રહ્યો.. પણ પ્રોફેસર પાછા ન આવ્યા…

પ્રોફેસરને ઇનો સેરેહ્રલ હેમરેજની બીમારીથી તે ઝુઝી રહ્યાં હતા. યુનિવર્સિટીમાં એક લેક્ચર દરમિયાન બ્રેન હેમરેજના કારણે પ્રોફેસરનું ત્યાં જ મૃત્યુ થઇ ગયુ.

પણ હચીકો (Hachiko) તો આ વાતથી અજાણ હતો, એટલે તે રોજની જેમ રેલવે સ્ટેશન પર પોતાના માલિકની રાહ જોવા લાગ્યુ અને  એવુ નહી કે, એક દિવસ બે દિવસ…એક વીક…પણ આમને આમ સમય વહેતો ગયો અને આ એક વર્ષ થઇ ગયા પણ હચીકો પોતાના માલિકનો વેઇટ કરતુ જ રહ્યુ એ રેલવે સ્ટેશન પર…

rare-photos-of-most-loyal-dog-hachiko-12-5e4a8ede54d72__700

ધીમે ધીમે લોકો અને રેલવે સ્ટેશનની આજુબાજુ માં પણ આ વાત એટલી ફેલાઇ ગઇ કે, તે સમયના મોટા ન્યુઝ ચેનલોએ પણ આ બાબતની નોંધણી કરી, અને પોતાના ન્યુઝમાં હચીકો ડોગની વફાદારી વર્ણવી…  

લગભગ 9 થી 10 વર્ષ સુધી હચીકો (Hachiko) પોતાના માલિકનો વેઇટ કરતું રહ્યુ, પ્રોફેસરના ગયા પછી તેમના ગોર્ડનરે હચીકોને ગોદ લઇ લીધો હતો, પણ પ્રોફેસરનો અને હચીકો વચ્ચેનો પ્રેમ એટલો ગાઢ હતો કે, હોચીકોને તો પોતાના માલિકની રાહ જોવામાં જ સમય જતો રહ્યો, તેને ઘરે લાવતા તો પણ તે રેલવે સ્ટેશન પર જઇને બેસી જતુ હતુ…      

એક આશા જાગતી રહી…કે માલિક આવશે…

Dog

Image Courtsey: allthatsinteresting.com

સવાર-સાંજ બસ પ્રોફેસર જે ટ્રેનમાં આવતા જતા એ જોવે એટલે હોચીકો બસ એ આશાએ ત્યાં જતુ કે આજે હુમ મારા માલિકને મળીશ, તે પાછા આવશે, તેમની સાથે રમીશ…ઘરે જઇશ…પણ એવુ કાઇ થયુ જ નહી…

આમને આમ 9 વર્ષ નીકળી ગયા…જાપાનના એક મોટા ન્યુઝ પેપરે આ વફાદારીની નોંધ લીધી અને હચીકોને નોટીસ કરવાનું શરુ કર્યુ, જે બાદ તે પોપ્યુલર થઇ ગયુ,  લોકોએ પ્રેમથી હચીકોને ‘Chuken-Hachiko’ બોલાવવાનું શરુ કરી દીધું હતુ…

દેશભરમાં હચીકો વફાદારીની એક મિશાલ બની ગયો..

હચીકોને તેની વફાદારી બાબતે સમ્માન પણ મળ્યુ, આ સિવાય પ્રોફેસર અને હચીકો નામના ડોગનું સ્ટેચુ યુનિવર્સિટી ઓફ ટોક્યોમાં બનાવવામાં આવ્યુ.  

આ વફાદારીને જોતા 1934 માં શિબુયા રેલવે સ્ટેશન પર હચીકોની પીતળની મુર્તિ પણ બનાવવામાં આવી, જેમાં હચીકોને અતિથી તરીકે બોલાવવામાં આવ્યો.

Meet Hachiko

image Courtsey: JAPAN TRAVEL WEB MAGAZINE

પણ બીજા વિશ્વ યુદ્વના સમયે સેનાને પીતળની જરુર ઉદ્ભભવી એટલે હચીકોની મુર્તિને ગાળીને તેનો ઉપયોગ કરવામાં આવ્યો પણ… 1948 માં ફરીથી હચીકોની મુર્તિ બનાવવામાં આવી હતી…  

નવાઇની વાત એ છે કે, પહેલીવાર જે આર્ટીસ્ટે હચીકોની મુર્તિ બનાવી હતી, તેના પુત્રએ જ વફાદાર હચીકોની મુર્તિ બનાવી…આજ સુધી હચીકોની એ મુર્તિ એવી ને એવી જ સ્થિત છે.

હચીકોની આ મુર્તિ રેલવે સ્ટેશનના એટ્રેંસની પાસે લગાવવામાં આવી છે, સ્ટેચ્યુનું નામ “Hachikō-guchi” છે. તમને ખબર છે આ નામનો પણ એક સુંદર મતલબ છે, હચીકો એન્ટ્રેસ/ એગ્જિટ. આ એક શિબુયા રેલવે સ્ટેશન પર નો 5 એગ્જિટમાંથી એક છે.

ટોક્યો યુનિવર્સિટીના ફેક્લટી ઓફ એગ્રિકલ્ચરમાં લગાવવામાં આવી હચીકોની મુર્તિ

આ સિવાય વફાદારીની મિસાલ હચીકોની મુર્તિ 2015 માં ટોક્યો યુનિવર્સિટીના ફેક્લટી ઓફ એગ્રિકલ્ચરમાં લગાવવામાં આવી છે. આ મુર્તિની ખાસિયત એ છે કે, જાણે પ્રોફેસર અને હચિકો પાછા મળી ગયા છે.

હચીકોએ દુનિયાને કહી દીધુ અલવિદા…

Hachiko Story | Hachi Waited for Owner for 9 Years

Source: Wikipedia.

9 વર્ષ 9 મહિના અને 15 દિવસ રાહ જોયા બાદ હચીકો 8 માર્ચ 1935 ના રોજ હચીકોની ટર્મિનલ કેન્સરના કારણે મોત થઇ ગઇ…મોત સમયે પણ રેલવે સ્ટેશનની આસપાસ જ હચીકો હતો. પ્રોફેસર ઇનોની સમાધિની બાજુમાં જ હચીકોની સમાધિ બનાવવામાં આવી…

The body of Hach

Source: Shibuya Folk and Literary Shirane Memorial Museum.

ડોગ્સ અને માલિકના આ પ્રેમની રિયલ સ્ટોરીનથી પ્રેરિત હોલુવુડે આ બંનેના પ્રેમ પર ફિલ્મ પણ બનાવી,( hachiko movie) ડોગ્સને લઇને અનેક ફિલ્મો બની છે, જે ડોગ્સ અને માલિકના પ્રેમની, વફાદારી અને ભરોસો દર્શાવે છે, હચીકોનું નામ “Hatchiko Monogatari” હતુ. હચીકો પર 1987 માં ફિલ્મ બની, હોલીવુડે બનાવેલી ફિલ્મનું નામ  “Hachiko–A Dog`s Tale” બની, ફિલ્મમાં રિર્ચડ ગેર હતા, આ ફિલ્મ 20019માં બની હતી…જેને લોકોએ ઘણી પસંદ કરી હતી..

 

આ પણ વાંચો:  IASની નોકરી છોડીને 14,000 કરોડનો કારોબાર ઉભો કરનાર IASની કહાની..

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment