દિવાળી તહેવાર બાદ ભાઈબીજ નો ઉત્સવ દેશભરમાં ઉજવવામાં આવશે, આ દિવસે બહેનો ઉપવાસ, પૂજા અને કથાઓ આપીને ભાઈની દીર્ઘાયુષ્ય અને સમૃદ્ધિની ઇચ્છા રાખીને,તેમના કપાળ પર તિલક લગાવે છે. ભાઇ બહેનનને ગિફ્ટ પણ આપે છે.
ભાઈ બહેન ના અટુટ પ્રેમ અને બંધન ના પ્રતીક ‘ભાઈ બીજ’ ના પાવન પર્વ ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.
ભાઇબીજની (bhai dooj) પૌરાણિક કથા
ભાઇબીજ તહેવારને લઇને અલગ અલગ કથાઓ જોડાયેલી છે, પૌરાણિક કથા, અનુસાર યમ અને યમુના ભગવાન સૂર્ય અને એમની પત્ની સંધ્યા ના સંતાન છે. તેમની બહેન યમુનાના લગ્ન થઇ ગયા જે બાદ યમુના દેવી તેમના ભાઈ યમરાજને ઘણી વાર જમવા માટેનું આમંત્રણ આપતા હતા. યમરાજ જવાનું વિવિધ કારણોસર ટાળતા હતા જેના કારણેથી એકવાર યમુના દેવી યમરાજ પાસેથી ઘરે આવવા માટેનું વચન લઈને આવ્યા ત્યારે યમરાજને થયું કે, હું લોકોનો પ્રાણ હરનાર મને પોતાના ઘરે કોઈ બોલાવે નહિ પરંતુ બહેનના આમંત્રણ અને વચનને આ વખતે ટાળી શકાયું નહિ અને તેઓ યમુના દેવીના ઘરે જમવા માટે પહોંચી ગયા.
યમુના દેવીએ આગતા સ્વાગતા કર્યું વિવિધ વાનગી પીરસી ને જમાડ્યું આ દિવસ કારતક સુદ બીજ નો દિવસ હતો અને ત્યાર થી આ દિવસ ભાઈબીજના દિવસ તરીકે ઓળખાય છે. યમરાજ બહેને પ્રેમથી ભોજન કરાવ્યું અને આગતા સ્વાગતા જોઈને પ્રસન્ન થયા અને યમરાજે તેમના બહેન યમુના દેવી ને વરદાન માંગવાનું કહ્યું.
યમુના માતાએ યમરાજને કહ્યું કે ભાઈ તમે દર વર્ષે આ દિવસે મારા ઘરે ૫ઘારો. મારી જેમ, જે કોઈ બહેન કાર્તિક મહિનાના શુક્લ પક્ષના બીજા દિવસે તેના ભાઈને આમંત્રણ આપી તિલક કરે છે, તેને તમારો (મોતનો) ભય ન રહેવો જોઈએ. આ પછી, યમરાજ “તથાસ્તુ” કહીને અને યમુના માતાને ઘન-ઘાન્ય આપી યમલોક ગયા. આ જ દિવસથી ભાઈ બીજ તહેવાર ઉજવવાનું શરૂ થયું હતુ, તેમ માનવામાં આવે છે.
જુઓ વીડિયો
જે ભાઈ તેની બહેનનું આમંત્રણ સ્વીકારે છે અને ભાઈબીજના દિવસે તેની બહેન પાસે તિલક કરાવે છે, તેને યમરાજનો ભય નથી રહેતો. યમુનાજીએ કહ્યું કે, જે પણ ભાઈ આ દિવસે તેના બહેન ઘરે જઈને તિલક કરાવશે અને બહેનના હાથનું ભોજન લેશે તેને અકાળ મૃત્યુનો ભય ના રહે આજ વરદાન મને જોઇએ છીએ, યમરાજે બહેનને વરદાન આપ્યુ.
ભાઇ બીજ ની પુજા મુહુર્ત
ભાઇ દુજ સમય: 01:10 PM થી 03:21 PM
સમય: 2 કલાક 11 મિનિટ
દ્રિતિય તિથિ પ્રારંભ: 5 નવેમ્બર
5 નવેમ્બર 2021 થી 11:14 પી.એમ
દ્વિતિય તિથિ સમાપ્ત: 6 નવેમ્બર 2021 થી 7:44 પી.એમ
આ પણ વાંચો: હિંદુ-મુસ્લિમ એકતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડતા ઇસ્માઇલભાઇ
વધારે માહિતી માટે ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4
iOS:http://apple.co/2ZeQjTt