‘શોલે’ના ‘તેરા ક્યા હોગા કાલિયા’ થી રાતો રાત સ્ટાર બની જનાર અમજદ ખાનનો( amjad khan)આજે જન્મદિવસ છે.અને અમજદ ખાન જ્યારે ગબ્બર સિંહના ડાયલોગ્સ બોલ્યા તો આખું યુનિટ તેની સ્ટાઈલથી આશ્ચર્યચકિત થઈ ગયું હતું.ફિલ્મના દિગ્દર્શક રમેશ સિપ્પી પણ તેમના વખાણ કર્યા વગર રહી શક્યા નથી.અમજદ ખાન હિન્દી સિનેમાના ફેમસ ખલનાયકોમાંથી એક હતા. ફિલ્મ શોલેમાં ગબ્બરની ભૂમિકા ભજવીને અમજદ ખાને ( amjad khan)તે પાત્રને અમર કરી નાંખ્યો. આજ પણ ગબ્બરના ડાયલોગને યાદ કરવામાં આવે છે. અમજદ ખાનનો જન્મ 12 નવેમ્બર 1940માં હાલના પાકિસ્તાનમાં આવેલ પેશાવરમાં ફેમસ અભિનેતા જકારિયા ખાનના ઘરમાં થયો હતોઅમજદ ખાને શૈલા ખાન સાથે લગ્ન કર્યા હતા. તેમને ત્રણ પુત્ર અને એક પુત્રી છે. અમજદના મોટા પુત્ર શાદાબ ખાને પણ કેટલીક ફિલ્મોમાં કામ કર્યું છે.
અમજદ ખાનના(amjad khan)અભિનય વારસામાં મળ્યો હતો
12 નવેમ્બર, 1940 ના રોજ જન્મેલા અમજદ ખાને (Amjad Khan) લગભગ 20 વર્ષની ફિલ્મ કરિયરમાં 132 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે.તેમનો અભિનય જોઇને લોકો એવું કહે છે કે તેમને અભિનય વારસામાં મળ્યો છે. અમજદ ખાનના પિતા જયંત પણ સારા અભિનેતા હતા. બાળ કલાકાર તરીકે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશેલા અમજદ સાહેબે તેમની લાંબી ફિલ્મ કારકિર્દીમાં માત્ર વિલન તરીકે જ નહીં પરંતુ કોમેડિયન તરીકે પણ દર્શકોનું ઘણું મનોરંજન કર્યું હતું. અને લોકોનું મન જીતી લીધું હતું.અમજદ ખાને હિન્દી ઉપરાંત અંગ્રેજી, તેલુગુ, કન્નડ અને મલયાલમ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. તેમને કસમ ખૂન કી, પરવરિશ, ઈન્કાર, કસમેં-વાદે, કાલિયા, નસીબ, યારાના,સત્તે પે સત્તા અને લવ સ્ટોરી જેવી સુપર હિટ ફિલ્મોમાં અભિનય કર્યો હતો.અમજદ ખાને ઘણી સફળ ફિલ્મોમાં જોરદાર અભિનય બતાવ્યો હતો.પરંતુ આજે પણ તેઓ ‘શોલે’માં ‘ગબ્બર સિંહ’ના રોલને કારણે વધુ જાણીતા છે.અમજદ ખાનને ગબ્બર સિંહ જેવા ડાયલોગ્સ આપવાની પ્રેરણા કોની પાસેથી મળી ત્યારે તમને આશ્ચર્ય થશે.આજે અમે તમને કહીશું કે કોણે આપી હતી અમજદ ખાનને ગબ્બર સિંહ જેવા ડાયલોગ્સ આપવાની પ્રેરણા કોની પાસેથી મળી હતી
આ પણ વાંચો: ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે તો આ રીતે બનાવો મેહાણાના પ્રખ્તાત તુવેરના ઠોઠા!
અમજદ ખાનને (amjad khan)ગબ્બર સિંહ જેવા ડાયલોગ્સ આપવાની પ્રેરણા કોની પાસેથી મળી
અમજદ ખાનએ(amjad khan) કયાં કયાં ફિલ્મો કર્યા છે
શોલેની સફળતા બાદ અમજદ ખાને પાછું વળીને જોવું પડ્યું નથી. અમજદે ‘ચરસ’, ‘પરવરિશ’, ‘અપના ખૂન’, ‘મુકદ્દર કા સિકંદર’, ‘મિસ્ટર નટવરલાલ’, ‘સુહાગ’, ‘કુરબાની’, ‘યારાના’ જેવી ઘણી ફિલ્મોમાં અલગ-અલગ રોલ કર્યા હતા.અને તેમની ખાસિયત એ હતી કે તેઓ ક્યારેય ટાઇપકાસ્ટ થયા નહોતા.મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં અમજદે આ માટે પોતાના નિર્માતા અને નિર્દેશકોનો આભાર માન્યો હતો.મજદને ‘શોલે’ મળી, જેમા તેમને વિલનની ભૂમિકા ભજવી. પરંતુ કોણ જાણતું હતુ કે, આ પાત્ર બધાને હલાવીને મૂકી દેશે. શોલે સુપર હિટ સાબિત થઈ. તે પછી અમજદ ખાનને( amjad khan) હિન્દી સિનેમામાં એક અલગ જ ઓળખ મળી હતી વર્ષ 1963માં તેમને ફેમસ નિર્દેશક આસિફ સાથે ‘લવ એન્ડ ગોડ’માં સહાયક નિર્દેશકના રૂપમાં કામ કર્યું હતું.જોકે, આ વચ્ચે આસિફનું નિધન થઇ ગયું હતું.જના કારણે તે ફિલ્મ પૂરી થઇ શકી નહીં.જોકે પાછળથી આ ફિલ્મ વર્ષ 1986માં રિલીઝ થઈ હતી.આ વચ્ચે અમજદ ખાન ચોર પોલીસ ફિલ્મમાં નજર આવ્યા હતા.અમજદ ખાને વર્ષ 1973માં ‘હિન્દુસ્તાન કી કસમ’ ફિલ્મ મળી હતી. તે પછી અમજદ ખાનથી પહેલા ગબ્બરનો પાત્ર ડેની ડેન્જોંગપાને મળ્યો હતો. ડેનીએ વ્યક્તિગત સમસ્યાના કારણે ફિલ્મ શરૂ થવાના અંત સમયે ફિલ્મમાં કામ કરવાથી ઈન્કાર કરી દીધો હતો.અમજદ ખાનના ફિલ્મ કરિયરની શરૂઆત વર્ષ 1951માં બાળ કલાકારના રૂપમાં ફિલ્મ ‘નાજનીન’થી થઇ હતી.આ દરમિયાન તેમને ફિલ્મોમાં કામ કરવાનું ઘેલુ વધતું ગયું હતું.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ પછી અમજદ ખાનનું( amjad khan) વજન અણધારી રીતે વધવા લાગ્યું હતું. 27 જુલાઈ 1992ના રોજ વધુ વજનના કારણે હાર્ટ એટેકથી તેમનું અવસાન થયું હતું.હિન્દી સિનેમાની આ અપુરતી ખોટ હજુ પૂરી થઈ નથી
Android: http://bit.ly/3ajxBk4
.