જુહી (Juhi)ચાવલાનો જન્મ 13 નવેમ્બરે પોતાનો જન્મદિવસ ઉજવે છે. ફિલ્મોમાં આવતા પહેલા જુહીએ વર્ષ 1984માં મિસ ઈન્ડિયાનો ખિતાબ જીત્યો હતો તેણે 1986માં આવેલી ફિલ્મ સુલતાનતથી હિન્દી ફિલ્મોમાં કારકિર્દીની શરૂઆત કરી હતી. જોકે આ ફિલ્મ ફ્લોપ રહી હતી.આ પછી તે દક્ષિણ ભારતીય ઉદ્યોગ તરફ વળી.ત્યાં થોડી ફિલ્મો કર્યા પછી જુહી ફરી બોલિવૂડ તરફ વળી જુહી ચાવલાને તેનો પહેલો મોટો બ્રેક ફિલ્મ ‘કયામત સે કયામત તક’માં મળ્યો હતો.આ ફિલ્મ હિટ સાબિત થઈ અને તેનો ફાયદો જુહી (Juhi)ચાવલાને મળ્યો હતો.આમાં તેની સાથે આમિર ખાન હતો.આ પછી જુહી વર્ષ 1990માં ફિલ્મ ‘પ્રતિબંધ’માં જોવા મળી હતી. વર્ષ 1992માં તેણે ‘બોલ રાધા બોલ’ ફિલ્મ કરી હતી,જેમાં તેની સાથે ઋષિ કપૂર હતા.જુહી (Juhi)ચાવલા તેના કોમિક ટાઈમિંગ માટે જાણીતી છે. તેણે ‘યસ બોસ’, ‘મિસ્ટર એન્ડ મિસિસ ખિલાડી’ અને ‘દીવાના મસ્તાના’ સહિતની હળવી-હળવી કોમેડી ફિલ્મો પણ કરી હતી. અંગત જીવનની વાત કરીએ તો જુહીએ (Juhi) વર્ષ 1995માં બિઝનેસમેન જય મહેતા સાથે લગ્ન કર્યા હતા. તેમને બે બાળકો જાહ્નવી અને અર્જુન છે.
જુહી(Juhi) ચાવલાએ એક પછી એક ત્રણ હિટ ફિલ્મો આપી
આયના’, ‘હમ હૈ રાહી પ્યાર કે’ અને ‘ડર’. ‘હમ હૈ રાહી પ્યાર કે’માં જુહી ચાવલાના અભિનયને તેની કારકિર્દીનો સર્વશ્રેષ્ઠ અભિનય માનવામાં આવે છે. તેમાં આમિર ખાન સાથેની તેની જોડીને પણ ખૂબ પસંદ કરવામાં આવી હતી. 1990 અને 1999 વચ્ચે જુહી ચાવલાની મોટાભાગની ફિલ્મો હિટ રહી હતી.શાહરૂખ ખાન અને જુહી (Juhi)ચાવલાને એક સાથે પણ દર્શકોએ ખૂબ પસંદ કર્યા હતા. ‘ડર’ બાદ તે ફરી એકવાર શાહરૂખ ખાન સાથે ફિલ્મ ‘ડુપ્લિકેટ’માં જોવા મળી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ ન કરી શકી પરંતુ તેમાં શાહરૂખ અને જૂહીની (Juhi) જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. તેણી તેના બબલી પર્ફોર્મન્સથી સૌને હસાવવામાં પણ સફળ રહી છે.
આ પણ વાંચો :ભાવનગરનું તાળું “મુબારક મકબરો” હું નિષ્ઠાવાન ચોકીદાર!
જૂહીએ(Juhi) 1995માં જય મહેતા સાથે લગ્ન કર્યા
તમને જણાવી દઈએ કે જ્યારે જૂહી ફિલ્મ કારોબારનું શૂટિંગ કરી રહી હતી. ફિલ્મના ડાયરેક્ટર રાકેશ રોશન અને બિઝનેસમેન જય મહેતા વચ્ચે ખૂબ જ સારી મિત્રતા હતી. શૂટિંગ દરમિયાન જ રાકેશ જૂહી (Juhi)અને જયને મળવા આવ્યા હતા.શુટિંગ દરમિયાન જ જુહી-જય ઘણી વખત મળ્યા હતા. જોકે, બંનેએ એકબીજા પ્રત્યે બહુ રસ દાખવ્યો ન હતો. પરંતુ જ્યારે જૂહીને ખબર પડી કે જયની પત્નીનું પ્લેન એક્સિડન્ટમાં મૃત્યુ થયું છે. ત્યારે તેનું વર્તન બદલાઈ ગયું.જ્યારે બંનેએ લગ્ન કરવાનું વિચાર્યું ત્યારે જૂહીની (Juhi)માતાનું કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું. જૂહીને (Juhi) આ દુ:ખમાંથી બહાર કાઢવામાં જયે ઘણી મદદ કરી. અને આખરે જૂહીએ 1995માં જય મહેતા સાથે લગ્ન કર્યા. તેમને બે બાળકો છે, પુત્રી જ્હાન્વી અને પુત્ર અર્જુન.જુહીના (Juhi) પતિ જય મહેતા બહુરાષ્ટ્રીય કંપની મહેતા ગ્રુપના માલિક છે. તેની બે સિમેન્ટ કંપની પણ છે. શાહરૂખ ખાનની સાથે તે IPL ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સનો કો-ઓનર પણ છે.તે પછી તેણે ક્યારેય પાછું વળીને જોયું નથી.
Android: http://bit.ly/3ajxBk4