Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeએન્ટરટેઈન્મેન્ટશા માટે શ્રી દેવીએ હોલિવુડ ફિલ્મ જુરાસિક પાર્ક કરી હતી રિજેક્ટ?

શા માટે શ્રી દેવીએ હોલિવુડ ફિલ્મ જુરાસિક પાર્ક કરી હતી રિજેક્ટ?

Shree devi (1)
Share Now

એક ઉમદા કલાકાર અને એકટ્રેસ તરીકે જાણીતી શ્રી દેવીનો (Sridevi) આજે બર્થ ડે છે, શ્રી દેવી (Sridevi) 13 ઓગસ્ટ 1963 રોજ જન્મેલા શ્રી દેવી આજે આપણી સાથે નથી, પણ તે તેમની ફિલ્મો દ્વારા હંમેશા તેમના પરિવાર અને તેમના ફેન્સ માટે યાદગાર બની ગયા છે.

શ્રી દેવીએ પોતાના કરિયરની શરુઆત બાળ કલાકાર તરીકે કરી હતી, તેલુગુ ફિલ્મ મા ન્નના નિર્દોષીના રુપમાં કરી હતી, તે સમયે તેમની ઉંમર માત્ર 4 વર્ષની હતી, રાની મેરા નામ 1972 માં બોલીવુડમાં તેમની પહેલી ફિલ્મ હતી.

Image Courtesy :@CricBollyBuzz

શ્રી દેવીએ બોલીવુડમાં 9 જેટલી ફિલ્મો રિજેક્ટ કરી

શ્રી દેવીએ બોલીવુડમાં 9 જેટલી ફિલ્મો રિજેક્ટ કરી હતી, જેમાં ડર, મોહોબ્બતે, બેટા, બાહુબલી, અઝુબા, બાગબાન, બાઝીગર, દિલ તો પાગલ હૈ, મોહરા જેવી ફિલ્મો હતી.

1976 માં તામિલ ફિલ્મ મોંદરુ મુદિચુ  લીડ રોલ કર્યો છે, બોલીવુડમાં હીરોઇનના તેમની પહેલી ફિલ્મ સોલહવા સાવન હતી. અભિનેતા જીતેન્દ્ર સાથે તેમણે ફિલ્મ હિંમતવાલા કરી જે બાદ તેમની ગાડી પાટા પર આવી ગઇ. મીડિયા રિપોર્ટ પ્રમાણે શ્રી દેવી એકમાત્ર અભિનેત્રી હતી જેને ડાયરેક્ટર હિરો કરતાં પણ વધુ ફી ચુકવવા રેડી થઇ જતા, કારણ કે શ્રી દેવીનો જાદુ જ એવો હતો.

sridevi_

આ સિવાય બોલિવુડમાં હિરોઇન કરતાં હિરોને વધુ ફી મળે છે, તેની સામે શ્રી દેવી એક માત્ર હિરોઇન હતા જેમને 1 કરોડ ફી મળતી. એક સમય હતો જયારે શ્રી દેવી બોલીવુડમાં રાજ કરતી હતી,

  • શ્રી દેવીએ બોલીવુડમાં 9 જેટલી ફિલ્મો રિજેક્ટ કરી હતી
  • ડર, મોહોબ્બતે, બેટા, બાહુબલી, અઝુબા, બાગબાન, બાઝીગર, દિલ તો પાગલ હૈ, મોહરા જેવી ફિલ્મો હતી.
  • 24 ફેબ્રુઆરી 2018 માં શ્રી દેવીના આકસ્મિક નિધન થયુ
  • Steven Spielberg’s ને ફિલ્મ જુરાસિક પાર્કની ઓફર શ્રી દેવીને કરી હતી
  • શ્રી દેવીને મશીન ગન પણ કહેતા હતા

24 ફેબ્રુઆરી 2018 માં શ્રી દેવીના આકસ્મિક નિધનથી દુનિયા જાણે ગમગીન થઇ ગઇ હતી.ફિલ્મ નગીના માં ઋષિ કપુરથી વધુ ફિસ લઇને તેણે સાબિત કર્યું હતુ કે, ફિલ્મોમાં એક હિરોઇનનું શું મહત્વ છે, પ્રશંસકો માત્ર શ્રી દેવીના નામ પરથી જ થિયેટરમાં ખેંચાઇને આવતા હતા.

Big B

Image Courtesy : Twitter

તામિલ ફિલ્મોની વાત કરીએ તો મંદરુ મુદિચુ, સિંગપ્પુ રોજકાલ, કલ્યાણરમન, જોની,મીનદુમ, કોકિલા જેવી ફિલ્મોમાં કામ કર્યું હતુ. તેમના અભિયનો જાદુ હોલિવુડ પર પણ પડ્યો, જ્યારે Steven Spielberg’s ને ફિલ્મ જુરાસિક પાર્કની ઓફર શ્રી દેવીને કરી હતી, ત્યારે શ્રી દેવીએ એમ કહીને ફિલ્મને રિજેક્ટ કરી નાંખી હતી કે તે બોલિવુડને છોડવા નથી માંગતા.

શ્રી દેવીને મશીન ગન પણ કહેતા હતા, કેમ કે ફિલ્મમાં શ્રી દેવીની (Sridevi) એન્ટ્રી માત્ર થી જ લોકો ફિલ્મ જોવા માટે ખેંચ્યા આવતા હતા.

શ્રી દેવીના લગ્નજીવવની વાત કરીએ તો 1996 માં બોની કપુર સાથે તેમણે લગ્ન કર્યાં, જ્હાનવી અને ખુશી કપુર તેમની બે પુત્રીઓ સાથે તેમણે સારો સમય પસાર કર્યો છે. ફિલ્મ ઇંગ્લીશ વીંગ્લીશથી શ્રી દેવીએ બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. જ્યારે હિન્દી ફિલ્મોમાં કામ કરવા માટે શ્રી દેવી આવ્યા ત્યારે શ્રી દેવીને હિન્દી નહોતુ આવડતુ.

મોત હજુ પણ છે રાજ

શ્રી દેવીએ હિરોઇનોમાંથી છે, જેણે ભારતીય સિનેમાની સફળતાની કહાની લખી છે. 24 ફેબ્રુઆરી 2018 માં શ્રી દેવીના આકસ્મિક નિધન થયુ જેના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જણાવવામાં આવ્યુ હતુ કે, શ્રી દેવી નશાની હાલતમાં હતા, જેથી બાથટબમાં ડુબવાથી તેમનું મોત થયુ હતુ. એમની મોતને એકસિડેન્ટ થયુ હતુ.

આ પણ વાંચો: નીના ગુપ્તાનો કોલેજ સમયનો ક્રેઝ?

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment