Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeન્યૂઝના હોય!!! ગુગલના CEO સુંદર પિચાઇનો બર્થ ડે ખુદ ગુગલને જ ખબર નથી???

ના હોય!!! ગુગલના CEO સુંદર પિચાઇનો બર્થ ડે ખુદ ગુગલને જ ખબર નથી???

SUNDAR PICHAI
Share Now

કહેવાય છે કે, જો આપણી હિંમત બુલંદ હોય તો માણસ દરેક મુશ્કેલીને પાર કરીને પોતાના ગોલને પ્રાપ્ત કરી લે છે, જેનું સુંદર ઉદાહરણ છે, સર્ટ એન્જૂન ગુગલના સુંદર પિચાઇએ જેણે દુનિયાભરમાં પોતાનું નામ રોશન કર્યું છે, પણ તમે શું જાણો છો આ વ્યક્તિ વિશે કે તેના કામ વિશે જે તેના દ્વઢ નિશ્ચિય અને મહેનતે તેમને આજે જ્યાં પહોંચાડ્યા છે, તેના વિશે આજે તેમના જન્મદિવસ પર વાત કરીશુ…

સફળતાની આ સીડીઓ ચઢવી સુંદર પિચાઇ માટે એટલી સરળ નહોતી

તમિલનાડુની એ ગલીઓમાંથી સુંદર પિચાઇએ ગુગલના સીઇઓ બનવાની શરુઆત કરી હતી. દરેક વ્યક્તિના ગોલ પહેલાથી નક્કી નથી હોતા, તેને જીવનમાં શું કરવુ છે તે પણ નક્કી નથી હોતુ, ક્યારેક રસ્તો આપોઆપ મળી જતો હોય છે, તેજ રીતે ગુગલના સીઇઓ બનવાની આ સફરને સુંદર પિચાઇની કંઇક આવ જ હતી.  આજે સુંદર પિચાઇ દુનિયાના સૌથી શક્તિશાળી લોકોમાંથી એક ગણાય છે,

SUNDAR PICHAI 02

PC: Wikipedia

10 જુન 1972 ના દિવસે તમિલનાડુમાં જન્મેલા સુંદર પિચાઇનો પરિવારએક સામાન્ય પરિવાર હતો, તેમની પાસે એક સમય એવો પણ હતો કે જ્યારે તેમની પાસે ટીવી પણ નહોતુ. મધ્યમ વર્ગીય પરિવારમાં જન્મેલા સુંદર પિચાઇના પિતાએ પુત્રને અમેરિકા મોકલવા માટે 1 વર્ષની કમાણી પણ લગાવી દીધી હતી. એન્જીનિયરિંગની સ્ટડી કરીને સુંદર પીચાઇ 2004 માં ગુગલ(gOOGLE) સાથે જોડાયા હતા. વર્ષ। 2004 માં જ્યારે સુંદર પિચાઇએ ગુગલમાં જોઇન કર્યું ત્યારે તેમણે પ્રોડક્ટ અને ઇનોવેસન ઓફિસરના રુપમાં ઓફિસ જોઇન કરી હતી.

 

હંમેશા એવા લોકોની સાથે કાર્ય કરવુ વધુ સારુ હોય છે, જે તમને પોતાના માટે અસુરક્ષિત ફિલ કરાવતુ રહે છે કારણ કે તેનાથી તમે તમારી હદ લાંબી કરતા રહો છો:  સુંદર પિચાઇ  

google 01

PC: Wikipedia

સુંદર પિચાઇનો પહેલો પ્રોજક્ટ હતો પ્રડક્ટ મેનેજમેન્ટ અને ઇનોવેશન બ્રાંચમાં ગુગલના સર્ચ ટુલબારને સારો બનાવીને તેને બીજી બ્રાઉઝરનાં ટ્રાફિકને ગુગલ પર લાવવો. જે દરમિયાન સુંદર પિચાઇના એક આઇડિયાએ તેમની લાઇફ બદલી નાખી હતી.

ત્યારે તે ગુગલ સાથે કામ કરતાં કરતાં આઇડિયા આવ્યો કે, પોતાનું ઇન્ટરનેટ બ્રાઉઝર બનાવવુ. પણ એ સમયે ગુગલના સીઇઓ માન્યા નહી અને  વર્ષ 2008 માં ટર્નિંગ પોઇન્ટ આવ્યો જ્યારે સુંદર પિચાઇની મદદથી ગુગલે પોતાનું બ્રાઉઝર લોન્ચ કર્યું જેનું નામ ક્રોમ આપવામાં આવ્યુ

  • 2004 માં ગુગલ સાથે જોડાયા
  • google માં જોડાયા બાદ આવ્યો પોતાનું સર્ચ એન્જીન બનાવવાનો આઇડિયા
  • 2008 માં સુંદર પિચાઇની મદદથી ગુગલે પોતાનું બ્રાઉઝર લોન્ચ કર્યું જેનું નામ ક્રોમ આપવામાં આવ્યુ
  • ગુગલ ક્રો આજના સમયમાં સૌથી વધુ યુઝ થતું વેબ બ્રાઉઝર છે

ગુગલને જ યાદ નથી સીઇઓ નો બર્થ ડે?

હા, સર્ચ એન્જીન ગુગલમાં સુંદર પિચાઇની બર્થ ડેટ કંઇક અલગ બતાવે છે, પણ જ્યારે તમે વિકિપીડિયામાં જશો તો આ તેમાં 10 જુન બતાવશે. ટ્વીટર પર અને સોશિયલ મીડિયા પર પણ લોકો સુંદર પિચાઇના બર્થ ડે પર વિશ કરી રહ્યાં છે.

birthday s

Pc: Google SC

ખુદ ગુગલ પણ આવી ભુલ કરી શકે છે, જો કે હવે તેને પોતાની આ ભુલને સુધારી દીધી છે.

ટર્નિંગ પોઇન્ટ

ગુગલના સીઇઓ સુંદર પિચાઇને ગુગલમાં કામ કરતાંજ માઇક્રોસોફ્ટ અને ટ્વીટર માંથી પણ ઓફરો આવી હતી, પણ તેમણે સ્વીકારી નહી. અને 10 ઓગસ્ટ 2015 માં સુંદર પિચાઇને ગુગલના  ceo બનાવવામાં આવ્યા. કહેવાય છે કે તે સમયે તેમને એડવાન્સ આપીને ગુગલે બીજી કંપનીમાં જવા દીધા નહોતા, આટલા ટેલેન્ટેડ વ્યક્તિને કોઇ શા માટે બીજી કંપનીમાં મોકલે.

પર્સનલ લાઇફ

anjali-pichai-sundar-pichai

તેમના જન્મ દિવસ પર જો સુંદર પિચાઇની લવ સ્ટોરીની વાત કરીએ તો, કોલેજની મિત્ર અંજલી પીચાઇ સાથે તેમણે લગ્ર કર્યા હતા. આ બંને એ સાથે જ IIT ખડકપુરમાં સાથે જ એન્જીન્યિરિંગ કર્યું હતુ, આ સાથે અંજલીએ જ પિચાઇને ગુગલની જોબ ન છોડવા માટે કહ્યું હતુ. 

આ પણ વાંચો:  ટીવીના ‘હનુમાન’ નિર્ભય વાધવાને વેચવી પડી પોતાની બાઈક

શું હશે ગુગલના સીઇઓની સેલરી?

આજે દુનિયાના ધનિકોના નામ તમને કોઇ પુછે તો તમે અનિલ અંબાણી, ગૌતમ અદાણી, જેફ બેઝોફ, માર્ક જુગરબર્ગ વગેરેના નામ યાદ આવશે પણ આ લોકોની સાથે સાથે ગુગલના એક માત્ર સીઇઓ સુંદર પિચાઇ સૌથી વધુ સેલરી મેળવનારા સીઇઓ છે. મીડિયા રિપોર્ટસ મુજબ, વર્ષ 2020 માં સુંદર પિચાઇની સેલેરી 2 મિલીયન ડોલર એટલે કે 15 કરોડ રુપિયા હતી. આ સિવાય તેમને અન્ય અનાઉન્સમાં તેમને 37 કરોડ (50 લાખ ડોલર)રુપિયા મળે છે. ટોટલ કરવા જઇએ તો તેમની સેલરી 52 કરોડ રુપિયા સુધી પહોંચી જાય છે.    

દુનિયાના સૌથી પ્રતિભાશાળી લોકોની લિસ્ટમાં

તમે જાણતા જ હશો કે, ટાઇમ મૈગેજીન દર વર્ષે 100 પ્રતિભાશાળી વ્યક્તિઓની લિસ્ટ બહાર પાડે છે, જેમાં બિઝનેસ જગતમાં સુંદર પિચાઇનું નામ આ લિસ્ટમાં હતુ. સુંદર પિચાઇ કરોડો ભારતીયો માટે એક ગર્વ અને ઇન્સિપીરેન્શન છે. ભારતીયોના મોટીવેશન પર્સન અને ગુગલના સીઇઓ સુંદર પિચાઇને OTTindia બર્થ ડેની શુભકામનાઓ પાઠલવે છે

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment