Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / June 27.
Homeન્યૂઝNational Youth Day 2022: ‘રાષ્ટીય યુવા દિવસ’ તે મહાન આત્માને યાદ કરવાનો દિવસ છે જેમણે સમગ્ર વિશ્વમાં ભારતીય સંસ્કૃતિનનો પરિચય કરાવ્યો

National Youth Day 2022: ‘રાષ્ટીય યુવા દિવસ’ તે મહાન આત્માને યાદ કરવાનો દિવસ છે જેમણે સમગ્ર વિશ્વમાં ભારતીય સંસ્કૃતિનનો પરિચય કરાવ્યો

National youth day
Share Now

National Youth Day 2022: ‘રાષ્ટીય યુવા દિવસ’ તે મહાન આત્માને યાદ કરવાનો દિવસ છે જેમણે સમગ્ર વિશ્વમાં ભારતીય સંસ્કૃતિ અને સનાતન જીવન પદ્ધતિનો પરિચય કરાવ્યો અને દેશનું નામ ગૌરવાન્વિત કર્યુ. એવા ભારતના મહાન ફિલોસોફર, યુવાનોના પ્રેરણાસ્ત્રોત અને આધ્યાત્મિક મહાપુરુષ સ્વામી વિવેકાનંદની જ્યંતિના રૂપે તેમના સન્માનમાં દેશભરમાં 12 જાન્યુઆરીએ રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે મનાવવામાં આવે છે. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશ મા રાષ્ટ્રીય યુવા દિવસનીની દિવ્ય ઉજવણી કરવામાં આવે છે એને જ ભાગરુપે ગુજરાત રાજ્યમા પણ વિવિધ આયોજન થાય છે . આપણા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ હમેશાં યુવાનોને વિવિધ યોજનાઓં થકી વધુ મા વધુ લાભ અપાવવા માટે પ્રયત્નશીલ હોય છે , યુવાનો સાથે સતત સંવાદ કરી ને સ્ટાર્ટઅપ ઇંડિયા , સ્કીલ ઇંડિયા મિશન , ફિટ ઇંડિયાં મુવમમેંટ જેવા અનેક યુવાલક્ષી કાર્યોંમા સ્વયં રુચિ લઈ ને પ્રેરણારુપ બન્યા છે. 

આ રાષ્ટ્રીય યુવા દિવસ મોટી પ્રેરણાનો અને નવા સંકલ્પ લેવાનો દિવસ છે, કારણ કે આજના દિવસે સ્વામી વિવેકાનંદના રૂપમાં ભારતને એક એવી ઉર્જા મળી હતી જે આજે પણ આપણા દેશને ઉર્જાવાન રાખી રહી છે અને આપણને આગળનો માર્ગ બતાવી રહી છે.

swami vivekanand

swami vivekanand, google image

શિકાગોમાં વિશ્વ ધર્મ સંસદમાં સ્વામી વિવેકાનંદએ જે ભાષણ આપ્યું

જ્યારે વર્ષ 1893માં શિકાગોમાં વિશ્વ ધર્મ સંસદમાં સ્વામી વિવેકાનંદએ જે ભાષણ આપ્યું, તેની શુરૂઆત ‘અમેરિકાના બહેનો અને ભાઇઓ’ની સાથે શરૂઆત કરી, આ શબ્દો માટે સાત હજારની મેદનીએ ઉભા થઈને તાળીઓ પાડીને તેમનું સન્માન કર્યુ અને બે મિનિટ સુધી આ સન્માન ચાલ્યુ. જેનાથી તેમને વૈશ્વિક સ્તરે અલૌકિક અને તેજસ્વી વક્તા તેમજ ફિલોસોફર તરીકેની ઓળખ મળી. તેમના દ્વારા આપવામાં આવેલા ઉપદેશ અને દર્શાવવામાં આવેલા આદર્શો આજે પણ અમર છે.

આ પણ વાંચો: વન નેશન વન રેશન : મોદી નંબર વન

national youth day

national youth day, google image 

સ્વામી વિવેકાનંદે હંમેશા યુવાનોની ક્ષમતા પર ધ્યાન કેન્દ્રિત કર્યુ. સ્વામી વિવેકાનંદના આ સ્વપ્નને સાકાર કરવા રાજ્ય સરકાર અડીખમ છે.ઉઠો, જગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો.આ સુત્ર યુવાનોએ આપણા જીવન મા ઉતારી લેવો જોઈયે અને સતત આપળા લક્ષ્ય પ્રાપ્તિ માટે પ્રયત્નો કરવા જોઈયે. 

–જય જય ગરવી ગુજરાત–

જુઓ આ વિડીયો: રાષ્ટીય એકતા દિવસ 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment