Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / May 18.
HomeઇતિહાસHappy Republic Day 2022: પ્રજાસત્તાક દિવસે રાજપથની પરેડમાં જોવા મળશે 12 રાજ્યની ઝાંખીઓની ઝલક

Happy Republic Day 2022: પ્રજાસત્તાક દિવસે રાજપથની પરેડમાં જોવા મળશે 12 રાજ્યની ઝાંખીઓની ઝલક

Happy republic day
Share Now

પ્રજાસત્તાક દિન (Republic Day)

દેશની આઝાદી માટે શહીદ થયેલા રણબાંકુરોને સલામ
જેમના બલિદાનને કારણે આપણે સ્વતંત્ર અને પ્રજાસત્તાક બન્યા
આવો આઝાદીના લડવૈયાઓના સપનાને આગળ વધાવીએ
વિશ્વભરમાં ભારત માતાનો જયજયકાર કરીયે..

ભારત એક લોકતાંત્રિક, સાર્વભૌમ અને પ્રજાસત્તાક દેશ છે. 15 ઑગસ્ટ 1947ના રોજ ભારત સ્વતંત્ર થયું અને 26 જાન્યુઆરી, 1950ના રોજ બંધારણનો અમલ શરૂ થયો હતો. લાહોર અધિવેશન મુજબ 26 મી જાન્યુઆરીને દર વર્ષે પૂર્ણ સ્વરાજ દિવસ તરીકે ઉજવવાનું નકકી કરવામાં આવ્યું હતું. દર વર્ષે 26જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દિવસ તરીકે ઊજવવામાં આવે છે. આજના દિવસે અંગ્રેજોએ દેશની આઝાદી માટે કોઇ જ પગલા ન ભરતા દેશમાં પૂર્ણ સ્વરાજનો નારો ગુંજી ઉઠયો હતો. પૂર્ણ સ્વરાજની માંગ સાથે દેશમાં રાષ્ટ્ભકિતની લહેર ઉભી થઇ હતી. આજે આપણો ભારત 73મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યો છે. 

happy republic day

happy republic day- sand art, Twitter 

ભારત પાસે વિશ્વમાંથી સૌથી મોટો લેખિત સંવિધાન છે,

ભારત પાસે વિશ્વમાંથી સૌથી મોટો લેખિત સંવિધાન છે, જેના થકી નાગરિકો ને તેમનો અધિકાર મળે છે. ભારતનું સંવિધાન દુનિયાનું સૌથી મોટું સંવિધાન છે. જેમા 395 અનુચ્છેદ અને 12 અનુસૂચિયો છે. સંવિધાનમાં સરકારના સંસદીય સ્વરૂપની વ્યવસ્થા કરવામાં આવી છે.  કેન્દ્રીય કાર્યપાલિકાના સાવિધાનિક પ્રમુખ રાષ્ટ્રપતિ છે. ભારતના સંવિધાનની ધારા 79ના મુજબ, કેન્દ્રીય સંસદની પરિષદમાં રાષ્ટ્રપતિ અને બે સદન છે જેને રાજ્યોની પરિષદ રાજ્યસભા અને લોકોનુ સદન લોકસભાના નામથી ઓળખાય છે.

26 જાન્યુઆરી 1950ના રોજ સમગ્ર દેશમાં બંધારણનો અમલ કરવામાં આવ્યો હતો:

બંધારણ અપનાવ્યાના બે મહિના પછી 26 જાન્યુઆરી 1950ના રોજ સમગ્ર દેશમાં તેનો અમલ કરવામાં આવ્યો હતો. છેલ્લા 72 વર્ષમાં બંધારણમાં ઘણા સુધારા કરવામાં આવ્યા છે. આજે જ્યારે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ વિકાસના પથે આગળ વધી રહ્યો છે ત્યારે સરકારે બંધારણ અને લોકશાહીને મજબૂત કરવાની દિશામાં પણ મહત્વપૂર્ણ પગલાં ભર્યા છે. મોદી સરકારે બંધારણના ઈ-પ્રદર્શનથી લઈને સ્વાતંત્ર્ય સપૂતોની અમર ગાથાને લોકો સુધી પહોંચાડવાનું કામ કર્યું છે.

આ પણ વાંચો: આજના દિવસથી જ ભારતીય સેનાને સંપૂર્ણ રીતે બ્રિટિશ આર્મીથી મળી હતી મુક્તિ, જાણો Indian Army Dayનો ઇતિહાસ

મહાત્મા ગાંધી, બાબાસાહેબ ભીમરાવ આંબેડકર, દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્ર પ્રસાદ, દેશના પ્રથમ વડાપ્રધાન ડો.જવાહરલાલ નેહરુ અને પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાનને ક્યારેય ન ભૂલી શકાય તેમ નથી. પ્રજાસત્તાક દિવસના આ અવસર પર આપણે સ્વાતંત્ર્ય સેનાનીઓનું સન્માન કરવાની, દેશની એકતાને અગ્રેસર રાખવા અને આત્મનિર્ભર ભારતને વિશ્વ ફળકે ઓળખ અપાવાની દિશામાં મજબૂત પગલાં ભરવાની અને પ્રતિજ્ઞા લેવાની જરૂર છે. 

આ વર્ષે દેશના માત્ર 12 રાજ્યોને ઝાંખી પ્રસ્તુત કરવાની તક મળી છે. જેમાં અરુણાચલ પ્રદેશ, હરિયાણા, છત્તીસગઢ, ગોવા, ગુજરાત, જમ્મુ-કાશ્મીર, કર્ણાટક, મહારાષ્ટ્ર, મેઘાલય, પંજાબ, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડનો સમાવેશ કરવામાં આવ્યો છે. જો કે આ વર્ષે ગુજરાત રાજ્ય દ્વારા ઝાંખીમાં આદિવાસી ક્રાંતિકારીઓનું જીવન દર્શાવવામાં આવશે. ઝંખીમાં સ્વતંત્રતા સંગ્રામમાં આદિવાસીઓનું બલિદાનનો ઇતિહાસ દર્શાવવામાં આવશે. 

વંદે માતરમ.. 

જુઓ આ વિડીયો: 26 January Special 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment