Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeન્યૂઝAAPમાં જોડાવા અંગે હાર્દિક પટેલની સ્પષ્ટતા

AAPમાં જોડાવા અંગે હાર્દિક પટેલની સ્પષ્ટતા

HARDIK PATEL
Share Now

ગઈ કાલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ(ARVIND KEJRIWAL) અમદાવાદની એક દિવસીય મુલાકાતે આવ્યા હતા. અને ગુજરાતના જાણીતા પત્રકાર ઈસુદાન ગઢવી કેજરીવાલની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં વિધિવત રીતે જોડાયા હતા. ત્યારે એવાં પણ સમાચાર વહેતા થયા હતા કે કોંગ્રેસ(CONGRESS) નેતા હાર્દિક પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાશે તેવી અટકળો ચાલતી હતી. આમ આદમી પાર્ટીમાં જોડાવવાની અટકળોને લઈને આખો દિવસ હાર્દિક પટેલ ચર્ચામાં રહ્યા હતા. હાર્દિક પટેલે ફેસબુક પોસ્ટ કરીને આમ આદમી પાર્ટીમાં જોડાવવાની તમામ અટકળોને પાયા વિહોણી ગણાવી છે.

હાર્દિક પટેલે કરી સપષ્ટતા 

આમ આદમી પાર્ટીમાં જોડાવાની વાતને લઈને હાર્દિક પટેલે(HARDIK PATEL) સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે, હું આમઆદમી પાર્ટીમાં જોડાવાનો છું અને આવનારી વિધાનસભાની ચૂંટણીમાં તેમનો ચહેરો બનવાના છું તેવા સમાચાર વિવિધ મીડિયા પ્લેટફોર્મ પર સાંભળીને હું આશ્ચર્ય પામ્યો છું. આ અહેવાલો પાયાવિહોણા અને બનાવટી છે. આ અહેવાલ ભાજપ દ્વારા કોંગ્રેસના સમર્થકો, કાર્યકરો અને ખાસ કરીને વિવિધ સમાજોમાં મૂંઝવણ ફેલાવવાના ઉદ્દેશ્યથી રોપવામાં આવ્યા છે. કોંગ્રેસ પાર્ટીના 130 વર્ષના ઇતિહાસમાં હું સૌથી યુવા પ્રદેશ કાર્યકારી પ્રમુખ છું. મારા કોંગ્રેસમાં જોડાવાનો એકમાત્ર ઉદ્દેશ્ય એ હતો કે ગુજરાતમાં ખેડૂત વિરોધી, ગરીબ વિરોધી અને વિવિધ સમાજ વિરોધી ભાજપને સત્તામાંથી કાઢવી. વર્ષ 2014 પછી દેશ અને ગુજરાતમાં સમાજના તમામ વર્ગોની હાલત કથળેલી છે. કાર્યકારી અધ્યક્ષ તરીકે હું મારી બધી જવાબદારીઓ ખૂબ જ નિષ્ઠાથી નિભાવવા માટે પ્રતિબદ્ધ છું જેથી વર્ષ 2022 માં ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીની સરકાર બની શકે. પાર્ટીના નેતા શ્રી રાહુલ ગાંધીજી અને આદરણીય પ્રિયંકા ગાંધીજીએ દેશના ઘણા સક્રિય યુવાનોને પાર્ટીનું નેતૃત્વ કરવાની તક આપી છે, જેનું હું એક ચમકતું ઉદાહરણ છું.

HARDIK PATEL

IMAGE CREDIT- PTI

 

જે પણ ભાજપના કુશાસન સામેની લડતને મજબૂત બનાવવા માંગે છે તેમનું ગુજરાતમાં સ્વાગત છે, પરંતુ ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટી જ છે કે જે ગત 2017ની વિધાનસભાની ચૂંટણીમાં સરકાર રચવાની નજીક પહોંચી હતી. ગુજરાતના લોકોએ કોરોનાના ગંભીર સંક્રમણના સમયગાળા દરમિયાન પડોશી રાજ્યો રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પાર્ટીની કામગીરી જોઇ છે અને મને ખાતરી છે કે વર્ષ 2022 પછી ગુજરાત રાજ્યના લોકો અમને સંપૂર્ણ બહુમત સાથે તેમની સેવા કરવાની તક આપશે. 

આ પણ વાંચો:કેજરીવાલના એક્ષપો સામે કોંગ્રેસે કર્યો વળતો પ્રહાર

કોંગ્રેસને ફરી બેઠી કરવા માટે હાર્દિક પટેલ સામે છે મોટા પડકારો 

ગુજરાતમાં આમ આદમી પાર્ટી ખુબ ઝડપથી આગળ વધી રહી છે. ત્યારે પ્રવર્તમાન સમયમાં કોંગ્રેસની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો હાલમાં ગુજરાત કોંગ્રેસ પાસે સ્થાનિક નેતૃત્વ જ નથી.હાલમાં થયેલ 2021ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસની ખુબજ ખરાબ રીતે હાર થઈ હતી. ઘણી બધી જગ્યાએતો કોંગ્રેસ ખાતું પણ ખોલાવી નથી શકી. અને પછી છેલ્લે હાર સ્વીકારીને ઈવીએમ(EVM) મશીન પર દોષનો ટોપલો નાખ્યો હતો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં થયેલ કારમી હારને લીધે વિરોધ પક્ષના નેતા તરીકે પરેશ ધાનાણી અને પ્રદેશ અધ્યક્ષ તરીકે અમિત ચાવડાએ પોતાના પદ પરથી રાજીનામુ આપ્યું હતું. ભાજપ(BJP) અને આમ આદમી પાર્ટી(AAP) અત્યારથી વિધાનસભાની ચૂંટણીને લઈને ફૂલ એક્શનમાં છે ત્યારે ગુજરાત કોંગ્રેસ હજુ તેના સ્થાનિક નેતૃત્વની તલાશમાં છે. ત્યારે 25 વર્ષથી સત્તાથી દૂર રહેલ અને હમણાંજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ખરાબ રીતે હારેલ કોંગ્રેસને આવનાર વિધાનસભાની ચૂંટણીમાં ફરી બેઠી કઈ રીતે કરવી તે  હાર્દિક પટેલ સામે સૌથી મોટો પડકાર છે. કોંગ્રેસના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ માટે ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડીયા અને શક્તિસિંહ ગોહિલ, તેમજ હાર્દિક પટેલ નું નામ ચર્ચામાં છે. પરંતુ મુદ્દાની વાત એ છે કે જયારે ચૂંટણી માથે છે ત્યારે કોંગ્રેસ પક્ષ પાસે પોતાનું સ્થાનિક નેતૃવ જ નથી કે નથી વિરોધ પક્ષના નેતા. ત્યારે આવનાર સમયમાં ભાજપ(BJP) અને આમ આદમી પાર્ટી બંનેને કઈ રીતે ટક્કર આપશે?  આમ આવનાર વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ફરી બેઠી કરવા માટે હાર્દિક પટેલ સામે ઘણા પડકાર છે. આ પડકારોને લઈને હાર્દિક પટેલનો શું એક્શન પ્લાન હશે? તેના પર હવે સૌ કોઈની નજર રહેલી છે.

 

No comments

leave a comment