સુરતના આગ્રણી હીરા ઉધ્યોગપતિ (Diamond businessman) અને હરિકૃષ્ણ ડાયમંડ કંપનીના સ્થાપક સવજી ધોળકિયા ડાયમંડ ઉધ્યોગની સાથે સાથે સામાજિક કર્યો કરવામાં પણ અનેક વખત ચર્ચામા આવ્યા છે.
હાલ, ટોકિયો ઓલમ્પિક ચાલી રહ્યું છે, ત્યારે ટોકિયો ઓલમ્પિકમાં ભારતનું પ્રતિનિધિ કરીને ભલે મહિલા હોકીની ટીમ હારી ગઇ હોય પણ લોકોનું દિલ તો ટીમે જીતી જ લીધુ છે, ટોક્યો ઓલ્મિપિક 2020 માં ભારતીય મહિલા હોકી ટીમ ઇતિહાસ રચવામાં માત્ર 1 ડગલું દુર હતી, પણ ભારતીય ટીમને રસાકસી બાદ અર્જેન્ટીના સામે હારી ગયા હતા.
મેચ હાર્યા છો પણ દિલ તો જીત્યાં જ છે ઈતિહાસ તોડ્યો છે, કીર્તિમાન સ્થાપયો છે,તેનાથી પણ મોટું એક પ્રેરણાસ્ત્રોત બન્યાં છો: ધોળકિયા
Image Courtesy :OTT india
અત્યાર સુધીમાં પહેલી વખત ભારતીય મહિલા હોકી ટીમ ઓસ્ટ્રેલિયાને હરાવીને સેમિફાઇનલમાં પહોંચી હતી, મહિલા ટીમની આ સફળતાને બિરદાવા લાયક છે, અને સમગ્ર દેશે ગૌરવ લેવા જેવી બાબત છે.
મેચ હાર્યા છો પણ દિલ તો જીત્યાં જ છે: ધોળકિયા
‘कर्मणयेवाधिकारस्ते मा फलेषु कदाचन’
हम अपनी ओर से खिलाड़ियों का हौसला अफ़जाई कर सकते हैं। ताकि वे कड़ी मेहनत से पीछे न हटें।हरि कृष्णा ग्रुप #indianwomensHockeyTeam को सूरत आने को आमंत्रित कर रहा है।हर खिलाड़ी को ₹2.5 लाख की प्रोत्साहन राशि देकर सम्मानित किया जाएगा।@imranirampal pic.twitter.com/oGTgFQ9Akn— Savji Dholakia (@SavjiDholakia) August 7, 2021
ભારતીય મહિલા હોકી ટીમની આ સફળતાના સમાચાર સુરતના હીરા ઉધ્યોગપતિ (Diamond businessman) સવજીભાઈ ધોળકિયાને મળતા તેઓ સમાચાર જાણી ગૌરવની લાગણી અનુભવી મહિલા ટીમ માટે પુરસ્કારની જાહેરાત કરી આપી હતી. દેશનું ગૌરવ બની રહેલી 16 દીકરીઓ હવે અંતિમ સફળતાને માત્ર એક ડગલું દૂર છે ત્યારે તેમની હીમત વધારવા સુરતના હીરા ઉધોગપતિ સવજીભાઈ ધોળકિયા આગળ આવી પ્રોત્સાહન માટેની જાહેરાત કરી હતી, પણ મહિલા હોકી ટીમ હારી ગઇ હતી.
આ પણ વાંચો: કોણ છે સુરતના હિરા વ્યાપારી જેણે, મુંબઇમાં ખરીધ્યુ 185 કરોડનું ઘર
છતાં દિલદાર સવજીભાઇ ધોળકીયાએ હાલ ઓફિશિયલી ટ્વીટર એકાઉન્ટ પરથી જાહેરાત કરી છે કે, તેમણે ભારતીય હોકી ટીમનો જુસ્સો વધારવા માટે ફરી એક અનાઉસમેન્ટ કર્યું છે, જેમાં ટ્વીટ કરતાં તેમણે લખ્યુ કે, ‘कर्मणयेवाधिकारस्ते मा फलेषु कदाचन’ હરિકૃષ્ણા ગૃપ ભારતીય હોકી ટીમને સુરત આવવા માટે આમંત્રિત કરે છે, તથા દરેક ખેલાડીની મહેનતમાં કોઇ કમી ન આવે તે માટે દરેક ખેલાડીને 2.5 લાખ ની રાશિ આપવાની ઘોષણા કરે છે.
મહત્વનું છે કે,આ પહેલાં સવજીભાઇ ધોળકીયાએ મહિલોને પુરસ્કાર આપવાની જાહેરાત કરી નાખી હતી, HK ગ્રુપ મહિલા હોકી ખેલાડીઓને 11 લાખનું ઘર અથવા રૂ 5 લાખની તદ્દન નવી કાર આપવાની વાત કરવામાં આવી હતી. રાષ્ટ્રને આપણી ભારતીય હોકી ટીમ પર ગર્વ છે.
આ પણ વાંચો: ભારતીય મહિલા હોકી ટીમ માટે લાખોના પુરસ્કારની હીરા ઉધ્યોગપતિએ શા માટે કરી જાહેરાત?
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4