Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / August 12.
Homeકહાનીઓડિશાના દશરથ માંઝી: ગામને દુનિયા સાથે જોડવા 30 વર્ષ સુધી ખોદ્યો પહાડ

ઓડિશાના દશરથ માંઝી: ગામને દુનિયા સાથે જોડવા 30 વર્ષ સુધી ખોદ્યો પહાડ

Manji
Share Now

કહેવત છે ને કે, કોશિશ કરનેવાલો કી હાર નહી હોતી…તે કહેવત એમ જ નથી પડી ગઇ…એવા ખેલાડી અને ગોલ્ડ મેડલ લાવનારા ખેલાડીઓને પણ લાગુ પડે છે, કુશ્તી હોય કે, બેડમિન્ટન કે હોકી…તમામ સ્થાન પર મહેનત તો કરવી જ પડે છે. પણ આજે આપણે ઓલમ્પિકની વાત નથી કરવાના..

માઉન્ટેન મેન દશરથ માંઝી

થોડા વર્ષ પહેલાં એક માઇન્ટેન મેન વિશે ખુબ ચર્ચા થઇ હતી, માઉન્ટેન મેન દશરથ માંઝી, જેમણે એક માઉન્ટેનને ચીરીને રસ્તો બનાવ્યો હતો. ફરી એમના જેવા જ એક વ્યક્તિ હાલ ચર્ચામાં છે. ફિલ્મ માંઝી તો તમે જોઇ જ હશે જેમાં નશિરુદ્દીન શાહ એક ગામમાં રહે છે, જેના ગામમાં કોઇ ખાસ સુવિધાઓ પણ નથી હોતી અને સાથે સાથે તેના ગામમા રસ્તાઓ પણ નથી હોતા, તે પોતાના જીવનના અમુક વર્ષ એક પહાડ ખોદવામાં લગાવે છે અને ત્યાંથી રસ્તો નીકાળે છે, બસ આ ફિલ્મની સ્ટોરી હવે સાચી બની છે.

Odisha

Image Courtesy: Google Image

30 વર્ષ એક પહાડ ખોદવા પાછળ આપ્યા

એક વ્યક્તિ જેણે પોતાના જીવનના 30 વર્ષ એક પહાડ ખોદવા પાછળ આપી દીધા, જેથી ત્યાંથી રસ્તો બની શકે, એક એવો સમય પણ હતો જ્યારે લોકો કહેતા હતા, કે ત્યાંથી રસ્તો ન બની શકે, આ સિવાય તે રાજ્યાના મંત્રીએ પણ કહી દીધુ હતુ કે,ત્યાં રસ્તો ન બની શકે.

ઓડિશાના આદિવાસી ખેડુત હરિહર બહેરા (Harihar Behera)… તેમણે 30 વર્ષની સખત મહેનત કરીને પહાડને ચીરીને 3 કીમી લાંબો રસ્તો બનાવી દીધો છે.

 

ઓડિશાના ભુવનેશ્વરથી દુર એક ગામ તુલુબી ગામ (Tulubi village)છે, જે ગામમાં કોઇ રસ્તો કે રોડ નથી, લોકો આવવા જવા માટે જંગલનો રસ્તો વાપરે છે, તેમજ લોકોને ખુબ સમસ્યાઓનો સામનો પણ કરવો પડે છે.જંગલનો રસ્તો પુરી રીતે સુરક્ષિત પણ નથી જેના કારણે જંગલમાંથી બઝાર જવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે.

જંગલમાં જંગલી પ્રાણી અને સાપોનો આંતક

ઓડિશાના આ ગામમાં રસ્તાઓ નથી, રોડ નથી અને કોઇ ખાસ સુવિધાઓ પણ નથી, શહેરમાં જેમ આપણે સુખ સુવિધાઓમાં જીવીએ છીએ તેમ ગામના લોકોને કોઇ સુવિધો મળતી નથી અને તેના કારણે જંગલમાંથી મજબુરીમાં લોકોને પસાર થવુ પડે છે. જંગલમાં જહેરીલા સાપોનો આંતક છે, આ સિવાય અને જંગલી પ્રાણીઓનો વસવાટ છે, જેથી ગામના લોકો માટે એ રસ્તો પર સુરક્ષિત નથી.

Odisha Tourism

Image Courtsey: Odisha Tourism

આ બધુ વિચારીને ગામના લોકોએ પ્રશાસન સામે રોડ બનાવવાની માંગણી પણ કરી હતી, પણ પ્રશાસને હાત જોડી દીધા અને મુખ્યમંત્રીએ પણ ના પાડી દીધી.

આવી પરિસ્થિતિમાં હિંમત હાર્યા વગર પોતે જ પહાડ ચીરીને રસ્તો બનાવવાનો આઇડિયા આવ્યો અને હરિહર બહેરા (Harihar Behera) એ પોતાના જીવનના 30 વર્ષ પહાડને ચીરવામાં લગાવ્યા જેથી અહીં રસ્તો બની શક્યો છે.

હરિહર બહેરા (Harihar Behera) ની સાથે તેમના ભાઇએ પણ સાથ આપ્યો અને બંને ભાઇઓની મહેનતથી એક મુહિમની શરુઆત થઇ જે 30 વર્ષ બાદ સફળ બની, હરેહરના ઘર આગલથી પણ હવે ફોરવ્હીલર જાય છે, બાળકો પણ શાળાએ રસ્તા પરથી જઇ રહ્યાં છે, હવે જંગલના સહારે જવુ નથી પડતુ. હરિહરે એ કામ કરી બતાવ્યુ જે પ્રશાસન પણ ના કરી શક્યું.

આ પણ વાંચો: કોણ છે અ‍મૃતા શેરગીલ? જેના મૃત્યુના 83 વર્ષ બાદ પણ તેની પેઈન્ટિંગ બની વિશ્વની સૌથી મોઘી પેઈન્ટિંગ

આવા જ દેશ વિદેશના સમાચાર, ક્રાઇમ અને રમત-ગમતના સમાચારો માટે તમે જોતાં રહો માત્ર OTT india…

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment