Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeહેલ્થશું તમને વધુ પડતા ગરમ પાણીથી નાહવાની ટેવ છે, તો ચેતી જજો !!

શું તમને વધુ પડતા ગરમ પાણીથી નાહવાની ટેવ છે, તો ચેતી જજો !!

hot water bath
Share Now

મોટાભાગના લોકો ગરમ પાણી વડે નહાવાનું પસંદ કરો છો, લોકો ઋતુ પ્રમાણે ગરમ અને ઠંડા પાણીથી નાહવાનું પસન્દ કરતા હોઈ, ન માત્ર તાજગી મળે નાહવાથી પરંતુ બીમારીઓ પણ જતી રહેતી હોઈ છે એટલે ગરમ અને ઠંડા મિક્સ કરી નાહવું જોઈએ પરંતુ શું તમે જાણો છો કે વધુ ગરમ પાણી વડે નહાવું તમારા શરીર માટે કેટલું નુકસાનદાયક પણ હોય છે? લોકોને વધુ પડતા ગરમ પાણીથી નાહવાની ટેવ હોઈ છે અને હૂંફ મળે અને રિલેક્સ થઇ એવું લાગતું હોઈ છે અને ગરમ પાણીથી કીટાણુ પણ મરી જાય અને માંસપેશીઓને આરામ મળે પરંતુ વધુ પડતા ગરમ પાણીથી ઘણી વાર એ ભારે પણ પડી શકે છે…વધુ ગરમ પાણી તમારા વાળ અને ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે, સાથે જ બીજી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. આમ શિયાળામાં લોકો ગરમ પાણી વડે સ્નાન કરે છે. પરંતુ એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ સુધી જ હોવું જોઇએ. જો તેનાથી વધુ ગરમ પાણી સ્નાન કરશો તો આ ત્વચા અને વાળને નુકસાન પહોંચાડે છે.

hot water bath is harmful

Dollar shave club

ઘણા લોકોને એવું લાગે છે કે ગરમ પાણી વડે નહાવાથી મસલ્સને રિલેક્સ કરે છે અને શરીરને આરામ પહોંચે છે, પરંતુ એવું નથી. નહાવાનું પાણી હંમેશા સામાન્ય હોવું જોઇએ, ના તો ખૂબ ગરમ અને ના તો ખૂબ ઠંડુ. તો આવો જાણીએ વધુ ગરમ પાણી વડે નહાવવું તમારે માટે કેટલું નુકસાનદાયક હોય છે.

1. ગરમ પાણીથી સ્કિન ઇન્ફેક્સનનો વધતો ખતરો :

ગરમ પાણી વડે નહાવવું ચામડી માટે સારું નથી, તેનાથી ત્વચા લાલ થઇ જાય છે, અને તેના કારણે ચકતા અથવા એલર્જી થઇ શકે છે.ગરમ પાણીને કારણે સ્કિનના ટિશ્યુઝને નુકસાન પહોંચે છે અને સમયાંતરે તે ડેમેજ થવા લાગે છે. સ્કિન પર સમય કરતા વહેલા કરચલીઓ પડવા લાગે છે.ગરમ પાણી સ્કિનની ભીનાશ એબ્ઝોર્બ કરી નાખે છે. આનાથી સ્કિન ઈન્ફેક્શનનો ખરતો વધી શકે છે.

2. ગરમ પાણીથી વાળમાં ડ્રાઈનેસ વધે છે:

ગરમ પાણીની વાળ પર ખરાબ અસર પડે છે. આ બાળના મોઇશ્વચાઇઝરને ઓછું કરે છે, જેનાથી વાળ ખરવાનું શરૂ થઇ જાય અને વાળમાં શુષ્કતા વધી જાય છે. ગરમ પાણીને કારણે સ્કિનનું મોઈશ્ચર ઓછું થઈ જાય છે. આનાથી ત્વચાની ચમક પણ ઓછી થઈ જાય છે.
વાળ માટે તો ગરમ પાણી અત્યંત નુકસાનકારક છે. ગરમ પાણીથી વાળ રફ અને ડ્રાય થઈ શકે છે.
જો વધારે પડતા ગરમ પાણથી વાળ ધોવામાં આવે તો સ્કાલ્પ ડ્રાય થઈ જાય છે અને ડેન્ડ્રફની સમસ્યા વધી શકે છે.ગરમ પાણીથી વાળ ડ્રાય થઈ જવાને કારણે વાળ ખરવાની સમસ્યા પણ વધી જાય છે.

3. બ્લડ પ્રેસર થઇ છે ઓછું :

ગરમીના લીધે ત્વચામાં રક્ત વાહિકાઓ ફેલાવવા લાગે છે (વાસોડિલેશન). પરિણામ સ્વરૂપે રક્ત પ્રવાહ માટે વાહિકાઓની દિવાલ દ્વારા પ્રતિરોધ ઓછો થઇ જાય છે અને બ્લડ પ્રેશર ઓછું થઇ જાય છે (હાઇપોટેંશન).

4. રક્તપ્રવાહને અસંતુલિત કરે છે :

કેટલાક લોકોને ગરમ પાણી વડે સ્નાન કર્યા બાદ ઉબકાનો અનુભવ થાય છે, ખાસકરીને જ્યારે મસ્તિષ્કના રક્ત પ્રવાહમાં પરિવર્તન થાય છે. આ મોટાભાગે ત્યારે થાય છે જ્યારે તમે ગરમ પાણી વડે સ્નાન કરો છો. આ તમારા પાચન તંત્રથી માંડીને ત્વચા સુધી રક્તના પ્રવાહને અસંતુલિત કરી દે છે.

5. આંખોમાં વધતી રેડનેસ :

ગરમ પાણીથી સ્નાન કરવાથી આંખોમાંથી ભેજ ઓછો થઇ શકે છે. તેના કારણે આંખોમાં રેડનેસ, ખંજવાળ અને વારંવાર પાણી આવવાની સમસ્યા થઇ શકે છે.ગરમ પાણથી નાહવાને કારણે આંખોને પણ નુકસાન પહોંચી શકે છે. તેનાથી આંખોમાં રેડનેસ, ખંજવાળ અને વારંવાર પાણી આવવાની સમસ્યા થઈ શકે છે.

6. ત્વચામાં આવે છે કરચલી :

ગરમ પાણીના કારણે ચામડીને( epiderms )ને નુકસાન પહોંચે છે અને આ ડેમેજ થવા લાગે છે. એવામાં ત્વચા પર સમય પહેલાં કરચલીઓ આવી શકે છે.

7. વધુ પડતા ગરમ પાણીથી હાથ અને પગના નખ પર અસર :

ગરમ પાણીની હાથ અને પગના નખ પર ખરાબ અસર પડે છે. વધુ ગરમ પાણીના ઉપયોગથી નખ તૂટવા, ઇંફેક્શન અને આસપાસની ચામડી ફાટવાની સમસ્યા થાય છે.

આ પણ જુઓ : વેક્સિન લેતા પહેલા અને પછી ખાણીપીણીમાં રાખો આ ધ્યાન

સામાન્ય પાણી વડે સ્નાન કરવું વધુ સારું હોય છે. તેનાથી તમારા શરીરની ઉર્જા પણ વધે છે,અને આપણું સ્વાસ્થ્ય પણ સારું રહે છે. સ્કીનને

hot water bath demages skin

Acclerate tv

શુષ્ક થતી બચાવવી છે તો મોઇશ્ચરાઇજિંગ સોપનો ઉપયોગ કરો. આ ઉપરાંત સ્નાન કર્યા બાદ તાત્કાલિક શરીર પર ઓઇલ અથવા પછી સારું મોઇશ્વરાઇઝર લગાવો. આમ કરવાથી ડ્રાઇનેસથી બચાવે રાખવામાં મદદ મળશે.જો તમારે ગરમ પાણી વડે સ્નાન કરવું છે, તો આ સાવધાની રાખવી જોઇએ અથવા તો ગરમ અને ઠંડા બને પાણીથી નાહવું જોઈએ જેથી સમસ્યાઓ ના થાય.

 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment