ભારતની હરનાઝ સંધુ (Harnaaz Sandhu)એ મિસ યુનિવર્સ 2021 નો એવોર્ડ જીતીને દેશનું નામ રોશન કર્યું છે.સુષ્મિતા સેન અને લારા દત્તા બાદ હરનાઝ કૌર સંધૂએ ભારતને મિસ યુનિવર્સનો ખિતાબ અપાવ્યો છે. મૂળ પંજાબના ચંદીગઢ જિલ્લાની રહેવાસી 21 વર્ષિય હરનાઝ કૌરએ બ્રહ્માંડ સુંદરીનો ખિતાબ હાંસલ કરીને ભારતને દુનિયાભરમાં ગૌરવ અપાવ્યું છે.
Harnaaz Sandhu પહેલા કોણે આ ખિતાબ જીત્યો હતો
ઉલ્લેખનિય છે કે, આ પહેલાં 2000માં લારા દત્તા મિસ યુનિવર્સ બની હતી અને તે પહેલાં સુષ્મિતા સેન મિસ યુનિવર્સ બનનારી પહેલી ભારતીય મહિલા હતી. મિસ યુનિવર્સ 2021માં ભારતે એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. આ સ્પર્ધામાં ભારતની દીકરી હરનાઝ કૌર સંધુએ 70મી મિસ યુનિવર્સનો ખિતાબ જીત્યો છે. આ તમામ વચ્ચે સૌથી મોટી વાત તો એ છે કે, ભારતે 21 વર્ષના લાંબા સમય બાદ આ ખિતાબ જીત્યો છે.
આ પણ વાંચો: લગ્ન બાદ વિકી તેની દુલ્હનનું આ આલીશાન મહેલમાં કરશે સ્વાગત, જુઓ તસવીરો
Harnaaz Sandhu નો પરિવાર કઇ કામગીરી સાથે સંકળાયેલો છે
હરનાઝનો પરિવાર ખેતી સાથે સંકળાયેલો છે. વર્ષ 2017માં કોલેજમાં તેને સ્ટેજ પરફોર્મન્ટ આપ્યુ હતુ. ત્યારબાદ તેની સફર શરૂ થઇ હતી. આ તમામ વચ્ચે જો હરનાઝ આગામી દિવસોમાં ફિલ્મ જોવા મળે તો તેમા નવાઇ નહીં.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4