Harrier શબ્દ સાંભળીને જ હેરિયર કાર મસ્તિષ્કમાં હેરિયર કાર દોડવા માંડે. Harrier ખુજ પ્રચલિત છે પણ ખુબ ઓછાં લોકો જાણે છે. આ કાર બ્રાંડ બન્યા પહેલા આ શબ્દનાં સાચા હકદર બીજા કોઈ છે. આ શબ્દના સાચા હકદાર છે Harrier Birds. વિશ્વની દરેક જગ્યાએ Harrier પક્ષી જોવા મળે છે. હેરિયર્સની પૂરી દુનિયામાં લગભગ 16 પ્રજાતી જોવા મળે છે.
આકાશના અજૂબા : Harriers
Harriersના સમગ્ર વંશને Circus કહેવામાં આવે છે. ફેંચ નેચરાલિસ્ટ Bernard Germain de Lacépède એ હેરિયર્સના Genusનું નામ 1799માં Circus રાખ્યું હતું. દરેક હેરિયર પક્ષી આ Genus માં આવે છે. Circus શબ્દ જુની ગ્રીક ભાષાનો શબ્દ kirkos શબ્દ છે. જેનો અર્થ circling flight થાય છે.
હેરિયર્સ ખુલ્લા મેદાનો, ગ્રાસલેંડ, ઘાસના મેદાનો, ખેતરો, મીઠું પકવતા ખેતરો અને સુકી પડતર જમીનોમાં જોવા મળે છે. તેઓ દરિયાની સપાટીથી ત્રણ હજાર મીટરની ઊંચાઈ ધરાવતા વિસ્તારોમાં જોવા મળે છે.
કેવા કેવા આવાસોમાં ક્યાં-ક્યાં હેરિયર્સ રહે છે
- EURASIAN MARSH HARRIER : દલદલ, પાણીથી ભરાયેલા ચોખાના ખેતરો, દરિયાકાંઠાના લગૂન અને તળાવો આસપાસ જોઈ શકાય છે.
- EASTERN MARSH HARRIER : દલદલ, ખેતરો અને ઘાસના મેદાનમાં જોવા મળે છે.
- HEN HARRIER : ઊંચી જગ્યાઓ, દલદલ અને ખેતરોમાં આ હેરિયર જોવા મળે છે.
- PALLID HARRIER : ઘાસવાળી ચટ્ટાનો,અર્ધ-રણ અને ખેતરોમાં જોવા મળે છે.
- PIED HARRIER : ચોખાના ખેતર, દલદલ અને ગ્રાસલેંડમાં જોવા મળે છે.
- MONTAGU’S HARRIER : ઘાસના મેદાન,ખેતર અને દલદલની સાથે ખાલી જમીન પર જોવા મળે છે.
દરેક Harriers શિકારી પક્ષી હોય છે. Harriersના શિકારમાં તીડ,કીટક,માછલી, સરીસૃપ હોય છે. સરીસૃપમાં સાપ,ગરોળીની સાથે પક્ષીઓ અને સ્તનધારી સામેલ છે. હેરિયર્સના મળથી તેના ખોરાક અને ખાવાની આદતો આસાનીથી જાણી શકાય છે. શિકારના વાળ,પીછા અને હાડકાંથી આસાનીથી શું ખાધું હતુ એ જાણી શકાય છે.
Harriers ઉચ્ચ કોટીના શિકારી હોવાથી ખાદ્ય શ્રૃંખલામાં શીર્ષ પર આવે છે. Harriers થી જ મેદાની વિસ્તાર અને અન્ય વિસ્તારોના સ્વાસ્થ્યની જાણકારી મળે છે. તેજીથી થતાં વિકાસને કારણે આજે Harriers ખતરમાં છે. ભુમીના પેટર્નમાં આવતાં બદલાવને કારણે પણ Harriersની સંખ્યા સતત ઘટી રહી છે.
આ પણ વાંચો : વાયરલ વીડિયો : હાથીના બચ્ચાંનું પરિવાર સાથે મિલન, માતાને જોઈને બચ્ચું થયું ખુશ
મોટા પાયે મોનોકલ્ચર્સ, ઘાસના મેદાનોના વાવેતરને કારણે ભારતમાં ઘણા હેરિયર્સના નિવાસસ્થાનને નુકશાન થયું છે. વિદેશી બાવળ જેવા ઝાડને કારણે હેરિયર્સનો વસવાટ નાશ પામ્યો છે. જેથી હેરિયર્સના આવાસોમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. આવાસ ઘટવાની સાથે જ હેરિયર્સની સંખ્યા પણ ઘટી રહી છે.
આ પણ વાંચો : પાતાળમાંથી નીકળે છે પાતાળિયા દેડકા,આ પીળા રંગના દેડકા પાછળ કારણ શું ?
આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.
Android: http://bit.ly/3ajxBk4