Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / May 16.
Homeન્યૂઝહર્ષ સંઘવીના ૧૧ વર્ષીય પુત્રએ કંઈક આ રીતે ઉજવ્યો જન્મદિવસ

હર્ષ સંઘવીના ૧૧ વર્ષીય પુત્રએ કંઈક આ રીતે ઉજવ્યો જન્મદિવસ

Share Now
ગુજરાતીમાં સરસ મજાની એક કહેવત છે કે મોરના ઈંડાને ચીતરવા ન પડે આ જ કહેવતને સુરતના 11 વર્ષના બાળકે સાર્થક કરી બતાવી છે. પોતાના પિતાની સેવાકીય પ્રવૃત્તિ જોઈ અને વાતો સાંભળી 11 વર્ષની ઉંમરમાં જ ગરીબો માટે સેવા કરવાનો ભાવ જાગ્યો જે અંતર્ગત બાળકે ૧૧માં વર્ષના જન્મદિવસ નિમિત્તે આલીશાન ઉજવણી ના કરી, પરંતુ ગરીબ વર્ગના બાળકોએ ભેટ આપી તેમની સાથે ઉજવણી કરી.

Harsh Sanghvi 11 years old son Aarav Sanghvi celebrates his birthday

હર્ષ સંઘવીનો (Harsh Sanghvi) પુત્ર આરવ સંઘવી

સુરતના પારલે પોઇન્ટ વિસ્તારમાં રહેતો 11 વર્ષીય આરવ સંઘવીએ જન્મ દિવસની વિશેષ ઉજવણી કરી છે. મજુરાના ધારાસભ્ય હર્ષ સંઘવીનો (Harsh Sanghvi) પુત્ર આરવ સંઘવી છે. સંઘવીનું પરિવાર પહેલેથી જ શ્રીમંત છે. એટલે પૈસે ટકે બાળકો સાથે ક્યારેય બાંધછોડ કરી નથી. બાળકોના મોજશોખ કરાવ્યા છે. પરંતુ આરવના પિતા મજુરાના ધારાસભ્ય છે. જે નાતે તે હરહંમેશ બીજાના સેવાકીય કર્યો કરતા રહયા છે. અને સેવામાં વ્યસ્ત રહેતા પરિવારના સભ્યોને જોયા છે.
પિતાની સેવાકીય પ્રવૃત્તિ જોઈ 11 વર્ષનો આરવને સેવા કરવાની ભાવના પ્રગટ થઈ હતી. કોઈની મદદ લીધા વગર પોતાની રીતે ગરીબની મદદ કઈ રીતે શકાય તેવા વિચાર કર્યા કરતો હતો. ત્યારે તેના જન્મ દિવસ નિમિતિ પોતાના પીગીના બેન્કના રૂપિયા ગરીબ બાળકો માટે ખર્ચવાનો વિચાર કર્યો. જે માટે આરવે પોતાની પીગી બેન્કમાં જમા થયેલા 48000 રૂપિયા ગરીબ બાળકો માટે ખર્ચી નાખ્યા હતા.
11 years old son Aarav Sanghvi celebrates his birthday to helping poor children

પિગી બેંકમાંથી ગરીબ બાળકોને કરી મદદ 

11 માં વર્ષના જન્મ દિવસની ઉજવણી માટે આરવે 48000 રૂપિયામાંથી કલર મેજીક બોક્ષ, બ્લેન્કેટ અને સ્કૂલ બેગની ખરીદી કરાવીને  35 કીટ તૈયાર કરાવી હતી. આ તમામ વસ્તુ તે જે ક્વોલીટીની વાપરી રહ્યો છે, તેવી જ વસ્તુ આ ગરીબ બાળકો માટે લીધી હતી. 48000 રૂપિયામાં વધારે મદદ ન કરી શકાય એટલે આરવ એવા બાળકોને મદદ કરી રહ્યો છે કે જેઓ કાંઈક ને કાંઈક રીતે તેની સાથે સંકળાયેલા છે.
આ ગરીબ બાળકો સાથે અથવા તેમના માતાપિતા સાથે આરવ સંકળાયેલો છે. એટલે કે આરવે તેના ઘરે કામ કરનાર કામવાળા, બિલ્ડીંગના વોચમેન, ડ્રાઇવર વગેરે બાળકોને આ પ્રકારની કીટ બનાવી આપી હતી.
Harsh Sanghvi 11 years old son Aarav Sanghvi
હર્ષ સંઘવીના (Harsh Sanghvi) પુત્ર આરવ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે આ પ્રકારનું કાર્ય કરવાથી પોતાને ખૂબ જ ખુશી મળી છે. પિતાને સેવા કરતા જોઈ મને ઘણીવાર સેવા કરવાની ઈચ્છા થતી હતી. જેથી જન્મદિવસની ઉજવણી પિગી બેંક માંથી રૂપિયા ખર્ચવાનું વિચાર આવતા મેં પરિવારને જાણ કરી હતી અને પરિવારે મને આમાં ખૂબ જ મદદ કરી હતી.

પરિવાર થોડીવાર માટે આશ્ચર્યચકિત થઇ ગયો

આરવે આ વાતની જાણ તેના પરિવારને કરતા તેનો પરિવાર થોડીવાર માટે આશ્ચર્યચકિત થઇ ગયો હતો. સાથે સાથે ખુશી પણ થઈ હતી. અત્યાર સુધી આરવનો જન્મદિવસ ઉત્સાહભેર ઉજવવામાં આવતો. હોટલોમાં પરિવાર સબંધી અને મિત્રો સાથે ઉજવવામાં આવતો હતો. પરંતુ આરવે આ વખતે આવું કંઈ જ કરવાની પરિવારને ના પડી દીધી. અને પોતાની પિગી બેંકમાં રહેલ પૈસા બીજાને મદદ કરવામાં ખર્ચ કરવાનું કહ્યું. પરિવારે એક પણ રૂપિયાની મદદ કર્યા વગર અત્યાર સુધીમાં આરવે પીગી બેન્કમાં જમા થયેલ રૂપિયામાંથી બાળકો માટેની જરૂરી વસ્તુઓ પરિવારે આરવને લાવી આપી મદદમાં સહભાગી બન્યા હતા.
Harsh Sanghvi
 મનોવિજ્ઞાનમાં પણ કહેવાયું છે કે બાળકોને તમે જેવું આપશો તેવું જ તે સ્વીકારશે. બાળકોની આસપાસ જેવું વાતાવરણ બનાવશો બાળકો પણ તેવું જ તેને અપનાવશે અને તે જ આધારે બાળકનો સ્વભાવ બનતો જશે. આજે 11 વર્ષની ઉંમરમાં પોતાના પિતાને,પરિવારને સતત મદદ કરતા જોઈ સેવા કરવાનો ભાવ જાગ્યો છે. બાળકોને મોટા થતા સુધીમાં કેવા બનાવવા છે એ પરિવારે જ નક્કી કરવાનું હોય છે. આજનો બાળક કાલના દેશનું ભવિષ્ય છે ,ત્યારે આ ભવિષ્ય પરોકારી બને,અન્યની મદદ કરે તે માટે ott india દરેક પરિવારને પોતાના બાળકની ખાસ કાળજી લેવા અપીલ કરે છે.

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment