Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / January 22.
Homeન્યૂઝગૃહમંત્રી હર્ષ સંઘવીએ નવી સિવિલ હોસ્પિટલમાં વિશ્વ દિવ્યાંગ દિનની કરી ઉજવણી

ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નવી સિવિલ હોસ્પિટલમાં વિશ્વ દિવ્યાંગ દિનની કરી ઉજવણી

harsh sanghvi new civil
Share Now
ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ આજરોજ નવી સિવિલ હોસ્પિટલ ખાતે વિશ્વ દિવ્યાંગ દિનની ઉજવણી કરી હતી. જ્યાં ગૃહ મંત્રી હર્ષ સંઘવીના વરદ્દ હસ્તે દર્દીઓની સુવિધા માટે નવી સિવિલને ૫ વ્હીલચેર અને બે વોકર, સુરત રેલવે સ્ટેશનને ૨ વ્હીલચેર સહિત કુલ ૭ વ્હીલચેર અને બે વોકર અર્પણ કરવામાં આવ્યાં હતાં. મજૂરાગેટના સતત કાર્યશીલ અને જાગૃત્ત ધારાસભ્ય તરીકે હર્ષ સંઘવીએ મજૂરા વિધાનસભામાં આવતી નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સુવિધાઓ, મેડિકલ સંસાધનો ઉપલબ્ધ બને એ માટે ચિંતિત રહીને ખૂટતી સુવિધાઓને પૂર્ણ કરવામાં વિશેષ યોગદાન આપ્યું છે, ત્યારે આજે નવી સિવિલની મુલાકાત દરમિયાન તેમણે ઉપલબ્ધ આરોગ્ય સુવિધા-વ્યવસ્થાને નિહાળી હતી અને જરૂરી માર્ગદર્શન તેમજ સૂચનાઓ આપી હતી. 

પાંચ વ્હીલચેર કર્યા અર્પણ 

સુરત સિવિલમાં ફાળવવામાં આવેલા પાંચ પૈકી એક વ્હીલચેર ૭૫ વર્ષના વૃદ્ધાની સુવિધા માટે અપાયું હતું, જે તેમના પુત્રએ સ્વીકાર્યું હતું. બે વોકર સિવિલના હાડકા વિભાગના વડા ડો.હરિ મેનનને અર્પણ કરાયા હતાં. સુરત રેલવે સ્ટેશન પર આવતાં દિવ્યાંગ અને વૃદ્ધ મુસાફરોની સુવિધા માટે પણ બે વ્હીલચેર ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આપવામાં આવ્યાં હતાં. જેને સુરત રેલવે સ્ટેશન ખાતે મોકલી અપાયા હતાં. જ્યાં PAC (પેસેન્જર એમેનિટી કમિટી)ના મેમ્બર છોટુભાઈ પાટિલના વરદ્દહસ્તે સ્ટેશન માસ્તર ખટીકને અર્પણ કરાયા હતાં.
નવી સિવિલ હોસ્પિટલમાં વિશ્વ દિવ્યાંગ દિનની ઉજવણી કરતાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી
દર્દીઓની સુવિધા માટે ગૃહમંત્રીના હસ્તે નવી સિવિલને ૫ વ્હીલચેર અને બે વોકર અર્પણ 
સુરત રેલવે સ્ટેશનને પણ બે વ્હીલચેર અર્પણ 
સિવિલના અધિકારો રહ્યા હતા હાજર 
આ પ્રસંગે નવી સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો.ગણેશ ગોવેકર, ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખશ્રી ઈકબાલ કડીવાલા, નગરસેવક સર્વશ્રી વ્રજેશ ઉનડકટ, હેમાંશુ રાવલ, કૈલાસબેન, આર.એમ.ઓ.ડો.કેતન નાયક, નિલેશ લાઠીયા સહિત નવી સિવિલના અધિકારીઓ અને સ્ટાફગણ ઉપસ્થિત રહ્યાં હતાં. 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS:http://apple.co/2ZeQjTt

No comments

leave a comment