Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / December 1.
Homeન્યૂઝગુજરાતને મુખ્યમંત્રી પદ માટે આ ધારાસભ્યનું નામ પણ આવ્યું ચર્ચામાં

ગુજરાતને મુખ્યમંત્રી પદ માટે આ ધારાસભ્યનું નામ પણ આવ્યું ચર્ચામાં

Share Now
મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજીનામા બાદ મુખ્યમંત્રીના પદને લઈને અનેક નામોની અટકળો ચાલી રહી છે. વિજયભાઈ રૂપાણીએ એકાએક રાજીનામુ આપતા ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ત્યારે હર્ષ સંઘવી હાલમાં યુવા મોરચાના રાષ્ટ્રીય ઉપપ્રમુખ અને સાથે જ મજુરાના ધારાસભ્યનું નામ પણ ચર્ચાંમાં દેખાઇ રહ્યું છે. 

કોણ છે હર્ષ સંઘવી

harsh-surat

મજુરાના ધારાસભ્ય અને યુવા મોરચાના રાષ્ટ્રીય ઉપપ્રમુખ હર્ષ સંઘવીનો જન્મ- 8 January 1985 મં થયો હતો, સુરત ગુજરાતમાં જન્મેલા હર્ષ સંઘવિ  15 વર્ષની વયથી જ તેઓ સેવાના કાર્યમાં લાગી ગયા હતા. તેઓ  2012માં ચોથા નંબરના માર્જિનવાળા ધારાસભ્ય બન્યા હતા.  2017માં હર્ષ સંઘવી ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ બન્યા. 2017 માં 1 લાખથી વધુ માર્જિન સાથે હર્ષ સંધવી ધારાસભ્ય બન્યા.

હાલમાં યુવા મોરચાના રાષ્ટ્રીય ઉપપ્રમુખ અને સાથે જ મજુરાના ધારાસભ્ય

યુપીની ફોર્મ્યુલા ગુજરાતમાં અમલ કરાય તેવી શક્યતા દેખાઇ રહી છે, ત્યારે એક મુખ્યમંત્રી અને બે ડેપ્યુટી સીએમની ફોર્મ્યુલા રાજ્યમાં અમલમાં આવી શકે છે. જેમાં બંને ડેપ્યુટી સીએમ ઓબીસી સમાજમાંથી બને તેવી શક્યતા સેવાઇ રહી છે. ત્યારે વાત કરીએ હર્ષ સંઘવીની જેમનું નામ પણ ચર્ચામાં છે.

Harsh Sangavi

હર્ષ સંઘવી એક ભારતીય રાજકારણી છે અને ગુજરાત, ભારતના મજુરા વિધાનસભાના વર્તમાન સભ્ય છે. તેમણે આદિવાસી ક્ષેત્રમાં સિકલ રોગ પર કામ કરવાનું શરુ કર્યું, તે સિવિલ હોસ્પિટલમાં પણ કામ કર્યું છે, તેમણે ભાજપ માટે સૌથી નાની ઉંમરના રાજ્ય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા,  આ સિવાય હર્ષ સંઘવિને સુરતના સૌથી નાની ઉંમરના સદસ્યના રુપમાં પણ સિલેક્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે જ તેમણે રેકોર્ડ તોડ અંતરથી માજુરા સીટ જીતીને તે ગુજરાત વિધાનસભાના ચૌથા સૌથી મોટા વિજેતા બન્યા હતા.

જુઓ વીડિયો

 

વર્ષ 2013 માં હર્ષ સંઘવિને ફરી યુવા ભાજપા પ્રદેશ ઉપાધ્યક્ષના રુપમાં મહાસચિવના રુપમાં નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ સિવાય તે 2017 માં National Vice President of BJYM તરીકે નિયુકત થયા હતા.

 

આ પણ વાંચો: આગામી CM પદને લઈને આ ચાર નામ આવ્યા ચર્ચામાં, આજે થઈ શકે છે જાહેરાત

No comments

leave a comment