ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આજ રોજ પોતાના મત વિસ્તારના કાર્યક્રમમાં આપી હાજરી હતી. ત્યારે હર્ષ સંઘવીના વરદ હસ્તે અનેક વિકાસના કામોનું ઉદગાટન કરવામાં આવ્યું હતું. તેમજ પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર આત્મનિર્ભર નિધિ યોજનાના ફોર્મનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. અને લોકોને યોજનાનો લાભ લેવા માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
પીએમ નરેન્દ્ર મોદીના સપનાના ભાગીદાર બનીએ : હર્ષ સંઘવી
ગૃહ મંત્રી હર્ષ સંઘવી આજે પોતાના મતવિસ્તારના કારીરમમાં હાજર હતા ત્યારે તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે સપનું જોયું છે તેને જાણવું ખૂબ મહત્વનું છે. આજના સમયમાં રોજગારી મેળવવા માટે એક સામાન્ય નાગરિક નનોમોટો ધંધો કરે, છૂટક વેપાર કરે , લારી ચલાવે અને પરિવારનું ગુજરાન ચલાવે છે. પરંતુ આ રીતે રોજગારી ચાલુ કરવા માટે નાગરિકો રૂપિયાના અભવન કારણે ડાયરી મારફતે વ્યાજે રૂપિયા લઈને ધંધો કરતાં હોય છે. અને ધંધામાં જે નફો થાય છે તે વ્યાજમાં જ જતો રહે છે. અને નાના ધંધાદારીઓનું શોષણ થતું હોય છે. ત્યારે આ પ્રકારના શોષણને સંપૂર્ણ પણે અટકાવવું તે પીએમ નરેન્દ્ર મોદીનું સપનું છે.
લોકોની વચ્ચે રહું છું માટે જ મંત્રી બન્યો છું: હર્ષ સંઘવી
ગૃહ મંત્રી વધુમાં કહ્યું કે, હું જ્યારે પણ સુરત આવું છું ત્યારે 25 -50 લોકોનું પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર આત્મનિર્ભર નિધિ યોજનામાં ફોર્મ ભરાવું છું. જેથી તેઓ આત્મનિર્ભર બની શકે અને વ્યાજના ચક્કર માંથી તે લોકો બહાર આવે અને આપણે સૌ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સપનાના ભારતમાં ભાગીદાર બની શકીએ. અનેક લોકો મને કહે કે તમે તો મંત્રી થઈ ગયા ચો તો હવે આવા કાર્યક્રમમાં કેમ જાવ છો ? પરંતુ તે લોકોને ખબર નથી કે હું લોકોની વચ્ચે રહું છું એટલે જ હું મંત્રી બન્યો છું. અને એટલે જ મારી પાર્ટીએ મને આ જવાબદારી આપી છે.
- ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પોતાના મત વિસ્તારના કાર્યક્રમમાં આપી હાજરી
- સુરતના બમરોલી વિસ્તારમાં હર્ષ સંઘવી હસ્તે જુદા જુદા કામોનું કરાયું ઉદઘાટન
- રોડના રી કાર્પેટની કામગીરી ,સ્ટ્રોમ ડ્રેનેજ લાઇન નાખવાના કામોનું કરાયું ઉદઘાટન
- પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર આત્મનિર્ભર નિધિ યોજના અંતર્ગત ફેરિયાઓને ફોર્મ વિતરણ કરાયું
- હર્ષ સંઘવી હસ્તે ફોર્મ વિતરણ કરાયું અને યોજનાનો લાભ લેવા પ્રોત્સાહન કરાયા
હમેશા લોકોના કામ કરતાં રહેવું જોઈએ
તેમણે વધુમાં કહ્યું કે, હું તો આજે છું ને કાલે નથી. પાર્ટી વ્યવસ્થાની અંદર ગઈ કાલે કોઈ બીજા મંત્રી હતા આજે હું છું અને કાલે કોઈ બીજા કોઈ નવા હશે. હર્ષ સંઘવીએ કહ્યું કે હું એવું માનુ છું કે જ્યારે પાર્ટીએ તમને કોઈ જવાબદારી આપી હોય ત્યારે સત્તાના નશામાં ઉડવાની જગ્યા જમીન પર કામ કરવાની વ્યવસ્થા ઉભી કરવી જોઈએ. દરેકે પોતપોતાના વિસ્તારમાં પોતાની જવાબદારી સમજીને કામ કરવું જોઈએ. તમે આજે કોઈ હોદ્દા પર ચો આવતી કાલે ના તે હોદ્દો તમારી પાસે ના પણ હોય પરંતુ જો તમે લોકોની વચ્ચે રહીને લોકોનું કામ કરતાં રહેશો તો હું ખાતરી આપું છું કે તમે હમેશા લોકોના દિલમાં નેતા બનીને રહેશો.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4