Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / August 10.
Homeન્યૂઝસુરતમાં રાષ્ટ્રીય એકતા દિવસે એકતા દોડને પ્રસ્થાન કરાવતાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી

સુરતમાં રાષ્ટ્રીય એકતા દિવસે એકતા દોડને પ્રસ્થાન કરાવતાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી

harsh sanghvi
Share Now

અખંડ ભારતના નિર્માતા, લોહપુરુષ, ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ ૩૧મી ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય એકતા દિવસ’ નિમિત્તે સુરત પોલીસ કમિશનર હેડક્વાર્ટર, પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને વહેલી સવારે એકતા દોડ યોજાઈ હતી. મંત્રીશ્રી અને મહાનુભાવોએ લીલી ઝંડી આપી એકતા દોડને પ્રસ્થાન કરાવ્યું હતું. સાથોસાથ તેઓએ એકતા દોડમાં અન્ય દોડવીરો સાથે જોડાઈને પ્રોત્સાહિત કર્યા હતા.

સરદાર સાહેબ આજના આધુનિક અને એક ભારતના ઘડવૈયા: હર્ષ સંઘવી 

આ પ્રસંગે ગુજરાતના સપૂત સરદારને ભાવસભર વંદન કરતા મંત્રીશ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, સરદાર સાહેબ આજના આધુનિક અને એક ભારતના ઘડવૈયા છે. દેશને છેલ્લા શ્વાસ સુધી એકસૂત્રમાં બાંધવા માટે તેમણે સમગ્ર જીવન સમર્પિત કર્યું હતું. તેમણે શહેર પોલીસ અને મનપાના હજારો કોરોના વોરિયર્સ દ્વારાકોરોના કાળમાં લોકોને સુરક્ષિત અને કોરોનામુક્ત રાખવા માટે કરવામાં આવેલી ઉમદા કામગીરીને બિરદાવી અભિનંદન આપ્યા હતા.

harsh sanghvi

આ પણ વાંચો:સરદાર પટેલ માત્ર ઈતિહાસમાં જ નહીં, પરંતુ તમામ ભારતીયોના મનમાં વસે છે

કઠોર નિર્ણયો લઈને કર્યું એક ભારતનું નિર્માણ: હર્ષ સંઘવી 

ગૃહ રાજ્યમંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે, દેશહિત માટે સરદાર સાહેબે કેટલાક કઠોર નિર્ણયો લઈને એક ભારતનું નિર્માણ કર્યું. જો સરદાર પટેલ ન હોત તો જૂનાગઢ આજે અલગ દેશ હોત. દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ સહિત અનેકવિધ અથાગ પ્રયાસોના ફળસ્વરૂપે આજે વિશ્વ આખું સરદાર સાહેબની યશગાથાથી પરિચિત થયું છે. તેમણે સરદાર પટેલના આદર્શ જીવનમાંથી જીવન ઘડતરની પ્રેરણા લઈ જવાબદાર નાગરિક બનવા આહ્વાન કર્યું હતું.

દોડની હરિફાઈ પણ યોજાઈ

એકતા દોડની સાથોસાથ દોડની હરિફાઈ પણ યોજાઈ હતી. જેમાં પ્રથમ ત્રણ ક્રમે આવનાર દોડવીરોને મહાનુંભાવોના હસ્તે પ્રમાણપત્ર અને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ દેશની એકતા, અખંડિતતા અને સુરક્ષા માટે સંકલ્પબદ્ધ બનવા માટે રાષ્ટ્રીય એકતાના શપથ લીધા હતા. આ પ્રસંગે પોલીસ કમિશનરશ્રી અજય તોમર, મ્યુ. કમિશનર શ્રી બંછાનિધિ પાની, પ્રસિદ્ધ નાટ્યકાર યઝદી કરંજીયા, અગ્રણી ઉદ્યોગપતિ લાલજીભાઈ પટેલ, સહિત પોલીસ કર્મીઓ, શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે અખંડ ભારતના નિર્માતા, લોહપુરુષ, ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ ૩૧મી ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય એકતા દિવસ’ નિમિત્તે સુરત પોલીસ કમિશનર હેડક્વાર્ટર, પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને વહેલી સવારે એકતા દોડ યોજાઈ હતી. મંત્રીશ્રી અને મહાનુભાવોએ લીલી ઝંડી આપી એકતા દોડને પ્રસ્થાન કરાવ્યું હતું. સાથોસાથ તેઓએ એકતા દોડમાં અન્ય દોડવીરો સાથે જોડાઈને પ્રોત્સાહિત કર્યા હતા.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment