Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / October 4.
Homeન્યૂઝસૌથી નાની ઉંમરના ગુજરાતના નવા ગૃહમંત્રી: હર્ષ સઘંવી

સૌથી નાની ઉંમરના ગુજરાતના નવા ગૃહમંત્રી: હર્ષ સઘંવી

Harsh Sanghvi new home minister of gujarat
Share Now

(165, મજુરા વિધાનસભા)
નામ : હર્ષ રમેશભાઈ સઘંવી (Harsh Sanghvi)
સરનામુ: 801/901, ધરમ પેલેસ, પાર્લેપોઈન્ટ, સરુત.
વોર્ડ : ૨૧/સોનીફળીયા, નાનપુરા, અથવા-પીપલોદ
જન્મ તારીખ :08/01/1985 (36 વર્ષ)
ધર્મ :હિન્દુ (જૈન)
ધંધો: ડાયમંડ તથા જવલેરી મેન્યુફેક્ચરિંગ 
ઈ-મેઈલ : sanghaviharsh@yahoo.com
જવાબદારી : મહામંત્રી (ભારતીય જનતા યુવા મોરચો, ગુજરાત પ્રદેશ)
કમીટી સભ્ય : ઉત્તર ગુજરાત જૈન સમાજ,બનાસકાંઠા શ્વેતાંબર મૂર્તિ પૂજક સંઘ, અઠવાલાઈન્સ જૈન સંઘ
તથા ઉમરા જૈન સંઘ

2009 થી 2012 પ્રદેશ મહામંત્રી યુવા મોરચો

2012 થી 2015 રાષ્ટ્રીય મહામંત્રી ભારતીય જનતા યુવા મોરચો, ઉપપ્રમખુ ભારતીય જનતા યુવા મોરચો ગુજરાત પ્રદેશ

સામાજીક તમે જ રાજકીય પ્રદાન/કામગીરી

 1. ગૌરક્ષા તેમજ ગૌ સંવર્ધન હેતુ માટે સુરત શહેરમાં વિશેષ પ્રયાસ તેમજ તે અંગેના વિવિધ સંગઠનો ની જવાબદારી
 2. અખિલ ભારતીય સર્વ દલીય ગૌરક્ષા મહા અભિયાન સમિતિ ગુજરાત પ્રદેશના પ્રચાર પ્રમુખની જવાબદારી
 3. ભારતીય જનતા યુવા મોરચા દ્વારા આયોજિત સંસદ ઘેરાવ અંગેના દિલ્હીના કાર્યક્રમમાં પાર્લામેન્ટ street સુધી પહોંચાડવામાં અને યુવા કાર્યકર્તાઓ ને પહોંચાડવામાં સફળ દોરીસંચાર ઉપરાંત ધરપકડ વહોરનારા યુવાન કાર્યકર્તા.

જુઓ આ વિડીયો: સંઘવી પરિવારમાં હર્ષના આંસુ

ભારતીય જનતા યુવા મોરચા ગુજરાત પ્રદેશના પ્રદેશ મહામંત્રીની જવાબદારીના ભાગરૂપે વિવિધ સંગઠનાત્મક પ્રવૃતિઓ

 1. ગુજરાતમાં જિલ્લા, તાલુકા અને મંડળમાં સતત પ્રયાસ, સંપર્ક, કાર્ય વિસ્તારના પ્રયત્નો
 2. યુવાન કાર્યકર્તાઓના પ્રશિક્ષણ માટે વિશેષ કાર્ય શાળાનું સફળ આયોજન
 3. યુવાનો અને વિદ્યાર્થીઓને ભારતીય જનતા પાર્ટી સાથે જોડવા અને શામેલ કરવા માટે વિવિધ કાર્યક્રમો
 4. યુવા કાર્યકર્તાઓ ને it અને શોશિયલ નેટવર્કિંગ દ્વારા ભારતીય જનતા પાર્ટીની વિચારધારાઓનો પ્રચાર અને તે થકી યુવાનોને પાર્ટી સાથે જોડવાનો વિશેષ પ્રયાસ
 5. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સેનેટ election 2012માં abvpના નેતૃત્વમાં સફળ કામગીરી કરીને સેનેટની ૧૨ બેઠકોમાંથી નવ બેઠકો જીતાડવામાં મહત્વનું યોગદાન તેમ જ સફળતા
 6. ભારતીય જનતા યુવા મોરચા દ્વારા ભરૂચ મુકામે આયોજિત મોંઘવારી અને ભ્રષ્ટાચાર વિરુદ્ધની કાવડ યાત્રાનું આયોજન અને સંચાલન

સમાજ સેવા તેમજ વિદ્યાર્થીઓ માટે નું પ્રદાન

 1. સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મ જયંતિ નીમીત્તે સંપૂર્ણ રીતે સક્ષમ પરંતુ આર્થિક રીતે અસક્ષમ વિદ્યાર્થી ભાઈ-બહેનો તેમજ યુવાનોની સહાયતા માટે સ્ટુડન્ટ બુક બેન્કની શરૂઆત કરી આશરે ૧૦૦૦ જેટલા કોલેજના વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકના નિશુલ્ક સેટો ની સહાય આપી.
 2. વિદ્યાર્થીઓ અને યુવાનો ના સંપૂર્ણ વિકાસ માટે વ્યક્તિત્વ વિકાસ કેમ કેરિયર ગાઈડન્સ કેમ્પ અને વિવિધ ખેલકુદ અને રમતગમત સ્પર્ધાઓનું આયોજન
 3. વનવાસી ક્ષેત્રમાંથી આવતા વનવાસી વિદ્યાર્થી માટે સંપૂર્ણ વિકાસ માટેની વિવિધ સવલતો પાડવા અંગેના પ્રયાસ
 4. યુવાનોને રાષ્ટ્રની મુખ્યધારા સાથે જોડવા માટે વિવિધ દેશભક્તિના કાર્યક્રમોનું આયોજન
 5. તાપીજીલ્લાનાસોનગઢ, ઉચ્છલ, વ્યારા જેવા વિવિધ આદિવાસી ગામોમાં ફેલાયલે શિકલસેલ  એનીમીયા જેવા ગંભીર રોગોની નાબુદી માટે મેડીકલ કેમ્પનું આયોજન.

* વર્ષ2012 માં તાપી શુદ્ધિકરણની શરૂઆત કરી

– તાપી શુદ્ધિકરણની શરૂઆત કરી, સંપૂર્ણ વર્ષ દરમિયાન દર રવિવારે તાપી શુદ્ધિકરણ માટે વિવિધ પ્રકારના કાર્યક્રમો કર્યાં, જેમાં તાપી નદીના કાંઠે સાફ-સફાઈ ઝુબંશે શહરેમાં દીવાલો પર ચિત્રણ, સામાજિક સસ્ંથાઓ સાથે તાપી શુદ્ધિકરણ માટે લોક જાગતિૃ કાર્યક્રમ તથા અન્ય વિવિધ કાર્યક્રમો કર્યાં.

– તાપી શુદ્ધિકરણ માટે 980 કરોડની ગ્રાન્ટ પાસ કરવામાં આવી હતી.

– 2017 માં તાપી શુદ્ધિકરણ અભિયાન અંતર્ગત માનનીય પૂર્વ મુખ્મંત્રી વિજયભાઈ રૂપાણીજીની અઘ્યક્ષતામાં ૨૧ કિલોમીટર મરેેથોન દોડનું આયોજન, જેમાં 50,000 લોકોએ ભાગ લીધો.

* એતિહાસિક સુરત રોડ-શો, જેમાં મહત્વની જવાબદીરી નિભાવી.

 • વર્ષ 2017 માં માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે 300 દિવ્યાગં બાળકો જોડે કેક કાપી અને સંપૂર્ણ શક્ષૈણિક ખર્ચની સુવિધા પૂરી પાડી, જેમાં લોક પ્રિય બોલીવુડ ગાયક કૈલાશ ખેર પણ હાજર રહ્યા હતા.
 • વર્ષ 2019 માં થયેલ પુલવામાં હુમલા ના સમય બોલીવુડ કલાકાર અક્ષય કુમાર જીની ઉપસ્થિતિમાં આર્મી ફંડનો કાર્યક્રમ યોજાયો, ૩ થી ૪ કરોડનું ફંડ એકઠું કરેલ છે

રોજગાર મેળાનું આયોજન કરેલ છે

2012: ચાર હજાર લોકોનું ઇન્ટરવ્યુ લઇ, મુલાકાત લીધી જેમાં 58 કંપનીઓએ ભાગ લીધો અને કુલ ૮૫૦ લોકોને રોજગાર મળે છે

૨૦૧૩: ૩૬૦૦ લોકોનું ઇન્ટરવ્યૂ લઇ, મુલાકાત લીધી, જેમાં 670 લોકોને રોજગાર મળેલ છે.

૨૦૧૪: એકત્રીસ સો લોકો નું ઇન્ટરવ્યૂ લઇ,મુલાકાત લીધી, જેમાં 560 લોકોને રોજગાર મળેલ છે.

૨૦૧૮ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની અધ્યક્ષતામાં 21 કિલોમીટર મેરેથોન દોડનું આયોજન જેમાં ૭૦ હજાર લોકોએ ભાગ લીધો

સુરતના યુવાઓ માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની હાજરીમાં આવશે કે યુથ કોનકલેવ 2019 ના આયોજનમાં મહત્વની ભૂમિકા ભજવી.

ભારતમાં covid આઇસોલેશનનો વિચાર શરૂ કરવાનો શ્રેય હર્ષ સંઘવીને જાય છે જ્યાં દર્દીની સારવાર સાથે આતમીય મનોરંજક ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં હજારો covid સંક્રમિત દર્દીઓને ઓક્સિજન સાથે ની હોસ્પિટલ ઉપલબ્ધ કરાવી.

લોકપ્રિય ધારાસભ્ય શ્રી હર્ષભાઈ સંઘના નેજા હેઠળ મજુરા વિધાનસભામાં શિવાની નિરંતર ભાવનામાં સૌ કોઈ ઓતપ્રોત થયા.

 1. મજુરા વિધાનસભા મંત્રીમંડળ સેવાયજ્ઞ અને ઓફિસર જીમખાના અંતર્ગત ૧૪ લાખથી વધુ લોકોને ભોજનની સેવા પૂરી પાડી
 2. દરરોજ ૧૨૦૦થી વધારે સિનિયર સિટીઝનોને ફરસાણ બે શાક રોટલી દાળ ભાત સલાડ છાસ અને દૂધની થેલી પૂરા પાડવાનું સૌભાગ્ય મળ્યું.
 3. 27820 જેટલી અનાજ ની કીટ આપવામાં આવી જેમાં ચોખા દાળ ખાંડ મીઠું લોટ તેલ મસાલા પેકેટ સમાવિષ્ટ હતા, જેનું વજન લગભગ ૧૫ કિલોગ્રામ જેટલું હતું
 4. શરૂઆતના દિવસોમાં ભોજન વિતરણ કેન્દ્ર ભોજન લેવા આવનાર સમિતિના પગમાં પગરખાં ન દેખાતા હૃદય દ્રવી ઉઠ્યું અને ભોજન વિતરણ કેન્દ્ર વિના ચંપલે આવનાર ત્રણ હજાર જેટલા શ્રમિકોને ચંપલ પણ પૂરા પાડ્યા.
 5. ભોજનને પડતી હાલાકીને ધ્યાને લઇ સિવિલ હોસ્પિટલના દર્દીઓ માટે ફાઇવસ્ટાર હોટેલ મારફતે ભોજનની વ્યવસ્થા પુરી પાડી
 6. સિવિલ હોસ્પિટલમાં દાખલ covid 19 ના દર્દીઓના સગાઓ માટે ૫૦ બેડની ટીવી પંખા કુલર સાથે ની વ્યવસ્થા કરવાનું સૌભાગ્ય મળ્યું જેમાં શ્રીમાન અશ્વિનભાઈ અકબરી વિનામૂલ્યે સેવા પૂરી પાડી
 7. સિનિયરસીટીઝન કિચન જેમાં વૃદ્ધ વડીલોની સેવા કરી આશીર્વાદ મેળવવાનો લાભ મળ્યો
 8. મજુરા વિધાનસભામાં અલગ-અલગ વિસ્તારમાં 40થી વધારે કિચન શરૂ કરવામાં આવ્યા
 9. 140000 માસ્ક વેચવામાં આવ્યા
 10. જનજાગૃતિ માટે લોકોને જાગૃત કરવા દુકાને દુકાને છે લોકોને સોશિયલ ડિસ્ટન્સ માટે અને સેનેટાઇઝ કરવા સંદર્ભે સમજાવ્યા
 11. Lockdown ચાર સુધી સુરત સિવિલ હોસ્પિટલમાં દરરોજ ૧૦૦૦ મિનરલ પાણીની બોટલો પૂરી પાડી
 12. Lockdown 3 સુધી ઇવેન્ટ મેનેજમેન્ટ કમિટી જોડે મળીને કિચન દ્વારા ડોકટર દર્દી અને સ્ટાફ માટે નાસ્તા અને ભોજનની વ્યવસ્થા કરી
 13. સુરત મહાનગરપાલિકા ને સેનેટાઈઝ કરવા માટે ઉપયોગી મશીનો જેની અંદાજે કિંમત 10 લાખ થાય છે એ સુરત મહાનગરપાલિકાને કાયમી રીતે દાન કરાવ્યા.
 14. સિવિલહોસ્પિટલ,મહાનગરપાલીકા, નાની ક્લિનિકો અને સામાજિક સંસ્થાઓ માટે ૨૫૦૦ પીપીઇ કીટ વિતરણ કરવામાં આવી
 15. સિવિલ હોસ્પિટલના દર્દીઓ માટે ફાઈવ સ્ટાર હોટલ મેરિયટ તેમજ શ્રી લક્ષ્મીનાથ સેવા સમિતિ દ્વારા ભોજનની વ્યવસ્થા કરવામાં આવી
 16. પ્રજાના પ્રતિનિધિ તરીકે રોજ સિવિલ હોસ્પિટલમાં મુલાકાત લઇ દર્દીઓની સગવડ માટે પૂરતી તકેદારી લીધી અને દર્દીઓના સગા વ્હાલા ને પડનારી સમસ્યાનો તાત્કાલિક નિકાલ કરવાની પણ સેવા કરી
 17. કોવિડ 19 થી બચવાના આગોતરા આયોજન રૂપે 50 જેટલા સેન્ટરો પરથી ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું
 18. સુરતીઓ માટે જરૂરી આવશ્યક દવાઓ ઘટ પડતાં 750 લોકો માટે દવા ની વ્યવસ્થા અમદાવાદ અને મુંબઈ થી ખાનગી વ્હિકલ વડે મંગાવીને પૂરી પાડી
 19. સુરતના વિવિધ વિસ્તારોમાં ફસાયેલા સિનિયર સિટીઝનોને પાંચ ખાનગી ગાડીઓ ફાળવીને તેમજ કાર્યકરો વડે એમના મુકામે પહોંચાડ્યા
 20. ભોજન પૂરા પાડતા કિચનનો ને જરૂરી શાકભાજી પણ પહોંચતા કરાવ્યાનો આનંદ અને લાભ હમે મળવા પામ્યું
 21. ૧૨૮૦ જેટલા કાર્યકરો અને વિસ્તાર નાગરિકોએ શ્રી હરેશભાઈ સંઘવીનું પીઠબળ બની પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રીતે પોતાની સેવા પૂરી પાડી.

આ પણ વાંચો: CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલ કેબિનેટ બેઠક પૂર્ણ, જાણો કયા મંત્રીને કયું ખાતું સોંપાયું

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment