હર્ષલ પટેલ (Harshal Patel)જ્યારથી આરસીબીમાં આવ્યો છે ત્યારથી ટીમની બોલિંગમાં મોટો તફાવત જોવા મળ્યો છે. પછી ભલે તે મુંબઈ ઈન્ડિયન્સ સામે હેટ્રિક હોય કે રોયલ્સ સામે ત્રણ વિકેટનો અદભૂત સ્પેલ. હર્ષલ પટેલે બોલિંગને કારણે આ આઈપીએલ સિઝનમાં ઘણા રેકોર્ડ બનાવ્યા છે. આવો જ વધુ એક રેકોર્ડ તેમના ખાતામાં ઉમેરાયો છે. તે IPL ની એક સિઝનમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બોલર બની ગયો છે.
હર્ષલ પટેલ (Harshal Patel)નો રેકોર્ડ
બેંગ્લોર અને હૈદરાબાદ વચ્ચે રમાયેલી મેચમાં રિદ્ધિમાન સાહાની વિકેટ લેતાની સાથે જ હર્ષલ પટેલે આ સિઝનમાં 28 વિકેટ ઝડપી છે. આ વિકેટ સાથે તે આઈપીએલની એક સિઝનમાં સૌથી વધુ વિકેટ લેનારા ભારતીય બોલરોની યાદીમાં ટોચ પર પહોંચી ગયો છે. તે પહેલા જસપ્રિત બુમરાહે 2020 માં મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમતી વખતે 27 વિકેટ લીધી હતી. હૈદરાબાદનો ભુવનેશ્વર કુમાર આ યાદીમાં ત્રીજા નંબરે આવે છે. તેણે 2017 માં 26 વિકેટ લીધી હતી.
આ પણ વાંચો: IPL 2021: હર્ષલ પટેલે લીધી પ્રથમ હેટ્રિક, RCB માટે આવું કારનામું કરનાર ત્રીજો ખેલાડી બન્યો
IPL માં કારકિર્દી
હર્ષલ પટેલની આઈપીએલ કારકિર્દીની જો વાત કરીએ તો તે 2012 થી આ ટુર્નામેન્ટમાં રમી રહ્યોં છે. પરંતુ 2012 અને 2020 ની વચ્ચે તે 2015 સીઝન સિવાય કોઈપણ સીઝનમાં 10 વિકેટ પણ લઈ શક્યો નહતો. પરંતુ 2021 માં તેણે પોતાની શ્રેષ્ઠ આઈપીએલ સીઝનની રમત દાખવી. બેંગ્લોર ઉપરાંત હર્ષલ પટેલ દિલ્હી કેપિટલ્સ ટીમ તરફથી રમી ચુક્યો છે.
આઇપીએલમાં વધુ એક હેટ્રિક જુઓ વીડિયો:
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4