રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore)ના બોલર હર્ષલ પટેલે (Harshal Patel)મુંબઇ ઇન્ડિયન્સ વિરૂદ્ધ હેટ્રિક (Hat-Trick)લીધી છે. હર્ષલ પટેલે સતત ત્રણ બોલમાં કેયરોન પોલાર્ડ, હાર્દિક પંડ્યા અને રાહુલ ચહરને આઉટ કરી અને મેચની દિશા બદલી નાખી હતી. બેંગ્લોરની ટીમે મેચમાં મુંબઇને 54 રનથી હરાવ્યુ હતુ. હર્ષલ આઇપીએલ (IPL)2021 માં હેટ્રિક લેનાર પ્રથમ અને બેંગ્લોર માટે હેટ્રિક લેનાર ત્રીજો બોલર (Bowller)બની ગયો છે.
હર્ષલ પટેલ (Harshal Patel)પહેલા આ ખેલાડી લઇ ચુક્યા છે હેટ્રિક
હર્ષલ પટેલ પહેલા આરસીબી (RCB)માટે પ્રવીણ કુમાર અને સેમ્યુઅલ બદ્રી પણ હેટ્રિક લઇ ચુક્યા છે. પ્રવીણ કુમારે (Pravin Kumar)વર્ષ 2010 માં રાજસ્થાન રોયલ્સ વિરૂદ્ધ આ સિદ્ધી હાંસિલ કરી હતી તો સેમ્યુઅલ બદ્રીએ વર્ષ 2017 માં મુંબઇ ઇન્ડિયન્સ (Mumbai Indians)વિરૂદ્ધ આ કારનામુ કર્યું હતુ.
હર્ષલ પટેલ (Harshal Patel)ની હેટ્રિક
હેટ્રિક લીધા બાદ હર્ષલના નામે હવે કુલ 23 વિકેટ થઇ ગઇ છે. હેટ્રિક લેતાની સાથે જ હર્ષલ પટેલ આઇપીએલ (IPL)સિઝનમાં સૌથી વધુ વેકટ લેનાર અનકેપ્ડ ખેલાડી (Player)ની લિસ્ટમાં બીજા સ્થાન પર પહોંચી ગયો છે. હર્ષલ પહેલા બેંગ્લોરનો જ યુઝુવેન્દ્ર ચહલે વર્ષ 2015 માં 23 વિકેટ લીધી હતી.
વધુ એક રેકોર્ડ
રેકોર્ડની ભરમાર આટલેથી જ અટકી નથી. હર્ષલ પટેલ ભારત બહાર આઇપીએલમાં હેટ્રિક લેનાર ત્રીજો બોલર બન્યો છે. હર્ષલ પહેલા રોહિત શર્મા (Rohit Sharma)એક વખત અને યુવરાજ સિંહ બે વખત આ સિદ્ધિ હાંસિલ કરી ચુક્યા છે. આ સિવાય હર્ષલે વધુ એક અનોખો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
હર્ષલ પટેલ આવુ કારનામુ કરનાર બીજો ખેલાડી બન્યો
હર્ષલ પટેલ માત્ર બીજો એવા ખેલાડી બન્યો છે જેને આઇપીએલમાં હેટ્રિક પણ લીધી હોય અને અન્ય બોલરની હેટ્રિકમાં આઉટ પણ થયો હોય. આ પહેલા રોહિત શર્મા આ રેકોર્ડ બનાવી ચુક્યો છે. રોહિત શર્માએ વર્ષ 2009 માં હેટ્રિક પણ લીધી હતી અને વર્ષ 2017 માં સેમ્યુઅલ બદ્રિની હેટ્રિકમાં આઉટ પણ થયો હતો.
આરસીબીએ પ્રથમ બેટિંગ કરતા…
મેચની જો વાત કરીએ તો આરસીબીએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 165 રન બનાવ્યા હતા. કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohali)અને ગ્લેન મેક્સવેલે હાલ્ફ સેન્ચુરી ફટકારી હતી. જેના જવાબમાં મુંબઇની શરૂઆત શાનદાર રહી હતી. રોહિત શર્મા અને ક્વિન્ટન ડી કોક સિવાય અન્ય કોઇ પણ બેટ્સમેન લાંબી ઇનિંગ રમી શક્યા નહતા.
મુંબઇએ હારનો સામનો કરવો પડ્યો
હર્ષલ પટેલે શાનદાર બોલિંગ કરતા સતત ત્રણ બોલ પર કેયરોન પોલાર્ડ, રાહુલ ચહર અને હાર્દિક પંડ્યાને આઉટ કર્યા હતા. મેચમાં ટાર્ગેટને ચેજ કરવા ઉતરેલી મુંબઇ 20 ઓવર પણ રમી શકી નહીં અને 11 બોલ બાકી રહેતા મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જણાવી દઇએ કે હર્ષલ પટેલે આ સિઝનની પ્રથમ મેચમાં મુંબઇ વિરૂદ્ધ પાંચ વિકેટ (Wicket)લીધી હતી.
આઇપીએલમાં વધુ એક હેટ્રિક જુઓ વીડિયો:
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4