Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 20.
Homeભક્તિHarsiddhi Mata Mandir માં માતાજીની ઉપાસના કરતા હતા શ્રી કૃષ્ણ

Harsiddhi Mata Mandir માં માતાજીની ઉપાસના કરતા હતા શ્રી કૃષ્ણ

Harsiddhi Mata Mandir
Share Now

આસ્થા અને શ્રદ્ધાને કારણે જ દેવી દેવતાઓને સ્થાનક બનાવી કરાય છે પૂજા અર્ચના, વિક્રમસવંત જેના નામથી શરૂ થઈ. તે પણ દિવ્ય સ્વરૂપ જગદંબાને પૂજતા હતા. જે જગદંબાની પોતે ભગવાન શ્રી કૃષ્ણએ ઉપાસના કરી, આખાંય વિશ્વના અણુએ અણુમાં વ્યાપેલા દેવી એટલે જગદંબા શ્રી હરસિદ્ધિ માતાજી (Harsiddhi Mata Mandir).

નર્મદા જિલ્લાના રાજવી શહેર રાજપીપળામાં આવેલું છે આદ્યશક્તિ હરસિદ્ધિ માતાજીનું પૌરાણિક મંદિર.
રાજપીપળાના રાજવી પરિવારના કુળદેવી હરસિદ્ધિ માતાજીને આજે નર્મદા જિલ્લાના કુળદેવી માનવામાં આવે છે, તમામ જ્ઞાતિના લોકોની હરસિદ્ધિમાં ઉપર અપાર શ્રદ્ધા રહેલી છે. ભક્ત અને મા નો એક બીજા પ્રત્યેનો પ્રેમ પણ હરસિધ્ધિ માતાજી રાજપીપળામાં બિરાજ્યા એમાં પણ જોવા મળે છે.

Harsiddhi Mata Mandir ની પૌરાણિક કથા

Harsiddhi Mata Mandir

Harsiddhi Mata Mandir

રાજપીપળામાં ગોહિલ રાજપુતો રાજ કરતા હતા, માતાજીના પરમ ભક્ત વેરીસાલજી મહારાજ તેમના કુળદેવી હરસિદ્ધિ માતાજીની પુજા અર્ચના કરવા ઉજ્જૈન જતાં, વેરીસાલજી રાજાની ભક્તિ ભરી ભાવનાથી માતાજી પ્રસન્ન થઇને રાજપીપળામાં બિરાજ્યા.

એ સમય હતો સવંત 1657. નવરાત્રીની આઠમે જ્યારે રાજપીપળામાં બિરાજ્યા હતા માતા હરસિદ્વિ મા.
ઉજ્જૈનથી માતાજી સાથે વિરવૈતાલ અને ધર્મેશ્વર મહાદેવ પણ રાજપીપળા આવ્યા હતા, પૌરાણિક વિરવૈતાલ મંદિર અને ધર્મેશ્વર મહાદેવનાં પ્રાચીન મંદિરનું બાંધકામ તે સમયના રાજા વેરીશાલજીએ બંધાવ્યું. જે આજે પણ મોજુદ છે.

મંદિરનું નિર્માણ થયુ તે સમયનો મુખ્ય પ્રવેશ દ્રાર જેના પર લહેરાય છે ધર્મની ધજા. મંદિરના પરિસરમાં શ્રદ્ધાળું પ્રવેશે ત્યારે તેના ચહેરા પર અલગ જ ભક્તિ ભાવ જોવા મળતો હોય છે. મંદિરમાં રહેલી માતાજીની દિવ્ય મુર્તિ ભક્તો પર પ્રેમ ભાવ વરસાવતી રહે છે, સાક્ષાત બિરાજમાન હરસિદ્ધિમાંની મુર્તિનો શણગાર પણ છે આહ્લાદક.

આ પણ વાંચોઃ- Bhavani Mandir મહુવા સૌરાષ્ટ્રમાં આવેલું છે, આ મંદિર કૃષ્ણ-રુક્ષ્મણિના પ્રેમનું પ્રતિક છે

સોનાના વરખમાં મઢાયેલા છે Harsiddhi Mata 

સોનાના વરખ ચઢાવેલા ગર્ભગૃહમાં બિરાજેલા છે હરસિદ્ધિ માતાજી. મંદિરમાં દાદા ગણેશ અને હનુમાનજીની નયનરમ્ય મુર્તિઓ પણ છે. પોતાના શરણે આવેલાઓ ના દુખ દુર કરી જગદંબા તેમની મંગળ કામનાઓ કરે છે પૂર્ણ. મંદિર પરિસરમાં એક ઉંચો સ્તંભ છે ત્યાં ભક્તો કંકુથી પોતાના કપાળમાં ચાંલ્લો કરીને પોતાની જાતને બનાવે છે ધન્ય.

માતાજીની કૃપાથી રાજપીપળા શહેરની ઉત્તરોતર પ્રગતિ અને જાહોજલાલી થઈ રહી છે, માતાજીના પરચાનું સાક્ષી છે મંદિરનું પરિસર.. કોઈ પણ વ્યક્તિને દુખ હોય, કોઈ બિમારી હોય અને માં હરસિદ્ધિની પુરા મનથી જો પ્રાર્થના કરવામાં આવે તો તે ભક્તની મનોકામના માતાજી અવશ્ય પૂર્ણ કરે છે.

Harsiddhi Mata Mandir

Harsiddhi Mata Mandir

આ મંદિરની એક અનોખી પરંપરા છે, જે કોઈની મનોકામના પુર્ણ થાય તે મંદિરમાં રમતો કૂકડો મુકે છે. આ મંદિરમાં શ્રદ્વાળુઓ જાણે આવીને પરમ શાંતિનો અનુભવ કરે છે. દુર દુરથી ભાવિકો માતાજીના શરણે આવી ભક્તિમાં ઓતપ્રોત થઈ જાય છે. દર મંગળવાર અને રવિવારે માતાજીના દર્શન કરવાનું વિશેષ મહત્વ છે.

મંદિરમાં નવરાત્રીનું આયોજન થાય છે એમાં ખાસ વાત તો એ છે કે નવરાત્રી દરમિયાન રાત્રીના બાર વાગ્યે મહાઆરતી કરવામાં આવે છે, અને તે આરતીનો લ્હાવો લેવા ભક્તોનું જાણે ઘોડાપુર ઉમટી પડે છે, તો તમે પણ આવો સર્વજ્ઞાતિઓના કુળદેવી મનાતા હરસિદ્ધિ માં ના શરણે અને દર્શન કરીને અનુભવો ધન્યતા.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment