Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / July 4.
Homeભક્તિHarsiddhi Shaktipeeth ઉજ્જૈન સ્થિત આ મંદિરમાં દરરોજ 1001 દીપ પ્રગટાવવામાં આવે છે

Harsiddhi Shaktipeeth ઉજ્જૈન સ્થિત આ મંદિરમાં દરરોજ 1001 દીપ પ્રગટાવવામાં આવે છે

Harsiddhi Shaktipeeth
Share Now

આજે વાત કરીશું ઉજ્જૈનના શક્તિપીઠની, હિન્દૂ ધર્મના પુરાણો અનુસાર, જ્યાં જ્યાં સતીના અંગોના ટુકડા, ધારણ કરેલા વસ્ત્રો અને આભૂષણ પડ્યા, ત્યાં ત્યાં શક્તિપીઠ (Harsiddhi Shaktipeeth) અસ્તિત્વમાં આવ્યા છે. જે અત્યંત પવિત્ર તીર્થસ્થાન ગણાય છે. આ તીર્થ સમગ્ર ભારતીય મહાદ્વિપ પર ફેલાયેલા છે. દેવીપુરાણમાં 51 શક્તિપીઠોનું વર્ણન કરવામાં આવ્યુ છે.

Harsiddhi Shaktipeeth

ભૂત-ભાવના મહાકાલેશ્વરની રમતની જગ્યા ‘અવંતિકા’ (ઉજ્જૈન) પાવન શિપ્રાના બંને તટ પર સ્થિત છે. અહીં પાર્વતી હરસિદ્ધિ દેવીનું મંદિર શક્તિપીઠ ભારતના અજ્ઞાત 108 તથા જાણીતા 51 પીઠ પૈકી એક છે. તેનું હિન્દૂ ધર્મમાં ઘણુ મોટુ મહત્વ છે. માન્યતા અનુસાર, આ સ્થાન પર દેવી સતીની કોણીનું પતન થયુ હતુ, જેના લીધે અહીં કોણીની પૂજા કરવામાં આવે છે, અહીં દેવી ‘મંગલ ચંડિકા તથા ભૈરવ’ માંગલ્ય કપિલાંબર છે.

પૌરાણિક કથા

શિવ પુરાણની માન્યતા અનુસાર, જ્યારે સતી આમંત્રણ વગર પિતાના ઘરે આવ્યા ત્યારે ત્યાં રાજા દક્ષે તેમના પતિ શિવનું અપામાન કર્યુ, આ અપમાન સહન ના કરી શકતા તેમણે પોતાના શરીરને અગ્નિમાં ભસ્મ કરી દીધી. ભગવાન શંકર આ પીડા સહન ના કરી શક્યા અને તેમની ત્રીજી આંખ ખુલી ગઈ. જેનાથી ચારેયબાજુ પ્રલય જામી ગયો. ભગવાન શંકરે માતા સતીના પાર્થિવ શરીરને ખભા પર ઉંચકી લીધુ અને જ્યારે શિવ તેમના પત્ની સતીના બળેલા પાર્થિવ દેહને દક્ષ પ્રજાપતિના યજ્ઞ સમારોહમાંથી લઈ જઈ રહ્યાં હતા ત્યારે વિષ્ણુએ સતીના અંગોને પોતાના ચક્રથી 52 ભાગોમાં વહેંચી દીધુ. ઉજ્જૈનના આ સ્થાન પર સતીની કોણીનું પતન થયુ હતુ. આથી અહીં કોણીની પૂજા કરવામાં આવે છે.

उज्जयिन्यां कूर्परं व मांगल्य कपिलाम्बरः
भैरवः सिद्धिदः साक्षात् देवी मंगल चण्डिका

માન્યતા અનુસાર, પ્રાચીન મંદિર રુદ્ર સરોવરના તટ પર સ્થિત હતુ. સરોવર સદેવ કમળથી ભરાયેલુ રહેતુ હતુ. તેના પશ્ચિમના તટ પર દેવી હરસિદ્ધિનું તથા પૂર્વ તટ પર મહાકાલેશ્વરનું મંદિર હતુ. 18મી સદીમાં આ મંદિરનું પુનઃનિર્માણ થયુ. હરસિદ્ધિ મંદિર ચાર દિવાલથી ઘેરાયેલુ છે.

મંદિરના મુખ્ય પીઠ પર પ્રતિમાના સ્થાન પર શ્રીયંત્ર છે. તેના પર સિંદૂર ચઢાવવામાં આવે છે. તથા તેની પાછળ ભગવતી અન્નપૂર્ણાની પ્રતિમા છે. ગર્ભગૃહમાં હરસિદ્ધિ દેવીની પ્રતિમાની પૂજા થાય છે. આ મંદિરમાં મહાલક્ષ્મી, મહાકાળી, મહાસરસ્વતીની પ્રતિમાઓ છે. મંદિરના પૂર્વ દ્વાર પર પગથિયાં છે, જેના વચ્ચે જ એક સ્તંભ છે. જેના પર સંવત 1447 અંકિત છે તથા પાસે જ સપ્તસાગર સરોવર છે. મંદિરના જગમોહનની સામે બે મોટા દીપ સ્તંભ પણ છે.

IMAGE CREDIT: GOOGLE

શ્રીયંત્રની પૂજા

શિવપુરાણ અનુસાર, અહીં શ્રીયંત્રની પૂજા થાય છે. જેને વિક્રમાદિત્યની આરાધ્યા માનવામાં આવે છે. સ્કંદ પુરાણમાં દેવી હરસિદ્ધિનો ઉલ્લેખ છે. મંદિર પરિસરમાં આદિશક્તિ મહામાયાનું પણ મંદિર છે. જ્યાં હંમેશા જ્યોતિ પ્રજ્વલિત થતી રહે છે તથા બંને નવરાત્રીમાં અહીં મહાપૂજા થાય છે.

અહીં મંદિરની સીડીઓ ચઢતા જ માતાના વાહ સિંહની પ્રતિમા છે. આગળ વધતા દરવાજાની જમણી બાજુમા બે મોટા નગાડા રાખેલા છે. જે સવાર-સાંજ આરતી કરતી વખતે વગાડવામાં આવે છે. મંદિરની સામે બે મોટા દીપ સ્તંભ છે, તેમાંથી એક શિવ છે જેમાં 501 દીપમાળાઓ છે.

બીજા સ્તંભ પર પાર્વતી છે, જેમાં 500 દીપમાળાઓ છે તથા બંને સ્તંભ પર દીપ પ્રગટાવવામાં આવે છે. અહીં 1001 દીપ દરરોજ પ્રગટાવવામાં આવે છે. ખાસ કરીને નવરાત્રી અને વિશેષ અવસર પર આ મંદિરની ભવ્યતા ઘણી અનોખી ઝળકી ઉઠે છે.

આ પણ વાંચોઃ- Maha Ashtami નિમિતે વિધિ વિધાનથી હવન કરીને મા આદ્યાશક્તિની કરો આરાધના

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment